Join our WhatsApp group : click here

કેન્દ્ર સરકાર દ્વારા નાના ધંધાર્થીને 3 લાખની લોન સહાય | ફક્ત 5% વાર્ષિક વ્યાજદરે | ઘેરે બેઠા ઓનલાઇન આવેદન કરી શકો

pm vishwakarma yojana ના હેઠળ કેન્દ્ર સરકાર લાભાર્થીઓને વ્યવસાઈ શરૂ કરવા 3 લાખ સુધીની લોન આપશે એપણ એકદમ ઓછા વ્યાજદર પર આ યોજનાનો કોને લાભ મળશે અને કેવી રીતે લાભ લઈ શકાય તેની સંપૂર્ણ જાણકારી નીચે આપવામાં આવી છે.

PM વિશ્વકર્મા યોજના | PM Vishwakarma Yojana

17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી મોદીએ PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરાવી હતી. રૂ. 13,000 કરોડની આ યોજના અંતર્ગત પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને વ્યવસાઈ શરૂ કરવામાં મદદ મળી રહે તે માટે 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. જેમાં કૌશલ્ય તાલીમની સાથે લાભાર્થીને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

8 ટકા (%) સુધીની સબસિડી

PM વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભાર્થીને મળેલ આ 3 લાખની લોન સહાય ઉપર 8% સુધીની સબસિડી પણ આપવામાં આવશે.

બે હપ્તા સ્વરૂપે લાભાર્થીને લોન આપવામાં આવશે.

PM વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભાર્થીને બે હપ્તામાં લોનની ચુકવણી કરવામાં આવશે. જેમાં શરૂઆતમાં રૂ. 1 લાખની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધીની ચુકવણી કર્યા પછી, લાભાર્થી રૂ. 2 લાખની વધારાની લોન માટે પાત્ર બનશે. જેના પર વ્યાજ દર માત્ર 5 ટકા (%) જ રહેશે.

લાભ કોને કોને મળશે

1). સુધાર
2). ધોબી
3). લુહાર
4). સોની
5). દરજી
6). તાળા બનાવનાર
7). બંધુક બનાવનાર
8). રાજ મિસ્ત્રી
9). વાળદ
10). પથ્થર તોડનારા
11). મોચી
12). બોટ ઉત્પાદક
13). હેમર અને ટૂલકિટ ઉત્પાદકો
14). ઢીંગલી અને રમકડા ઉત્પાદકો
15). શિલ્પકારો તથા પથ્થર કોતરનાર
16). ફિશિંગ નેટ ઉત્પાદક
17). ટોપલી, સાદડી, સાવરણી બનાવવાર

લાયકાત

  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ
  • લાભાર્થી પહેલાથી જ PMEGP, PM SVANidhi અને મુદ્રા લોનનો લાભ લેતા ન હોવા જોઈએ.

જરૂરી પુરાવા

  • મોબાઈલ નંબર
  • આધાર કાર્ડ
  • ઓળખ પત્ર
  • સરનામાનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
  • બેન્ક પાસ બુક
  • ફોટો (પાસપોર્ટ સાઇઝ)

વિશ્વકર્મા યોજના માટે કેવી રીતે અરજી કરશો

  • PM વિશ્વકર્માની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ. (https://pmvishwakarma.gov.in/)
  • Apply Now પર ક્લિક કરો
  • તેના પર નોંધણી કરો (મોબાઈલ નંબર અને આધારા કાર્ડ નંબર થી)
  • OTP દ્વારા તમારો નંબર વેરિફાઇ કરો.
  • PM વિશ્વકર્મા યોજનાનું નોંધણી ફોર્મ ભરો અને સબમિટ કરો. (જેમાં નામ, એડ્રેસ, વ્યવસાય સંબધિત માહિતી નાખો)
  • PM વિશ્વકર્મા ડિઝિટલ ID અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
  • જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો
 આવેદન કર્યા પછી સંબધિત વિભાગ તમારી વિગતો તપાસશે. જો બધી વિગત સાચી હશે તો તમારી લોન મંજૂર થઈ જશે. 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!