અહીં પોલીસ કોન્સ્ટેબલની વર્ષ 2012, 2015, 2016ની પરીક્ષામાં પૂછાયેલા ઇતિહાસનાં પ્રશ્નો આપવામાં આવ્યા છે.
ભારતનો ઇતિહાસ
પોલીસ કોન્સટેબલ પ્રશ્નો વર્ષ 2012
1). નીચેના માંથી કોણ ભૂતકાળમાં રાષ્ટ્રપતિ પદે રહેલ નથી?
A). અબ્દુલ કલામ, B). જ્ઞાની જૈલમસિંહ C). હામીદ અન્સારી D). નીલમ સંજીવ રેડ્ડી
2). નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
A). મહાત્મા ગાંધીનો જન્મ – 1867
B). ભારત છોડો આંદોલન – 1942
C). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના – 1885
D). જલિયાંવાલા બાગ હત્યાકાંડ – 1919
3). નીચેનામાંથી ક્યો મુગલ રાજા નથી?
A). શાહજહાં
B). જહાંગીર
C). બિરબલ
D). અકબર
4). સમ્રાટ અશોક ક્યાં વંશના રાજા હતા? : મૌર્યવંશ
5). ક્યાં સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? : ગુપ્તકાળ
6). ‘કરો યાં મરો’ સૂત્રકઈ ચળવળ સાથે જોડાયેલુ છે? : ભારત છોડો આંદોલન
7). જોડકા અંગે ક્યો જવાબ સાચો છે?
‘અ’ ‘બ’
(P) 1885 (1) ભારત છોડો ચળવળ
(Q) 1919 (2) જલિયાવાલા બાગ હત્યાકાંડ
(R) 1942 (3) મહાત્મા ગાંધીનો જન્મ દિવસ
(S) 1869 (4) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના
જવાબ : P-4, Q-2, R -1, S -3
8). નીચેના રાજાઓના તેમના કાળક્રમમાં ગોઠવતા ક્યો જવાબ સાચો છે?
(1) ચન્દ્ર્ગુપ્ત પહેલો (2) ચંદ્રગુપ્ત મૌર્ય (3) અશોક (4) અકબર
જવાબ : 2,3,1,4
9). સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેં -જો – દડો ક્યાં આવેલું છે? : પાકિસ્તાન
પોલીસ કોન્સટેબલ 2015
10). “ હું કાગડા કુતરાના મોતે મારીશ, પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકીશ નહીં” – આવું કોણે કહેલું? : મહાત્મા ગાંધીજી
11). 1907માં જર્મનીમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’ માં સૌપ્રથમ વાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? : મેડમ ભિખાયજી કામા
12). ગાંધીજીએ ક્યારે “દાંડીકૂચ” કરી? : ઇ.સ 1930
13). સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? : ચંપારણ
પોલીસ કોન્સટેબલ 2016
14). રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? : સ્વામિ વિવેકાનંદ
15). ઇ.સ 1526માં પાનીપતનું પ્રથમ યુધ્ધ કોના વચ્ચે થયેલું? : બાબર તથા ઇબ્રાહિમ લોદી
16). ‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે? : અમ્રુતસરમાં
17). બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના સંસ્થાપક કોણ છે? : મદન મોહન માલવિયા
18). ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? : વિલિયમ બેન્ટિક
19). ભારતમાં ‘થિયોસોફિકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરી હતી? : એની બેસન્ટ
20). ‘ઇન્ડિકા’ પુસ્તકનાં રચયિતા છે. : મેગેસ્થનિસ
21). ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા વાસણ વાપરતા? : માટીમાંથી