Join our WhatsApp group : click here

ભારતનું બંધારણ | Rajniti na margdarshak siddhant in gujarati

rajniti na margdarshak siddhant in gujarati : અહીં ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, તેની વિશેષતા અને વિષેની માહિતી આપવામાં આવી છે. અને છેલ્લે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે.

Rajniti na margdarshak siddhant in gujarati

>> ભારતના બંધારણના ભાગ-4 અને અનુચ્છેદ-36 થી અનુચ્છેદ-51માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે.

>> ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયરલેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે.

>> ડો. ભીમરાવ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને “બંધારણનું વિશિષ્ટ લક્ષણ” કહ્યું છે.

વિશેષતા

1). રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ નામ પરથી જ એવુ સ્પષ્ટ થાય છે કે રાજય નીતિ તથા કાયદા પ્રભાવી બનાવતા સમયે આ તત્વોને ધ્યાનમાં લેશે.

2). કેન્દ્ર સરકાર કે રાજય સરકાર ને આ સિદ્ધાંતો માર્ગદર્શન આપતા હોવાથી તેમને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે, જેનો મુખ્ય ઉદેશ્ય કલ્યાણકારી રાજય સ્થાપવાનો છે.

3). આ તત્વોની પ્રકૃતિ ગેર ન્યાયોચિત છે, જેથી આનું ખંડન અથવા હનન થવા બદલ અને ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાતા નથી અથવા તો સરકાર આને લાગુ પાડવા બંધાયેલી નથી.

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

અનુચ્છેદ-36 : રાજયની વ્યાખ્યા અનુચ્છેદ 12 પ્રમાણે રહે છે.

અનુચ્છેદ-37 : ન્યાયાલય દ્વારા આને લાગુ કરી શકાશે નહીં, આ સિદ્ધાંતને દેશના શાસનમાં મૂળભૂત કહ્યા છે, તથા કાયદો બનાવતા સમયે આ સિદ્ધાંતોને લાગુ કરવાનું રાજયનું કર્તવ્ય છે.

અનુચ્છેદ-38 : લોક કલ્યાણકારી વૃદ્ધિ માટે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય દ્વારા સામાજિક વ્યવસ્થાને યોગ્ય બનાવવી તથા આવક, પ્રતિષ્ઠા, સુવિધાઓ તથા અવસરોની અસમાનતાને સમાપ્તિ કરવી.

અનુચ્છેદ-39 : રાજયને અનુસરવા માટેના નીતિના અમુક સિદ્ધાંતો

(A) બધા નાગરિકોને આજીવિકા માટે સાધનો મેળવવાનો સમાન અધિકાર મળે

(B) સમાજની ભૌતિક સાધન સામગ્રી (પાણી, જમીન,જંગલો વગેરે) માલિકી અને નિયંત્રણની વહેચણીમાં સાર્વજનિક હિત ઉત્તમ રીતે જળવાઈ.

(C) આર્થિક વ્યવસ્થા એ રીતે સંચાલિત કરવી જેથી સંપતિ અને ઉત્પાદનના સાધનોનું સાર્વજનિક હિતની વિરુદ્ધ એક જ જગ્યાએ સંકેંન્દ્ર્ણ ન થાય.

(D) પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે.

(E) પુરુષો અને સ્ત્રી કામદારોના આરોગ્ય અને શક્તિનો અને બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય અને મજબૂરીના કારણે આરોગ્યને હાનિ કરે એવા કામ કરવાની ફરજ તેમને ન પડે.

(F) બાળકોને સ્વસ્થ રીતે અને સ્વાતંત્ર્ય અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો આપવામાં આવે.

અનુચ્છેદ-39(A) : સમાન ન્યાય અને મફત કાનૂની સહાય ઉપલબ્ધ કરાવવી.

અનુચ્છેદ -40 : ગ્રામ પંચાયતની રચના

અનુચ્છેદ -41 : કામ મેળવવા, શિક્ષા મેળવવા, બેકારી, વૃદ્ધાઅવસ્થા કે બીમારી જેવી દશાઓમાં જાહેર સહાયતા આપવાનો રાજય પ્રયત્ન કરેશ.

અનુચ્છેદ -42 : કામ અંગેની ન્યાયી અને મનોવોચિત પરિસ્થિતી નક્કી કરવા માટે તથા રાજય પ્રસૂતિ સહાયતા માટેની જોગવાઈ કરશે.

અનુચ્છેદ-43 : રાજય, કાયદા આર્થિક સંગઠન અથવા કોઈ અન્ય રીતે બધા પ્રકારના કર્મચારીના કામ, નિર્વાહ, મંજૂરી, શિષ્ટ જીવનસ્તર અને રજાઓનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરનાર દશાઓ અને સામાજિક અને સાંસ્ક્રુતિક અવસર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે.

અનુચ્છેદ -43(A) : ઉદ્યોગ વ્યવસ્થાપનમાં કર્મચારીઓને ભાગ આપવો

અનુચ્છેદ -43(B) : રાજય સ્વયંસંચાલિત, સ્વતંત્ર રીતે કાર્ય કરતી, લોકશાહી નિયંત્રણ ધરાવતી અને વ્યાવસાયિક વ્યવસ્થાપન ધરાવતી સહકારી સમિતિઓની સ્થાપના અને તેમનો વિકાસ કરશે. (97મો બંધારણીય સુધારો) 

અનુચ્છેદ -44 : ભારતના સમસ્ત રાજયક્ષેત્રના નાગરિકો માટે એકસમાન સિવિલ સંહિતા (કોમન સિવિલ કોડ)

અનુચ્છેદ -45 : રાજય 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂવાતી બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણ આપવાનો પ્રત્યન કરશે. (86મો બંધારણીય સુધારો 2002)

અનુચ્છેદ -46 : રાજયના નબળા વર્ગો ખાસ કરીને અનુસુચિત જાતિ, આદિજાતિના શૈક્ષણિક અને આર્થિક હિતોને પ્રોત્સાહન આપવું અને સામાજિક અન્યાય તથા શોષણ વિરુદ્ધ સુરક્ષા આપવી.

અનુચ્છેદ -47 : રજય લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાદ્ય પદાર્થો તેમજ માદક દ્રવ્યો પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કરશે.

અનુચ્છેદ – 48 : ખેતી અને પશુપાલન વ્યવસ્થા કરવી. જેમાં દુધાળા પશુઓની બલી પર રોક તથા તેની જાતમાં સુધારા માટે પ્રોત્સાહન આપવું. કૃષિ અને પશુપાલન આધુનિક અને વૈજ્ઞાનિક પ્રણાલી સાથે જોડવું. આ અનુચ્છેદમાં “ગૌહત્યા” પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

અનુચ્છેદ -48(A) : રાજય, દેશનાં પર્યાવરણ જતન અને તેમાં સુધારો કરવાનો તથા દેશના જંગલો અને વન્ય જીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરશે. આ અનુચ્છેદ મુજબ જ રાષ્ટ્રીય પાર્ક, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે.

અનુચ્છેદ -49 : રાજય રાષ્ટ્રીય મહત્વવાળા તથા ઐતિહાસિક સ્મારકો અને વસ્તુઓનું રક્ષણ કરશે અને તેને ધ્યાનમાં લેશે.

અનુચ્છેદ -50 : રાજયની લોકસેવામાં ન્યાયપાલિકાથી એટેલે કે ન્યાયતંત્રથી કારોબારી અલગ રહેશે.

અનુચ્છેદ -51 : દેશ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વધારો કરવા માટે પ્રત્યન કરશે.    

1). આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વધારો કરવા.

2). રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને સન્માનપૂર્ણ સંબંધો બનાવી રાખવા.

3). સંગઠિત પ્રજાઓના એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદો અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા.

4). આંતરરાષ્ટ્રીય વિવાદોને મધ્યસ્થા દ્વારા ઉકેલ લાવવા પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરશે.

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ગીકરણ

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને જોગવાઈઓને આધારે મુખ્ય 3 ભાગમાં વહેચવામાં આવે છે.

1). ગાંધીવાદી સિદ્ધાંત

2). સમાજવાદી સિદ્ધાંત

3). ઉદારવાદી અથવા બૌધિક સિદ્ધાંત

ગાંધીવાદી સિદ્ધાંત

અનુચ્છેદ-40

અનુચ્છેદ -43

અનુચ્છેદ -46

અનુચ્છેદ -47

અનુચ્છેદ -48

સમાજવાદી સિદ્ધાંત

અનુચ્છેદ -38

અનુચ્છેદ -39

અનુચ્છેદ -39(A)

અનુચ્છેદ -41

અનુચ્છેદ -42

અનુચ્છેદ -43

અનુચ્છેદ -43(A)

અનુચ્છેદ -43(B)

અનુચ્છેદ -47

ઉદારવાદી અથવા બૌધિક સિદ્ધાંત

અનુચ્છેદ -44

અનુચ્છેદ -45

અનુચ્છેદ -48

અનુચ્છેદ -48(A)

અનુચ્છેદ -49

અનુચ્છેદ -50

અનુચ્છેદ -51

ભારતના બંધારણની ટેસ્ટ click here
ભારતના બંધારણની Pdf click here
સંપૂર્ણ ભારતનું બંધારણ click here
Rajniti na margdarshak siddhant in gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!