Join our WhatsApp group : click here

રાષ્ટ્રીય પ્રતીકો વિશે માહિતી | Rashtriya pratiko

અહી આપના રાષ્ટ્રીય પ્રતીકો (Rashtriya pratiko) ની યાદી આપેલી છે. જેમ કે રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય ચિન્હ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય પંચાગ, રાષ્ટ્રીય પશુ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પુષ્પ, રાષ્ટ્રીય વૃક્ષ, રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય નદી, રાષ્ટ્રીય જળચર પ્રાણી, રાષ્ટ્રીય વિરાસત પ્રાણી અને રાષ્ટ્રીય હોકી વિષે ની વિસ્તૃતમાં ચર્ચા કરેલી છે.

રાષ્ટ્રીય ધ્વજ (National Flag)

▶️ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રણ રંગો છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે.

▶️ ત્રિરંગાની સફેદ પટ્ટીમાં 24 આરા ધરાવતો અશોક ચક્ર છે. જે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવ્યો છે.

▶️ ભારતના રાષ્ટ્ર ધવ્જની લંબાઇ પહોળાઈનું માપ 3 : 2 છે.

▶️ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન “ ઝંડા સમિતિ” દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ઝંડા સમિતિ ના અધ્યક્ષ “જે. બી. કૃપલાણી” હતા.

▶️ સ્વતંત્રતા પછી “પિંગલી વેકૈયા” દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

▶️ વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય મુદ્રા

▶️ ભારતનું રાષ્ટ્રીય ચિન્હ એ વારાણસી ખાતેના સારનાથના અશોકના સિંહસ્તંભમાંથી લેવામાં આવ્યું છે.

▶️ મૂળ સ્તંભમાં 4 સિંહ છે પણ  માત્ર ત્રણ સિંહ જ દેખાય છે. તેના નીચે ઘંટ આકારના પદ્મન ઉપર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની ઊપસેલી મૂર્તિઓ છે જેની વચ્ચોવચ ચક્ર છે. એક જ પથ્થરને કોતરી બનાવવામાં આવેલા આ સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામા આવ્યું છે. નીચેની તરફ “મુંડૂકોપનિષદ” માંથી લીધેલ સૂત્ર “સત્યમેવ જયતે” લખેલ છે.

▶️ ભારત સરકાર ધ્વારા આ રાષ્ટ્રીય ચિન્હ 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું.

રાષ્ટ્રગાન (National Anthem)

▶️ ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન….’ છે.

▶️ જે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા આવ્યું હતું.

▶️ સમગ્ર રાષ્ટ્રગાનમાં 5 પદ છે, જેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે.

▶️ રાષ્ટ્રગાન ગાયનની અવધિ 52 સેકન્ડ છે, કેટલાક વિશેષ અવસરો પર રાષ્ટ્રગાન સંક્ષિપ્ત રૂપમાં 20 સેકન્ડમાં ગવાય છે.

▶️ બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું.

▶️ સંસદના દરેક સત્રનો પ્રારંભ રાષ્ટ્રગાન જન ગણ મનથી થાય છે.

રાષ્ટ્રગીત (National Song)

▶️ ભારતનું રાષ્ટ્રગીત “વંદે માતરમ” છે. જેની રચના બંકિમચંદ્ર ચેટરર્જીએ કરી છે.

▶️ “વંદે માતરમ” બંકિમચંદ્ર ચેટરર્જીની ક્રુતિ “આનંદમઠ” માંથી લેવામાં આવ્યું છે.

▶️ રાષ્ટ્રગીતના ગાયનની અવધિ 1 મિનિટ અને 5 સેકન્ડ છે.

▶️ વંદે માતરમને રાષ્ટ્રગીત તરીકે બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું.

▶️ સંસદના દરેક સત્રનું સમાપન રાષ્ટ્રગીત વંદે માતરમના ગાયન થી થાય છે.   

રાષ્ટ્રીય કેલેન્ડર (National Calender)

▶️ ભારતનું રાષ્ટ્રીય પંચાગ “શક સવંત” આધારિત છે. ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાગની તારીખોમાં સામ્યતા જળવાઈ રહે છે.

▶️ શક સવંતની શરૂવાત ઈ.સ 78માં કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી. શક સવંતનો સૌપ્રથમ મહિનો ચૈત્ર છે.

▶️ શક સવંતનો રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકાર  : 22 માર્ચ 1957

રાષ્ટ્રીય પંચાગ મુખ્યત્વે નીચેના સરકારી હેતુઓ માટે અપનાવવામાં આવ્યો છે.

1). ભારતનો રાજપત્ર

2). આકાશવાણીના સમાચાર પ્રસારણ

3). ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કેલેન્ડર

4). ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્ર

રાષ્ટ્રીય પ્રાણી (National Animal)

▶️ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. જેનું લેટિન નામ “પૈન્થરા ટાઈગ્રીસ લીન્નાયસ” છે.

▶️ વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિને “રોયલ બેંગોલ ટાઈગર” કહેવામા આવે છે.

રાષ્ટ્રીય પક્ષી (National Bird)

▶️ ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. જેનું લેટિન નામ “પાવો ક્રિસ્ટેટસ” છે.

રાષ્ટ્રીય પુષ્પ (National Flower)

▶️ ભારતનું રાષ્ટ્રીય પુષ્પ “કમળ” છે. જેનું લેટિન નામ “નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન” છે.

રાષ્ટ્રીય વૃક્ષ (National Tree)

▶️ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ “વડ વૃક્ષ” છે. જેનું લેટિન નામ “ફાઇક્સ બેંઘાલેંન્સિસ” છે.

રાષ્ટ્રીય ફળ (National Fruit)

▶️ ભારતનું રાષ્ટ્રીય ફળ “કેરી” છે. જેનું લેટિન નામ “મેંગીફેરા ઇન્ડિકા” છે.

▶️ પ્રાચીનકાળથી ભારતમાં કેરીની વિવિધ જાત જોવા મળે છે.

ભારતની રાષ્ટ્રીય નદી (National River)

▶️ ભારતની રાષ્ટ્રીય નદી “ગંગા નદી” છે.

▶️ 4 નવેમ્બર 2008ના રોજ રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો.

રાષ્ટ્રીય જળચર પ્રાણી (National Aquatic Animal)

▶️ ગંગા નદીની ડોલ્ફિન માછલી ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ છે.

▶️ ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવનો દરજ્જો 5 ઓક્ટોબર 2009ના રોજ મળ્યો.

રાષ્ટ્રીય વિરાસત પશુ (National Heritage Animal)

▶️ ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી છે.

▶️ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુનો દરજ્જો 22 ઓક્ટોબર 2010ના રોજ કેન્દ્ર સરકારે આપ્યો.

રાષ્ટ્રીય રમત (National Game)

▶️ ભારતની રાષ્ટ્રીય રમત “હોકી” છે.       

Bharat na Rashtriya pratiko : : GPSC, PI, PSI/ASI, DY. so, Bin sachivalay, Talati, Police constable…

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!