RTE form documents Gujarati : કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને વિના મૂલ્યે શિક્ષણ મળી રહે તે માટે RTE-રાઇટ ટુ એજ્યુકેશન યોજના 2009 થી શરૂ કરવામાં આવી છે. જેમાં 6 થી 14 વર્ષના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. અહીં આ યોજના માટે જરુરુ પુરાવાની યાદી આપવામાં આવી છે. સાથે સાથે અરજી કરતાં સમયે ધ્યાનમાં રાખવાની બાબત વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. 4Gujarat.com પર તમને તમામ યોજનામાં માટે જરૂરી પુરાવાની યાદી મળી રહેશે.
RTE યોજના માટે જરૂરી પુરાવા
1). બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી ઓછી આવક)
2). બાળકના પિતા/વાલીનું રેશન કાર્ડ
3). બાળકના 2 ફોટા
4). બાળકનો આધાર કાર્ડ, જન્મનો દાખલો
5). બાળકના માતા-પિતા/વાલીનું આધાર કાર્ડ
6). બાળકના પિતા/વાલીનો જાતિનો દાખલો
7). બાળકના પિતાનું લાઇટબિલ/વેરબિલ/જો ભાડે થી રહેતા હોય તો ભાડા કરાર
8). બાળકનું અથવા બાળકના પિતા/વાલીના બેન્ક પાસબુક
ફોર્મ ક્યાં મળશે અને ક્યાં અરજી કરવી
ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઇટ https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
અરજી કરતાં પહેલા આ વાંચી લ્યો
- અરજી વખતે બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ.
- દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજનલ પુરાવાઓ સાથે રાખવા.
- RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઇટ નીચે દર્શાવેલ લિન્ક કિલક કરવાથી મળી જશે.
RTE ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો : Click here
આ પણ જુઓ