Join our WhatsApp group : click here

સમરસ હોસ્ટેલ એડમિશન | Samras Hostel Admission 2023

Samras Hostel Admission 2023 : કોલેજ કક્ષા સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય અભ્યાસક્રમમોમાં અભ્યાસ કરતાં SC, ST સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ ને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે સમસર કુમાર અને સમરસ કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની સંપૂર્ણ જાણકારી નીચે આપવામાં આવી છે.

Samras Hostel Admission 2023

વિષય : સમરસ હોસ્ટેલ એડમિશન
વર્ષ : શૈક્ષણિક વર્ષ 2023-24
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 25/06/2023
અરજી કેવી રીતે કરવી : ઓનલાઇન
પ્રવેશ પ્રક્રિયા : મેરીટના આધારે
ઓફિશિયલ વેબસાઇટ: https://samras.gujarat.gov.in/

ગુજરતમાં આવેલ સમરસ હોસ્ટેલ

સમરસ હોસ્ટેલ ગુજરાતનાં નીચેના જિલ્લાઓમા આવેલી છે.

અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમંતનગર અને પાટણ માં આવેલી છે.

સમરસ હોસ્ટેલમાં નવા પ્રવેશ અંગે

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

નોંધ : વિધાર્થીએ 50% થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.

રિન્યુયલ વિધાર્થીઓના પ્રવેશ અંગે

સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિધાર્થીઓએ પણ ફરજિયાત પણે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગ્રૂપ-2 અને ગ્રૂપ-3 ના રિન્યુયલ વિધાર્થીઑ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI semester Performance Index) 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બડેલ ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રૂપ-1ના રિન્યૂ વિધાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ફોર્મ કેવી રીતે ભરશો

Samras Hostel Admission મેળવવા માટે Samras Hostel ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. (ફોર્મ ભરવા માટેની લિન્ક નીચે આપવામાં આવી છે.)

આ પણ જુઓ :

હોસ્ટેલ માટે પસંદગી પ્રક્રિયા

Samras Hostel Admission મેરિટના આધારે મળશે. (મેરીટ સંબધિત વિસ્તૃત જાણકારી ઉપર આવેલ છે.)

ફોર્મ ભરતી વખતે આ વાતનું ધ્યાન રાખો

1). ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટમાં ટકાવારી સરખી હોવી જોઈએ તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો પ્રવેશ રદ થશે.

2). તમે જે-તે જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરો છો તે જ  જિલ્લાની સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મળશે.

3). ગ્રામ વિસ્તારના વિધાર્થીઓ ઇ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઇન અરજી કરી શકે છે.  

મહત્વની લિન્ક :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!