Join our WhatsApp group : click here

Sardar patel in gujarati | લોખંડી પુરુષ સરદાર પટેલ વિશે નિબંધ | sardar patel essay in Gujarati

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહત્વપૂર્ણ નેતાઓમાંના એક છે. ભારત-પાકિસ્તાન વિભાજન બાદ ભારતના 560 થી વધુ રજવાડાઓને ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં સરદાર પટેલનો મહત્વનો ફાળો છે. સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 1931માં કોંગ્રેસના કરાંચી અધિવેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 

સામાન્ય પરિચય

મૂળનામ : વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ
ઉપનામ : લોખંડી પુરુષ, સરદાર, ભારતના બિસ્માર્ક, પેટ્રેન સેન્ટ, હિન્દના સરદાર
જન્મ : 31 ઓક્ટોબર, 1875
જન્મસ્થળ : નડિયાદ
મૂળ વતન : કરમસદ
પિતા : ઝવેરભાઈ પટેલ
માતા : લાડબા
પુત્રી : મણિબેન
ભાઈઓ : વિઠ્ઠલભાઈ, સોમાભાઈ, નરસિંહભાઈ
અવસાન : 15 ડિસેમ્બર, 1950 (મુંબઈ ખાતે)

શરૂઆતનું જીવન

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ તેમના મોસાળ ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો. જ્યારે તેમનું વતન ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું કરમસદ ગામ હતું. તેઓ એક ખેડૂત પરિવારમાં જન્મા હતા તેના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ  માતાનું નામ લાડબાઈ હતું. સરદાર પટેલ તેમના માતા-પિતાના ચોથા સંતાન હતા. સરદાર પટેલના લગ્ન 18 વર્ષની ઉંમરે ઝવેરબા સાથે થયા હતા. તેમની પુત્રીનું નામ મણિબહેન અને પુત્રનું નામ ડાહ્યાભાઈ હતું.    

શિક્ષણ  અને વકીલાત & બેરિસ્ટર તરીકેની કારકિર્દીની સફર

વલ્લભભાઈ પટેલે સાત ધોરણ સુધીનો અભ્યાસ કરમસદની પ્રાથમિક શાળામાં જ કર્યો હતો. ત્યારબાદ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે પેટલાદની સ્કૂલમાં એડમિશન લીધું. તેઓ ગણિતમાં કાચા હોવાથી પ્રથમ પ્રયાસે મેટ્રિકની પરીક્ષા પાસ ન કરી શકયા. ત્યારબાદ 1897માં બીજા પ્રયત્ને તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી તે સમયે તેમની ઉંમર 22 વર્ષની હતી. ત્યારબાદ તેમણે ઇ.સ 1900માં ડિસ્ટ્રિક્ટ પ્લીડર (વકીલ) ની પરીક્ષા આપી અને તેમણે પ્રથમ પ્રયત્ને પરીક્ષા પાસ કરી. આ પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે ગોધરામાં વકીલાત અને ઘરસંસારની શરૂઆત કરી.   

વકીલાત કરીને જ્યારે તમણે ઈંગ્લેડ જઇણે ભણવા માટે પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટિકિટ બુક કરાવી. આ ટિકિટ વી.જે. પટેલના સંક્ષિપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલણે ત્યાં આવી હતી. શ્રી વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઇ ભણવાની યોજના હતી અને તેથી તેમણે પોતાની યોજનાની જાણ કરી. આથી શ્રી વલ્લભભાઈએ તેમના મોટાભાઈણે તેમની જગ્યાએ જવા દીધા અને તેમનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ પણ ઉપાડ્યો.

1909માં વલ્લભભાઈના પત્નીને કેન્સરના ઈલાજ માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું. શ્રી વલ્લભભાઈ પટેલને જ્યારે આ સમાચારની જાણ કરવામાં આવી ત્યારે તેઓ એક પ્રતિષ્ઠિત વ્યક્તિને ખૂન કેસમાંથી બચાવવા માટે આણંદની કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. આ સમાચાર મળવા છતાં તેમણે કેસ લડવાનું ચાલુ રાખ્યું અને કેસ પૂરો થયા બાદ તેમણે આ સમાચારની જાણ અન્ય વ્યક્તિઓને કરી. તેઓ માત્ર 33 વર્ષની ઉંમરે વિધુર થયા હતા. આથી તેમને બીજા લગ્ન કરવા માટે મિત્રો દ્વારા સતત આગ્રહ હતો. પરંતુ તેઓ સંતાનોને સાવકી મા આપવા માગતા ન હતા. આથી તેમણે બીજી વાર લગ્ન ન કર્યા.

ત્યાર બાદ ઇ.સ 1910માં પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઈને મુંબઈની સેન્ટ મેરીઝ સ્કૂલઆ મિસ વિલ્સનને ત્યાં ‘બોર્ડર’ છાત્રા તરીકે મૂકી તેઓ વિલાયત ગયા. ઇ.સ 1913 સુધીમાં ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરીને ભારત પાછા ફર્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા અને શહેરના નામાંકિત બેરિસ્ટર બન્યા. ઇ.સ 1918માં ગાંધીજી સાથે ખેડા સત્યાગ્રહમાં જોડાયા બાદ તેઓએ વકીલાતનો વ્યવસાય બંધ કર્યો.

સરદાર પટેલનો આઝાદીની લડતમાં પ્રવેશ 

મહાત્મા ગાંધીજીએ જ્યારે ચંપારણમાં શોષિત ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારથી સદરદાર પટેલ મહાત્મા ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ સૌપ્રથમ નવેમ્બર 1917માં ગોધરામાં આયોજિત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા હતા. ત્યારબાદ ગાંધીજીના કહેવાથી તેઓ ‘ગુજરાત સભા’ ના સચિવ બન્યા. આગળ જઇને ‘ગુજરાત સભાનું’ ભારતીય રાષ્ટ્રીય કોંગેસની ગુજરાત શાખામાં પરીવર્તન થયું હતું.  

સરદારનું બિરુદ

ઇ.સ 1920માં મુંબઈ સરકાર દ્વારા દુષ્કાળ હોવા છતાં બારડોલી તાલુકાના મહેસુલમાં 22 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો હતો. સરકારના આ અન્યાયી નિર્ણય સામે શ્રી વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહનું સફળ આયોજન થયું અને તેમાં પ્રજાનો વિજય થયો. આ સત્યાગ્રહ બાદ બારડોલીની મહિલાઓ તરફથી ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’ નું બિરુદ આપ્યું અને તેઓ સરદાર કહેવાયા.

મુખ્ય યોગદાન

1). સરદાર પટેલે ઇ.સ 1928માં બારડોલી સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી અને બારડોલીના ખેડૂતોને મુંબઈ સરકારની દમનકારી જમીન મહેસૂલ નીતિઓ સામે સફળતાપૂર્વ નેતૃત્વ આપ્યું.

2). તેઓ ઇ.સ 1942ની ભારત છોડો ચળવળના અગ્રણી આગેવાન હતા. 9 ઓગસ્ટ, 1942ના રોજ અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

3). 1947માં વિભાજન પછી નવા સ્વતંત્ર ભારતમાં રજવાડાઓના એકીકરણમાં પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. 560 થી વધુ રજવાડાઓને ભારત સંઘમાં જોડાવા માટે મનાવવામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નિર્ણાયક હતા.

4). સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન બનીને ભારત સરકારના ગૃહ મંત્રાલય અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સાંભળી હતી.

સરદાર પટેલનું મૃત્યુ

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બર, 1950ના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

સરદાર પટેલની યાદગીરી

સરદાર પટેલ

1). નર્મદા જિલ્લાના સરદાર સરોવર પાસે નિર્માણ પામેલી સરદાર સાહેબની પ્રતિમા “સ્ટેચ્યું ઓફ યુનિટી” વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

2). દર વર્ષે સરદાર સાહેબનો જન્મ દિવસ 31 ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

3). ભારતમાં રાષ્ટ્રીય એકતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય તેવા ભારતીય નાગરિકોને “સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર” આપવામાં આવે છે.  

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!