Join our WhatsApp group : click here

મહાત્મા ગાંધી વિશે માહિતી | Mahatma gandhi in Gujarati

Mahatma Gandhi in Gujarati : અહીં મહતમાં ગાંધીનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ગાંધીજીનું જીવન, ગાંધીજીના ગુરુઓ, ગાંધીજીનું શિક્ષણ, ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવો, ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ, ગાંધીજીની પત્રિકાઓ કે વર્તમાનપત્રો, મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, વિશ્વ અહિંસા દિવસ અને પ્રવાસી ભારતીય દિવસ વગરે સંબધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

Mahatma Gandhi in Gujarati

મૂળનામ :મોહનલાલ કરમચંદ ગાંધી
જન્મ :2 ઓક્ટોબર, 1869
જન્મસ્થળ :પોરબંદર/સુદામાપૂરી
માતા :પૂતળીબાઈ
પિતા :કરમચંદ ઉત્તમચંદ ગાંધી (કાબા ગાંધી)
દાદા :ઉત્તમચંદ હરજીવન ગાંધી (ઓતા ગાંધી)
પત્ની :કસ્તૂરબા (1883માં લગ્ન થયા)
પુત્રો :હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ
ઉપનામ :મહાત્મા, ગાંધીજી, અહિંસાના દુત, બાપુ, રાષ્ટ્રપિતા, સાબરમતિના સંત, નંગા ફકીર
નિધન :30 જાન્યુઆરી 1948
સમાધી સ્થળ :રાજઘાટ (નવી દિલ્હી)
Mahatma gandhi in Gujarati

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ પોરબંદર ખાતે થયો હતો. તેમની માતાનું નામ પૂતળીબાઈ અને પત્નીનું નામ કસ્તૂરબા હતું. તેમના ચાર પુત્રો હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ હતા.

મહાદેવભાઈ દેસાઇના પુત્ર નારાયણભાઈ દેસાઇ ‘ગાંધીજીના બાબલા’ તરીકે ઓળખાય છે. 

તેમના અધ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજચંદ્ર, રાજકીય ગુરુ ગોપાલક્રુષ્ણ ગોખલે, વૈચારિક ગૃરુ લીયો ટોલ્સટોય અને સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કીન હતા.

ગાંધીજી સત્ય અને અહિંસાના પ્રણેતા હતા તેમજ તેઓ સ્વચ્છતા, સર્વધર્મ સમભાવ, સમાનતા અને મહિલા અધિકારોના હિમાયતી હતા.

ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચાર લઈને 2 ઓક્ટોબર, 2014 થી 2 ઓક્ટોબર, 2019 સૂધી ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત અભિયાન’ ની શરૂઆત કરવામાં આવી હતી. 

તેમણે શાળાકીય અભ્યાસ રાજકોટ ખાતે સાર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અને કોલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજમાં તથા લંડન ખાતે બેરિસ્ટર (કાયદો) નો અભ્યાસ કર્યો હતો. તેમણે લંડન અને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને ઊંચ-નીચ જેવા ભેદભાવ વિરુદ્ધ સત્યાગ્રહ કર્યા હતા.

તેઓ 9 જાન્યુઆરી, 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેથી આ દિવસે ‘પ્રવાસી ભારતીય દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.

તેમણે અમદાવાદમાં 25 મે, 1915માં કોચરબમાં ‘સત્યાગ્રહ’ આશ્રમની સ્થાપના કરી હતી ત્યારબાદ વર્ષ 1917માં તેમણે આ આશ્રમને સાબરમતી નદી કિનારે ખસેડી ‘હરિજન’ આશ્રમ નામ આપ્યું હતું, તેમના નિવાસ સ્થાનનું નામ ‘હદયકુંજ’ છે.

ઇ.સ 1924માં બેલગાંવ (કર્ણાટક) માં ભરાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં તેઓ અધ્યક્ષ હતા.

તેમણે ચાંપરણ, ખેડા, ધરાસણા અને બારડોલી જેવા સત્યાગ્રહો તેમજ અમદાવાદ મિલ મજૂર આંદોલન, ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન, દાંડી કુચ અને હિન્દ છોડો આંદોલન જેવી અહિંસક ચળવળ અને સત્યના માર્ગે લડત આપી ભારતને સ્વતંત્રતા અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ગાંધીજી દ્વારા ભારતમાં ચાલાવાયેલું પ્રથમ વાસ્તવિક ખેડૂત આંદોલન ખેડા સત્યાગ્રહ હતું.

ગાંધીજી પ્રથમવાર જેલમાં જ્હોનીસબર્ગ (દક્ષિણ આફ્રિકા)માં ગયા હતા.

ગાંધીજીની ભારતમાં પ્રથમ ધરપકડ 9 એપ્રિલ, 1919ના રોજ કરવામાં આવી હતી પરંતુ જેલની સજા થઈ ન હતી.

ભારતમાં ગાંધીજીને પ્રથમ કેદની સજા અસહકાર આંદોલન વખતે 10, માર્ચ, 1922ના રોજ થઈ હતી. ત્યારે તેમને યરવડા જેલમાં પૂર્યા હતા.

ગાંધીજીને અંગ્રેજોએ ‘કેસર-એ-હિન્દ’ નો ખિતાબ આપ્યો હતો, જે ગાંધીજીએ ઇ.સ 1920 ના અસહકાર આંદોલન વખતે પાછો આપી દીધો હતો.

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી 78 સાથીઓ સાથે પગપાળા દાંડીયાત્રા કરી જે યાત્રા 6 એપ્રિલ, 1930ના રોજ પૂર્ણ થઈ.

ગાંધીજીના ગુરુઓ :

1). દોરાબાજી એડલજી ગીમી (પ્રાથમિક શાળા શિક્ષક)

2). ક્રુષ્ણશંકર

3). ગોપાલક્રુષ્ણ ગોખલે (રાજકીયગુરુ)

4). શ્રીમદ્દ રાજચંદ્ર (અધ્યાત્મિક ગુરુ)

ગાંધીજીનું શિક્ષણ :

> પ્રાથમિક શિક્ષણ : બાલ મંદિર થી ધોરણ-3 રાજકોટ શાળા નંબર 5 (પ્રતાપ કુંવરમાં શાળા)

> ધોરણ : 4 રાજકોટ શાળા નંબર -1 (કિશોરસિંહજી શાળા)

> હાઈસ્કૂલ : રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ

> કોલેજ : શામળદાસ કોલેજ ભાવનગર

> બેરિસ્ટર (વકીલાત)  : ફેકલ્ટીસ ઓફ લો લંડન (ડિગ્રી બારએટ લો) 

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં

ઇ.સ 1893માં દાદા અબ્દુલાની પેઢીના કેસ લડવા તેઓ દક્ષિણ આફ્રિકા ગયા.

ગાંધીજીને રંગભેદની નીતિનો અનુભવ પિટ્સ મોરિત્સબર્ગ સ્ટેશનમાં થયો અને તેની સામે લડવાનો મક્કમ નિર્ધાર કર્યો.

ગાંધીજી પ્રિટોરિયા જવા માટે દક્ષિણ આફ્રિકાના ડરબન ખાતેથી એક ટ્રેનમાં બેઠા હતા. આ ટ્રેન દક્ષિણ આફ્રિકાના પિટ્સ મોરિત્સબર્ગ નામના સ્ટેશને પહોંચતા 7 જૂન, 1893ના રોજ તેમની પાસે ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ‘આ ડબો માત્ર ગોરાઓ માટેનો છે’ તેવું કહીને તેમને ટ્રેનમાંથી નીચે ઉતારી મૂક્યા હતા. આ ઘટનાને 7 જૂન, 2018માં 125 વર્ષ પૂર્ણ થયા છે. 
મહાત્મા ગાંધીનો
Mahatma gandhi in Gujarati

ઇ.સ 1894માં ‘નાતાલ ઈન્ડિયા કોંગ્રેસ’ ની સ્થાપના કરી હતી.

ઇ.સ 1899 “ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ’” તથા ઇ.સ 1903માં “ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયા આસોશિયન” ની સ્થાપના કરી હતી.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પોતાના જર્મન મિત્ર કાલેનબાખની મદદથી ટોલ્સટોય ફાર્મ નામે આશ્રમ સ્થાપેલો. જે ફિનિક્સ આશ્રમ તરીકે પણ ઓળખાય છે. 

ગાંધીજીને ટોલ્સટોય આશ્રમ બનાવવા માટે જમશેદજી ટાટાએ 25,000નું દાન આપેલું.

ઇ.સ 1904માં પ્લેગનો રોગ આફ્રિકામાં ફાટી નીકળતા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જોહનીસબર્ગમાં હોસ્પિટલ શરૂ કરાવી.

ગોપાલ ક્રુષ્ણ ગોખલે સાથે ગાંધીજીની પ્રથમ મુલાકાત દક્ષિણ આફ્રિકામાં ઇ.સ 1911માં થઈ હતી.

1915માં અમરેલીમાં મળેલી સભામાં ગાંધીજીએ પોતાના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવેલા.

વિશ્વ અહિંસા દિવસ

મહાત્મા ગાંધીનો જન્મ દિવસ 2 ઑક્ટોબરે દર વર્ષે સમગ્ર વિશ્વમાં “વિશ્વ અહિંસા દિવસ” તરીકે ઉજવાય છે. આ માટે 15 જૂન, 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં મતદાન થયું હતું. જેમાં મહાસભાના તમામ સભ્યોએ 2 ઓકટોબરના રોજ “વિશ્વ અહિંસા દિવસ” ની ઉજવણી કરવા માટે સહમતી આપી હતી.

સૌપ્રથમ જાન્યુઆરી 2004માં ઈરાનના નોબલ પુરસ્કાર વિજેતા શ્રીમતી શિરિન ઈબાદીએ “વિશ્વ અહિંસા દિવસ” ની ઉજવણીનો વિચાર રજૂ કર્યો હતો.

પ્રવાસી ભારતીય દિવસ

9 જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતના મુંબઈ ખાતે પરત આવ્યા હતા.  ત્યારે મુંબઈના અપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત કરાયેલું.

આથી તેમની યાદમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ “પ્રવાસી ભારતીય દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે.

મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને સ્વાતંત્ર સંગ્રામનું સફળ નેતૃત્વ કરીને કરોડો ભારતીયનું હંમેશને માટે જીવન પરીવર્તન કરી નાખ્યું હતું. આથી મહાત્મા ગાંધીજી ને ‘સૌથી મહાન પ્રવાસી’ માનવમાં આવે છે.

મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ/શહિદ દિવસ

દર વર્ષે 30 જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ‘નિર્વાણ દિવસ/શહિદ દિવસ’  તરીકે સમગ્ર દેશમાં આદર પૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે સવારે 11:00 વાગ્યાથી 11 : 02 મિનિટ સુધી મૌન પાળવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રી વગેરે આ દિવસે ગાંધીજીની સમાધી રાજઘાટ પર જઇ તેમને પુષ્પાંજલી અર્પણ કરે છે. તેમનાં માનમાં સશસ્ત્ર દળના જવાનો અને આંતર સેવા ટુકડીઓ દ્વારા તેમને સલામી આપવામાં આવે છે. તો ક્યાક ભજન, પ્રાર્થનાઓ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી સ્કૂલોમાં દેશભક્તિના ગીતો અને કાર્યક્રમ પણ યોજાય છે.

30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજી નવી દિલ્હીના બિરલા ભવનમાં પ્રાર્થનાસભામાં જઈ રહ્યા હતા. ત્યારે નથુરામ ગોડસે દ્વારા પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી અને થોડા જ સમયમાં ગાંધીજીએ ‘હે રામ’ ના છેલ્લા શબ્દો સાથે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી સ્મશાન યાત્રા ગાંધીજીની હતી જેમાં 30 લાખથી પણ વધુ લોકો જોડાયા હતા. ગાંધીજીની સમાધિ ‘રાજઘાટ’ દિલ્હી ખાતે આવેલ છે.

ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ

દક્ષિણ આફ્રિકામાં : 

01). ઇન્ડિયન નટાલ ઓર્ગેનાઈઝેશન (ઇ.સ. 1893)

02). ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ (ઇ.સ. 1899)

03). ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયા એસોસીયેશન (ઇ.સ. 1903)

04). પેસિવ રેસિસટેન્સ એસોસિયેશન (ઇ.સ. 1907)

05). ટોલ્સટોય ફાર્મ (ગાંધી આશ્રમ અથવા ફેનિક્સ આશ્રમ)

ભારતમાં :   

06). કોચરબ આશ્રમ (વર્તમાન સાબરમતિ આશ્રમ) 25 મે, 1915

07). તિલક સ્વરાજ ફંડ (2 ઓક્ટોબર, 1920)

08). ગુજરાત વિદ્યાપીઠ (ઇ.સ 1920)

09). સેવાગ્રામ આશ્રમ (10 મે, 1936)

10). ગૌ-સેવા સંઘ (ઇ.સ. 1941)

ગાંધીજીની પત્રિકાઓ કે વર્તમાનપત્રો

01). ઇન્ડિયન ઓપિનિયન (1903)

02). બુલેટિન

03). હરીજન (1933)

04). નવજીવન

05). યંગ ઈન્ડિયા

ગાંધીજી દ્વારા લખેલા પુસ્તકો

01). સત્યના પ્રયોગો (ગાંધીજીની આત્મકથા)

02). સર્વોદય દર્શન

03). આરોગ્યની ચાવી

04). પાયાની કેળવણી

05). મંગલ પ્રભાત

06). ગીતા બોધ

07). કેળવણીનો કોયડો

08). ઇકોનોમિક્સ ઓફ ખાદી

09). સત્યાગ્રહનો ઇતિહાસ 

10). ખરી કેળવણી  

11). હિન્દ સ્વરાજ

આ પણ વાંચો :

Mahatma gandhi in Gujarati : અહીં આપેલ મહાત્માગાંધી સંબધિત જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!