Join our whatsapp group : click here

Subhash Chandra bose in Gujarati | નેતાજી સુભાષચંદ્ર બોઝ

Subhash Chandra bose in Gujarati

Subhash Chandra bose in Gujarati

‘નેતાજી’ના હુલામણા નામથી જાણીતા સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિસાના કટક ખાતે થયો હતો. તેમના પિતાનું નામ રાયબહાદુર જાનકીનાથ અને માતાનું નામ પ્રભાવતીદેવી હતું.


તેમણે વર્ષ 1921માં ઈંગ્લેન્ડ જઈ ICS ની પરિક્ષા ચોથા ક્રમે પાસ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારની નોકરી સ્વીકારી ન હતી. તેઓ ‘અખિલ ભારત ટ્રેડ યુનિયન’ના પ્રમુખ બન્યા હતાં. વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા(સુરત) ખાતેના 51મા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતાં.

તેઓ વર્ષ 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં મહાત્મા ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સિતારમૈયાને હરાવીને અધ્યક્ષ બન્યા હતાં. પરંતુ ગાંધીજી સાથે મતભેદ થતા માર્ચ, 1939માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
તેઓ ‘સ્વરાજ’ નામનું અખબાર પણ ચલાવતા હતા. તેમણે વર્ષ 1939માં ‘ફોરવર્ડ બ્લોક’ નામની પાર્ટીની સ્થાપના કરી હતી.


તેમણે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ નું બિરૂદ આપ્યું હતું. તેમજ ગાંધીજી દ્વારા સુભાષચંદ્ર બોઝને ‘નેતાજી’ તથા ચિતરંજન દાસ દ્વારા ‘ધ યંગ ઓલ્ડ મેન’ અને રવીન્દ્રનાથ ટાગોર દ્વારા દેશનાયક નું બિરુદ આપવામાં આવ્યું હતું.
વર્ષ 1942માં રાસબિહારી બોઝે ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી, આગળ જતા જેની લશ્કરી પાંખ આઝાદ હિંદ ફોજ બની. 21 ઓકટોબર, 1947માં આઝાદ હિંદ ફોજના સરસેનાપતિ તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી થઈ. તેમણે આઝાદ હિંદ ફોજનું નવનિર્માણ કરીને સૈનિકોને તાલીમ આપી જેમાં ગાંધી, સુભાષ, નેહરુ અને આઝાદ ચાર બ્રિગેડ રચી. તેમણે સ્ત્રીઓ માટે એક અલગ લશ્કરી રેજિમેન્ટ ‘ઝાંસીની રાણી’ સ્થાપી. જેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું.


તેમણે ‘ચલો દિલ્હી’ અને ‘તુમ મુજે ખૂન દો, મે તુમ્હે આઝાદી દૂગા’ જેવા પ્રખ્યાત સૂત્રો આપ્યા છે. તેમણે આપેલો ‘જય હિંદ’ નો નારો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બન્યું છે. તેમણે The Indian Struggle અને ‘An Indian Pilgrim’ નામના પુસ્તકો લખ્યા હતા.


ભારત સરકાર દ્વારા અંદમાન અને નિકોબારના રોસ દ્વીપને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ, હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપ અને નીલ દ્વીપને શહીદ દ્વીપ નામ આપવામાં આવ્યું છે. તેમની સ્મૃતિમાં કાલકા – હાવરા એકસપ્રેસ ટ્રેનનું નામ ‘નેતાજી એકસપ્રેસ’ કરવામાં આવ્યું છે.


આપત્તિ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2021માં સંસ્થાઓ માટેનો આ એવોર્ડ SEEDS (Sustainable Environment and Ecological Development Society) સંસ્થાને અને વ્યક્તિગત કેટેગરીમાં ડો. રાજેન્દ્રકુમાર ભંડારીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.


સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસ 23 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે.


18 ઓગસ્ટ, 1945ના રોજ નેતાજી હવાઈ જહાજથી મંચુરિયા તરફ જઈ રહ્યા હતા. આ સફર દરમિયાન વિમાની અકસ્માતમાં તેમનું નિધન થયું હોવાનું મનાય છે.

Read more

👉 ગુજરાતનો ઇતિહાસ
👉 ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો

Subhash Chandra bose in Gujarati | નેતાજી સુભાષચંદ્ર બોઝ વિષે ગુજરાતીમાં માહિતી

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “Subhash Chandra bose in Gujarati | નેતાજી સુભાષચંદ્ર બોઝ”

Leave a Comment

error: Content is protected !!