વર્ષ 1918માં અમદાવાદમાં થયેલ મિલ મજૂર આંદોલન વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.
અમદાવાદ મિલ મજૂર આંદોલન (1918)
>> વીરમગામની જકાતબારીના પ્રશ્ન પછી ગાંધીજી સમક્ષ અમદાવાદના મિલ મજૂરોનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો.
>> ઇ.સ 1917માં અમદાવાદમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો તેથી મજૂરો અમદાવાદ છોડીને ગામડા તરફ જવા લાગ્યા હતા.
>> મજૂરોનું પ્રયાણ રોકવા માટે મિલ માલિકોએ ‘પ્લેગ બોનસ’ સામાન્ય પગારના 75% સુધી આપવા લાગ્યા હતા.
>> પ્લેગ રોગચાળો ફેલાતો બંધ થતા મિલ માલિકોએ બોનસ આપવાનું બંધ કરી દીધું.
>> પ્લેગ બોનસ ન મળતા મજૂરોએ વિરોધ કર્યો.
>> બીજી તરફ પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-18) ના કારણે ફુગાવો વધતા મોંઘવારી વધી. આંથી મિલ મજૂરો દ્વારા પગાર વધારાની માંગ થઈ હતી. પરંતુ એ અસામાન્ય થતાં હડતાળ શરૂ કરી હતી.
>> તે સમયના જાણીતા મિલ માલિક આંબાલાલ સારાભાઇના બહેન અનસૂયાબેન સારાભાઇએ ગાંધીજીની મદદ માંગી.
>> ગાંધીજીએ 35% પગાર વધારો કરવા મિલમાલિકોને સૂચવ્યું. મિલ માલિકો 20% થી વધુ પગાર વધારવાની સંમિતિમાં ન હતા.
>> ગાંધીજીએ આ ઝઘડો પંચને સોંપવા માંગણી કરી. માલિકોએ પંચ નિમવાની માંગણી ગ્રાહ્ય રાખી, પણ થોડાક મજૂરોએ કરેલી હડતાળની અસરથી તેઓ ફરી ધારણા પર બેઠા.
>> ત્યારબાદ ઉપવાસ તથા ભૂખ હડતાલ દ્વારા આંદોલન થયું. જે ગાંધીજીનું સૌપ્રથમ ભૂખ હડતાલનું આંદોલન હતું.
>> અંતે મિલ-માલિકો ઝુક્યા અને આનંદશંકર ધ્રુવની લવાદી એ 35% પગાર વધારાનો નિર્ણય લીધો પરંતુ ચુકાદો આવે તે દરમિયાન દિવસો માટે પ્રથમ દિવસે 35%, બીજા દિવસે 20% અને બાકીના ગાળાના દિવસો માટે 27.5% પગાર વૃદ્ધિ કરવાનું નક્કી કર્યું હતું.
>> આ ન્યાયપૂર્ણ લાગતા આ ‘ધર્મયુદ્ધ’ ગાંધીજીએ પાછું ખેંચી લીધું.
>> મજૂરોનો પ્રશ્ન હલ કરીને ગાંધીજીએ સત્યાગ્રહનું બીજ વાવ્યું. જે માત્ર દેશની મજૂર ચળવળને જ નહીં પરંતુ દેશની સ્વતંત્ર સંગ્રામની લડત માટે પણ ઉપયોગી થઈ પડયું હતું.
>> તેના પરિણામે ઇ.સ 1920માં અમદાવાદમાં “મજદૂર મહાજન સંઘ” ની સ્થાપના થઈ. તેના અધ્યક્ષ “અનસૂયાબહેન સારાભાઈ” હતા. તથા ત્યારબાદ ગુજરાતના અન્ય શહેરોમાં પણ મજદૂર મહાજનની સ્થાપના થઈ.
>> ઇ.સ 1935માં સરદાર પટેલના પ્રમુખ પદે “રાષ્ટ્રીય મજૂર સંઘ” ની સ્થાપના થઈ હતી.
>> આ બધા પ્રયાસોને કારણે ઇ.સ 1947માં “રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ” ની સ્થાપના થઈ હતી.
>> આ લડત દરમિયાન અનસૂયાબહેન સારાભાઈ તથા શંકરલાલ બેન્કર સત્યાગ્રહ જોડાયા હતા.
>> ગાંધીજીના આ મિલ મજૂરના આંદોલનને મહાદેવભાઈ દેસાઇએ ધર્મયુદ્ધ કહ્યું હતું.
મિલ મજૂર આંદોલનની વિશેષતાઓ
>> મજૂરોની આ લડત બાહ્ય દ્રષ્ટિએ જોતાં એક સામાન્ય મજૂર હડતાલ જેવી જણાય છે. પરંતુ ખરેખર તેમાં ઘણી વિશિષ્ટતા રહેલી હતી.
>> આ હડતાલ દરમિયાન જરાય અશાંતિ થવા ન પામી હતી.
>> હડતાલ દરમિયાન પરદેશોમાં અને ભારત દેશમાં પણ મારામારી, હિંસા તોડફોડ વગેરેના બનાવો અચૂક પામતા હતા. પરંતુ ગાંધીજીની શીખને કારણે તથા તેમની તકેદારી કારણે હિંસાનો એક પણ બનવા પામ્યો ન હતો અને શહેરની શાંતિ બરાબર જળવાઈ રહી હતી.
>> આવી શાંતિથી પ્રભાવિત થઈ તે સમયમાં અંગ્રેજ કમિશ્નર પ્રેટે એ મજૂરોને સલાહ આપી કે તેણે ગાંધીજીની સલાહ હંમેશા માનવી જોઈએ. તેમણે મજૂરોની શાંતિની ઘણી પ્રશંશા કરી હતી.
Read more