ગુજરાતી વ્યાકરણનું પ્રકરણ Sarvanam in Gujarati વિશેની માહિતી અહીં આપવામાં આવી છે. જેમાં સર્વનામના તમામ પ્રકારોની વિસ્તૃત સમજૂતી સાથે છેલ્લે ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ આપવામાં આવી છે. જેના દ્વારા તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો.
Sarvanam in Gujarati
સર્વનામની વ્યાખ્યા : નામ(સંજ્ઞા) ને બદલે વપરાતા પદોને ‘સર્વનામ’ કહે છે, જેમ કે હું, તમે, તે, તેઓ, આ, જે વગેરે પદો કોઈને કોઈ નામને બદલે વાકયામાં વપરાય છે.
દા:ત
1). તમે કયાં જાવ છો ?
2). તેઓ સુરત ગયા.
આપેલ વાકયમાં તમે અને તેઓ સર્વનામ છે.
સર્વનામના પ્રકારો
સર્વનામના મુખ્ય છ (6) પ્રકાર છે. જેની ઉદાહરણ સાથે વિસ્તૃત સમજૂતી નીચે આપેલ છે.
પુરુષવાચક સર્વનામ
જુદી જુદી વ્યાકતીઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામ પુરુષવાચક કહેવાય છે. પુરુષવાચક સર્વનામના ત્રણ પ્રકાર છે. પહેલો પુરુષ સર્વનામ, બીજો પુરુષ સર્વનામ અને ત્રીજો પુરુષ સર્વનામ.
વાકયમાં બોલનાર તે પહેલો પુરુષ, જેની સાથે એ બોલે છે તે બીજો પુરુષ અને જેના વિષે એ વાત કરે છે તે ત્રીજો પુરુષ કહેવાય છે.
પુરુષ | એકવચન | બહુવચક |
---|---|---|
પહેલો પુરુષ | હું, મારાથી, મારૂ, મારામાં | અમે, અમને, અમારાથી, અમારું, અમારામાં |
બીજો પુરુષ | તું, તમે, તારાથી, તારું,તારામાં | તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં |
ત્રીજો પુરુષ | તે, તેને, તેનાથી, તેનું, તેનામાં, | તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું, તેમનામાં |
દર્શક સર્વનામ
નામને દૂરના કે પાસેના પદાર્થ દર્શાવવા માટે જે શબ્દને બદલે વપરાય છે તે દર્શક સર્વનામ છે. જેવા કે “આ, એ, તે, પેલું” એ દર્શક સર્વનામ છે. પાસેના કે પ્રત્યક્ષ પદાર્થના નામ માટે ‘આ’ કે ‘એ’ અને દૂરના કે પરોક્ષ પદાર્થના નામ માટે ‘પેલું’ વપરાય છે. ‘એ’ કરતાં ‘આ’ વધારે નજીકના પદાર્થ માટે વપરાય છે.
ઉદાહરણ :
1). તમને કઈ ચાદર ગમી ? આ કે પેલી ?
2). જુઓ, તે દેખાય છે.
સાપેક્ષ સર્વનામ
પ્રાણી કે પદાર્થના નામ (સંજ્ઞા)ને બદલે વપરાયેલા એકબીજાની અપેક્ષા રાખતા જોડકા, એટલે કે જે સર્વનામ બીજા શબ્દની અપેક્ષા રહે છે. જેની પછી બીજો કોઈ શબ્દ વાપરવો જ પડે છે તેને સાપેક્ષ સર્વનામ કહે છે. જેમકે ‘જ્યારે-ત્યારે’, ‘જે-તે’. ‘જેવુ-તેવું’ વગેરે…
ઉદાહરણ :
1). જેવુ કરે તેવુ પામે.
2). જેવુ કાર્ય કરશો તેવું ફળ પામશો.
પ્રશ્નવાચક સર્વનામ
નામ (સંજ્ઞા) ને બદલે વપરાતાં અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતાં પદોને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. જેવા કે ‘કોણ, શું, કયું’ વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે.
(સામન્ય રીતે ‘કોણ’ સજીવ અને ‘શું’ નિર્જીવ પદાર્થ માટે વપરાય છે)
ઉદાહરણ :
1). આજે ભાવનગરથી કોણ આવ્યું છે ?
2). કોણ વાતો કરે છે ?
3). તમારે શું જોઈએ છે ?
સ્વવાચક સર્વનામ
જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઇને તેને પોતાને ઓળખાવે છે તે સ્વવાચક સર્વનામ કહેવાય છે. ‘પોતે, ખુદ, જાતે’ જેવા સ્વવાચક સર્વનામ છે.
ઉદાહરણ :
1). મે પોતે આ પુસ્તક લખ્યું છે.
2). મે જાતે ચા બનાવી છે.
અનિશ્ચિતવાચક સર્વનામ
જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવતો નથી એટલે કે જેનો નિર્દેશ અનિશ્ચિત રહે છે તેને અનિશ્ચિતવાચક સર્વનામ કહે છે. જેવા કે ‘કઈક, કોઈ, કાંઈક, અમુક, દરેક,પ્રત્યેક, સહુ, સર્વ, બધુ, અન્ય, બીજું’ વગેરે અનિશ્ચિતવાચક સર્વનામ છે.
ઉદાહરણ :
>> આ બસમાં દરેક વ્યક્તિ મુસાફરી કરી શકે છે.
>> ત્યાંથી તને કોઇકે બૂમ પાડી.
>> તેને કાંઈ ખાધુ નથી.
વધુ વાંચો