સિંધુ સંસ્કૃતિ પ્રાચીન ભારતની એક સમૃદ્ધ સંસ્કૃતિ હતી. અંહીની પ્રજા સુધરેલી શાંતિ ચાહક અને પ્રગતિશીલ હતી. આવી સંસ્કૃતિ અંત કેવી રીતે આવ્યો હશે તે અંગે નીચે આધારે અભિપ્રાયો જાણવા મળે છે.
સિંધુ સંસ્કૃતિનો અંત કેવી રીતે થયો ? Sindhu sanskruti no ant kevi rite thayo ?
1). આ સંસ્કૃતિ નદી કિનારે ફેલાયેલી હોવાથી અને સિંધુ નદીમાં વારંવાર પૂર આવવાથી આ સંસ્કૃતિનો અંત કુદરતી વિનાશ થયો હોવાનો મનાય છે.
2). પ્રાપ્ત હાડપિંજરની સ્થિતિ જોતાં એવું કહી શકાય કે હડપ્પા અને મોહે-જો-દડોની સંસ્કૃતિનો વિનાશ એકાએક થયો હોય એવો પણ અભિપ્રાય છે.આ સંસ્કૃતિનો નાશ ધરતીકંપ અથવા કોઈ પ્રજાએ કરેલા આક્રમણથી થયો હશે તેવું એક અનુમાન છે.
3). આ સંસ્કૃતિનો નાશ થવા પાછળનું કારણ આર્યોના આક્રમણને પણ ગણવામાં આવે છે.