Surendranagar jilla na gk question : અહીં સુરેન્દ્રનગર જિલ્લા સંબધિત મહત્વપૂર્ણ જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Surendranagar jilla na gk question
1). સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (વઢવાણ, લીંબડી, ચોટીલા, થાનગઢ, સાયલા, દસાડા, ચુડા, મુળી, ધ્રાંગધ્રા, લખતર)
2). સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તર દિશામાં કયા કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : કચ્છ, મહેસાણા અને પાટણ
3). સુરેન્દ્રનગર જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમદાવાદ જિલ્લો
4). સુરેન્દ્રનગર જિલ્લાની દક્ષિણ દિશામાં આવેલી જિલ્લાઓની સરહદ ? : બોટાદ અને રાજકોટ જિલ્લાની
5). સુરેન્દ્રનગર જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી જિલ્લાની સરહદ ? : મોરબી જિલ્લા
6). ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ક્યાં ભરાય છે ? : તરણેતર (સુરેન્દ્રનગર જિલ્લો)
7). તરણેતરનો મેળો ક્યારે ભરાય છે ? : ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ્ઠ
8). તરણેતરનો મેળો ક્યા મંદિર પાસે ભરાય છે ? : ત્રીનેતેશ્વર મહાદેવના મંદિરે
9). સૌથી વધુ પાતાળ કૂવા ગુજરાતના ક્યાં જિલ્લામાં છે ? : સુરેન્દ્રનગર
10). સૌરાષ્ટ્રનો કયો જિલ્લો કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? : સુરેન્દ્રનગર
11). રૂના વેપાર માટેનું સૌપ્રથમ એસોસિએશન ગુજરાતનાં કયા જિલ્લામાં સ્થપાયું હતું ? : સુરેન્દ્રનગર જીલ્લામાં
12). મરચાં ક્યાંના પ્રખ્યાત છે ? : વઢવાણના (સુરેન્દ્રનગર જિલ્લો)
13). વઢવાણનું પ્રાચીન નામ આપો ? : વર્ધમાન નગર
14). વઢવાણ ભોગાવો નદી પર સુરેન્દ્રનગર જિલ્લામાં કયા બે તેમ બાંધવામાં આવ્યા છે ? : નાયકા અને ધોળીધજા
15). સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ભોગાવો નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે ? : થોરીયાળી બંધ
16). નળ સરોવર અને કચ્છના નાનારણ વચ્ચેનો પ્રદેશ બીજા ક્યાં નામે ઓળખાય છે ? : ઝાલાવાડ
17). સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી ઊંચો પર્વત કયો છે ? : ચોટીલા પર્વત
18). ચોટીલા પર્વત પર કયા માતાજીનું વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : ચામુંડા માતાનું
19). સાયલા ગામ (ભગતના ગામ) માં કોની જગ્યા છે ? : લાલજી મહારાજની
20). સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખર અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે ? : ધ્રાંગધ્રા
21). નળસરોવર પક્ષી અભિયારણ્ય સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકમાં આવેલું છે ? : લખતર
22). સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે ? : અષાઢી બીજ
સુરેન્દ્રનગર જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |