Voting card online Apply Gujarat : Voter Id એટેલે કે ચૂંટણી કાર્ડ ખૂબ મહત્વનું ડૉક્યુમેન્ટ છે. જે તમામ ભારતના નાગરિકને બનાવવું ફરજિયાત છે. એટલા માટે અમે તમે આજે Voter ID Card ઓનલાઈન અને ઓફલાઇન કેવી રીતે બનાવી શકશો અને તેના માટે કયા-કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી આપીશું.
Table of Contents
Voting card online Apply Gujarat
સમય સમય પર ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે. જેમાં તમે તમારા ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવી શકો છો, નવું ચૂંટણી કાર્ડ કાઢવી શકો છો, ચૂંટણી કાર્ડને રદ કરાવી શકો છો. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમની તારીખ તમે તમારા વિસ્તારના BLO પાસેથી જાણી શકો છો.
પરંતુ જો તમારે ઘર બેઠા ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારો કરવો છે કે નવું ચૂંટણી કાર્ડ બનાવવું છે તો તેના માટેની ઓનલાઈન પ્રોસેસની માહિતી નીચે આપેલ છે. આ પ્રોસેસ જાણતા પહેલા Voter Id Card ના ઉપયોગો, કઢાવવા માટેની લાયકાત અને જરૂરી ડૉક્યુમેન્ટ વિશે માહિતી મેળવીશું.
Voter Id Card કઢાવવા માટેની લાયકાત
1). ચૂંટણી કાર્ડ (Voter ID) ફક્ત ભારતનો નાગરિક જ કાઢવી શકશે.
2). 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિનું જ કાર્ડ બનશે.
3). ચૂંટણી કાર્ડ બનાવવા માટે અડ્રેસ પ્રૂફ હોવું જરૂરી છે.
ચૂંટણી કાર્ડ બનાવવા માટે જરૂરી પ્રમાણપત્રો
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
- ઓળખપત્ર (જન્મ તારીખનો દાખલો, પાસપોર્ટ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
- અડ્રેસ પ્રૂફ (ગ્રામ પંચાયતનો દાખલો, લાઇટ બિલ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
ચૂંટણી કાર્ડના ઉપયોગ
ચૂંટણી કાર્ડ નીચે મુજબ તમને રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવી શકે છે.
1). ભારત કે ગુજરાત સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા માટે
2). લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ હોવું ફરજિયાત છે.
3). તમે કોઈપણ જગ્યાએ ચૂંટણી કાર્ડને ઓળખપત્ર કે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકો છો.
4). ચૂંટણી કાર્ડની મદદથી અન્ય ડોક્યુમેન પણ બનાવી શકો છો.
5). ચૂંટણી કાર્ડ તમને ભારતના નાગરિક છવો તેસિદ્ધ કરે છે.
ઓનલાઇન ચૂંટણી કાર્ડ કેવી રીતે કઢાવશો | Voting card online Apply Gujarat
નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે નીચે મુજબના સ્ટેપ ને અનુસરો
- સૌપ્રથમ ભારત સરકારની ઓફિશ્યલ વેબસાઇટ www.nvsp.in પર જાવ. (જેની લિન્ક છેલ્લે આપેલ છે.)
- તેમાં ચૂંટણી કાર્ડ અપટેડ કરવાનો વિકલ્પ હશે તેમાં જાવ.
- ત્યારે બાદ ફોર્મ નંબર-08 પર ક્લિક કરો.
- ફોર્મ નંબર-08 ઓપન કરી તેમાં નામ, જન્મ તારીખ, રાજય, વિસ્તાર, સ્થાનિક સરનામું જેવી તમામ માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો.
- ત્યાર બાદ ઓપ્શનલ વિગતોમાં તમારું Email ID અને મોબાઈલ નંબર સબમિટ કરશો.
- ત્યાર બાદ તમારે તમારા ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં તમારે ફોટોગ્રાફ, રહેઠાણનો પુરાવો, ઓળખપત્ર અપલોડ કરવાનું રહેશે. (ફોટા ઓરિજિનલ કરવા ઝેરોક્ષ નહીં)
- એક વાર તમામ માહિતી ચેક કરી લ્યો. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી તમારી અરજી સબમિટ કરો.
- Voter ID અપટેડ થયા બાદ તમે નાખેલા મોબાઈલ નંબર & Email ID પર તમને રેફરન્સ નંબર મળી જશે.
જો અરજી કરવા માં તફલિક પડે તો તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરો.
ચૂંટણી કાર્ડ કઢાવવા માટેની ઓફિશ્યલ વેબસાઇટ : | Click here |
4Gujarat નું Home Page : | Click here |