Join our WhatsApp group : click here

ગુજરાત વિશે જાણવા જેવું | ગુજરાત વિશે અજાણી માહિતીનો સંગ્રહ

અહીં ગુજરાત વિશે જાણવા જેવું આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના તમામ મહત્વના તથ્યો આપવામાં આવ્યા છે. આ માહિતી વાંચી તમને ગુજરાત વિશે ઘણી બધી અજાણી વાતોથી માહિતગાર થશો.

ગુજરાત વિશે જાણવા જેવું

👉 ગુજરાત રાજયની સ્થાપના 1 મે, 1960ના રોજ સંયુક્ત મુંબઈ રાજયમાંથી થઈ હતી.

👉 ગુજરાત રાજયનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.

👉 ગુજરાત રાજય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલું છે.

👉 ગુજરાત રાજયનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કી.મી. (75,686 ચોરસ માઈલ) છે.

👉 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમું સૌથી મોટું રાજય છે. ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (6.96%) ભાગ રોકે છે.

👉 ગુજરાત રાજયની ઉત્તર-દક્ષિણ લંબાઇ 590 કી.મી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 500 કી.મી. છે.

👉 ઉત્તર-પશ્ચિમ સરહદે પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની 512 કી.મી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે.

👉 ગુજરાતએ ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજય છે. જેની લંબાઇ 1600 કી.મી. (990 માઈલ) છે.

👉 ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયાકિનારો ધરાવે છે.

👉 ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે.

👉 વર્તમાનમાં ગુજરાતના 15 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે. (કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ)

👉 ગુજરાતનાં દરિયાકિનારે બે અખાત આવેલા છે. 1). કચ્છનો અખાત 2). ખંભાતનો અખાત

👉 સમગ્ર ભારતના કુલ 30% બંદરો ગુજરાત રાજય ધરાવે છે.

👉 ગુજરાતમાં નાના-મોટા કુલ 42 બંદરો આવેલા છે.

👉 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. જે 26 જાન્યુઆરી, 1991 થી કાર્યરત છે.

👉 ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા જયારે વર્તમાનમાં ગુજરાતમાં 33 જિલ્લાઓ આવેલા છે.

👉 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે.

👉 ગુજરાતમાં વસ્તીમાં સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે.

👉 ગુજરાતમાં સૌથી વધુ બ્રોડગેજ રેલવે માર્ગ આવેલા છે.

👉 ગુજરાતમાં નેશનલ એક્સપ્રેસ હાઇ-વે (N.E.-1) જે મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાઈ-વે કહેવાય છે. તે અમદાવાદ અને વડોદરા વચ્ચે 93 કી.મી ના અંતરમાં આવેલો છે.

👉 ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ ના ગરબાડા ખાતે થાય છે.

👉 ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત સીરક્રિક (કચ્છ) માં થાય છે.

👉 ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકાઓ અને 159 નગરપાલિકાઓ આવેલી છે.

👉 ગુજરાતમાં સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો ડાંગ છે, જ્યારે સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ છે.

👉 ગુજરાતમાં સૌથી વધુ રોકડિયા પાક લેવાય છે.

👉 ગુજરાતમાં ખાદ્યપાકોમાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થાય છે.

👉 ગુજરાતમાં કુલ 26 ખનીજો મળી આવે છે.

👉 કુલ ખનીજોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન બીજું છે.

👉 ભારતમાં સૌથી વધુ ડેનિમ કાપડનું ઉત્પાદન ગુજરાત કરે છે.

👉 સોડા એશ અને પોલીથિનના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે.

👉 ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકો 182 છે. જેમાં અનુસુચિત જાતિ માટે 13 અને અનુસુચિત જાણજાતિ માટે 26 બેઠકો અનામત છે.

👉 ગુજરાતમાં લોકસભાની 26 અને રાજયસભાની 11 બેઠકો છે.

👉 ગુજરાતનું રાજય પ્રાણી સિંહ છે.

👉 ગુજરાતનું રાજય પક્ષી સુરખાબ (ફ્લેમિંગો) છે.

👉 ગુજરાતનું રાજય નૃત્ય ગરબો છે.

👉 ગુજરાતની રાજય રમત ક્રિકેટ અને કબડ્ડી છે.

👉 ગુજરાતની રાજભાષા ગુજરાતી છે.

👉 ગુજરાતનું રાજય ગીત ‘જય જય ગરવી ગુજરાત’ છે.

👉 ગુજરાતનું રાજય વૃક્ષ આંબો છે.

👉 ગુજરાતનું રાજય ફૂલ ગલગોટો છે.

👉 ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ (ભરુચ) છે.

👉 ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરીયા છે.

👉 ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા છે.

👉 ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાની મેળો છે.

👉 ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઈ (ડાંગ) ખાતે આવેલો છે.

👉 પાણીના જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે.

👉 ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ઊંઝા (જી. મહેસાણા) છે.

👉 ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કાલુપૂર સ્ટેશન, અમદાવાદ છે.

👉 ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર છે.

👉 ગુજરાતની સૌથી મોટું કુત્રિમ સરોવર સરદાર સરોવર છે.

👉 ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે. જેની લંબાઇ 321 કી.મી છે.

👉 ગુજરાતનો સૌઠું ઊંચો પર્વત ગીરનાર છે.

👉 ગુજરાતમાં સૌથી વધુ મંદિરો પાલિતાણા ખાતે આવેલા છે. જ્યાં શેત્રુંજય પર્વત પર 863 જૈન મંદિર આવેલા છે.

આ પણ વાંચો

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી :ડો. જીવરાજ મહેતા
ગુજરાતના પ્રથમ રાજયપાલ :મહેંદીનવાજ જંગ
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :કલ્યાણજી મહેતા
ગુજરાતના પ્રથમ મહિલા રાજયપાલ :શારદા મુખરજી
ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી :આનંદીબેન પટેલ
ગુજરાત વિશે જાણવા જેવું

અહીં આપેલ ગુજરાત વિશે જાણવા જેવું તમને કેવું લાગ્યું તે અમને કમેંટ કરી જરૂર જણાવશો. હવે તમે કયા ટોપીક વિશે વાંચવા માંગો છો તે પણ કહો અમે તમને જે-તે ટોપીક પર માહિતી ઉપલબ્ધ કારવીશું.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!