Join our WhatsApp group : click here

ગોળમેજી પરિષદ | Golmeji Parishad in Gujarati

સાયમન કમિશનની ભલામણો પર વિચાર કરવા અને ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદોનું લંડનમાં બોલાવી. આ પરિષદમાં બેસવા માટે ગોળ ટેબલ વપરાયું હતું તેથી તેને ગોળમેજી પરિષદથી ઓળખવામાં આવે છે.

Golmeji Parishad in Gujarati

Golmeji Parishad in Gujarati : અહીં ત્રણેય ગોળમેજી પરિષદ વિશે સંબધિત માહિતી આપેલી સાથે ટૂંકમાં ગાંધી-ઇરવિન કરાર વિશે પણ માહિતી આપેલી છે.

પ્રથમ ગોળમેજી પરિષદ

>> 12 નવેમ્બર 1930 થી 13 જાન્યુઆરી 1931 સુધી 31 દિવસનું સંમેલન લંડનમાં ભરાયું હતું. જે પ્રથમ ગોળમેજી પરિષદ તરીકે ઓળખવામાં આવે છે.

>> આ બેઠકમાં અંગ્રેજ સરકારે ભારતીયોને સરખો દરજ્જો આપ્યો હતો.

>> આ પરિષદમાં કુલ 89 સભ્યોએ ભાગ લીધો હતો જેમાં..

16 બ્રિટિશ પક્ષના

16 દેશી રજવાડાના

57 સભ્યો બ્રિટિશ ભારતના હતા.

>> પ્રથમ ગોળમેજી પરિષદનું ઉદ્ઘાટન બ્રિટનના રાજા જ્યોર્જ પાંચમાએ કર્યું હતું. જેના અધ્યક્ષ પદે બ્રિટનના વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડ હતા.

>> પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેર હાજરીને લીધે નિષ્ફળ ગઈ.

પ્રથમ ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય :

1). તેજબહાદુર સપ્રુ

2). ફઝલૂલ હક

3). શ્રી નિવાસ શાસ્ત્રી

4). હામી મોદી

5). એમ.આર. જયકર

6). સુંદરસિંહ મજેઠીયા

7). બાબા સાહેબ ભીમરાવ આંબેડકર

ગાંધી ઇરવિન કરાર

બીજી ગોળમેજી પરિષદ પહેલા કોંગ્રેસને મનાવી લેવા તેજ બહાદુર સપ્રુ અને જયકરના પ્રયત્નોથી 05 માર્ચ, 1930ના રોજ ગાંધીજી અને ઇરવિન વચ્ચે દિલ્હી ખાતે સમજૂતી થઈ.

જેને દિલ્હી કરાર કે ગાંધી-ઇરવિન કરાર પણ કહે છે.

આ કરાર અંતર્ગત કોંગ્રેસ દ્વારા સવિનય કાનૂન ભંગ આંદોલન બંધ કરી દેવાયું, ભારતીયને મીઠાના ઉત્પાદનનો અધિકાર અપાયો અને કોંગ્રેસે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો.

બીજી ગોળમેજી પરિષદ

>> 7 સપ્ટેમ્બર 1931 થી 1લી ડિસેમ્બર 1931 સુધી લંડનમાં બીજી ગોળમેજી પરિષદ ચાલી હતી.

>> બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એક માત્ર પ્રતિનિધિ તરીકે મહાત્મા ગાંધીજીએ ભાગ લીધો હતો.

>> બીજી ગોળમેજી પરિષદમાં એની બેસન્ટ અને મદનમોહન માલવિયાએ પોતાના ખર્ચે ભાગ લીધો હતો.

>> ગાંધીજી જ્યારે આ પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ ગીત ગાયુ હતું.

>> આ બેઠકમાં ડો. ભીમરાવ આંબેડકરે દલિતો માટે અનામત સીટોની માંગણી કરી. જેનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો.

>> સાંપ્રદાયિક મુદ્દાઓને લીધે પરિષદ પહેલી ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ.

>> 28 ડિસેમ્બર, 1931ના રોજ ગાંધીજી ખાલી હાથે મુંબઇ પાછા આવ્યા.

>> ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે વાઇસરોય ઇરવિનની જ્ગ્યાએ વાઈસરૉય વેલિંગ્ટન હતા.

>> ગાંધીજી સ્વદેશ પરત ફર્યા અને વાઇસરોય વિલિંગ્ટનને મળી આ પરિષદને ગાંધી ઇરવિન કરારના ભંગ સમાન જણાવી.

>> આ પરિષદમાં જ ફ્રેંક મોરેસે ગાંધીજીને ‘અર્ધ નંગા ફકીર’ કહ્યા હતા.

>> બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહી હોવાથી જ ગાંધીજીએ 03 જાન્યુઆરી, 1932ના રોજ સવિનય કાનૂન ભંગનો તબક્કો શરૂ કર્યો.

ત્રીજી ગોળમેજી પરિષદ

>> 17 નવેમ્બર, 1932 થી 24 ડિસેમ્બર 1932 સુધી ત્રીજી ગોળમેજી પરિષદ લંડનમાં યોજાઇ.

>> આ પરિષદનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો.

>> આ પરિષદમાં 46 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

>> આ પરિષદમાં ભારત સરકાર અધિનિયમ, 1935નો ચોક્ક્સ મુસદ્દો ઘડવામાં આવ્યો હતો.

>> ત્રીજી ગોળમેજી પરિષદના પરિણામે બ્રિટનના જે તે સમયના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે ‘કોમી ચુકાદા’ ની જાહેરાત કરી આ ચુકાદામાં દલિતોને અનામત આપવાની જોગવાઈ હતી.

>> આ કોમી ચુકાદાના વિરોધમાં ગાંધીજીએ પુનાની યરવડા જેલમાં જ આમરણ ઉપવાસ શરૂ કર્યા.

>> જેના પરિણામે પુનાની જેલમાં જ ગાંધીજી અને ડો. ભીમરાવ આંબેડકર વચ્ચે કરાર થયા જે ‘પૂના કરાર’ તરીકે પ્રસિદ્ધ થયા.

>> આ કરાર મુજબ પ્રાંતિય વિધાન મંડળોમાં દલિત વર્ગો માટે 71 ને બદલે 148 બેઠકો અનામત રાખવામા આવી અને કેન્દ્રીય વિધાન મંડળમાં 18% બેઠકો અનામત રાખવામાં આવી.

સંબધિત તથ્યો

  • ડો. બાબા સાહેબ આંબેડકરે ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો.
  • કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ ફક્ત બીજી પરિષદમાં હાજરી આપી હતી.    
  • પ્રથમ અને બીજી ગોળમેજી પરિષદનો કોંગ્રેસે ઇન્કાર કર્યો હતો.
  • વિન્સ્ટલ ચર્ચીલે બ્રિટિશ સરકારની નિંદા કરતાં કહ્યું કે “દેશદ્રોહી ફકીર(ગાંધીજી)ને સરખો દરજ્જો આપવાની ભૂલ કરી રહી છે.

Read more

👉 ભારતના ઇતિહાસની pdf
👉 ભારતના ઇતિહાસની ક્વિઝ
👉 ભારતના ગવર્નર, ગવર્નર જનરલ અને વાઇસરોય અને તેના કાર્યો
Golmeji Parishad in Gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!