અહીં ભારતના ગવર્નર, ગવર્નર જનરલ, વાઈસરોય અને તેના કર્યો વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે.
ભારતના ગવર્નર, ગવર્નર જનરલ, વાઈસરોય અને તેના કર્યો
અહીં ભારતના તમામ ગવર્નર/ગવર્નર જનરલ/ વાઇસરોયના નામો અને તેની નીચે તેના મુખ્ય કર્યો/ નિર્ણયો વિશે માહિતી આપવામાં આવી છે.
રોબર્ટ ક્લાઇવ
>> દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળમાં શરૂ કરનાર
વોરેન હેસ્ટિંગ
>> ઇ.સ 1781 ના કલકત્તામાં પ્રથમ મદરેસાની સ્થાપના કરાવી.
>> ઇ.સ 1784માં ‘એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ’ ની સ્થાપના કરી.
>> વોરેન હેસ્ટિંગે કલકત્તામાં વડી અદાલતની સ્થાપના કરાવી.
લોર્ડ કોર્નવોલિસ
>> જિલ્લાની અંદર પોલીસ વ્યવસ્થાની શરૂવાત કરી.
>> સ્થાયી બંદોબસ્તની શરૂવાત પણ કોર્નવોલિસે કરી.
>> કોર્નવોલિસે ‘નાગરિક સેવાનો જનક’ કહેવામા આવે છે.
લોર્ડ વેલેસ્લી
>> સહાયક સંધિની શરૂવાત કરનાર
લોર્ડ હેસ્ટિંગ
>> અંગ્રેજો અને ગોરખાની વચ્ચે ‘સંગોલીની સંધિ’ કરીને ‘આંગ્લ નેપાળ યુદ્ધ’ નો અંત કર્યો.
>> પિંડારીઓનું દમન પણ હેસ્ટિંગે જ કર્યું.
લોર્ડ વિલિયમ બેંટિક
>> ભારતના પ્રથમ ગવર્નર જનરલ
>> રાજા રામમહોન રાયના સહયોગથી ઇ.સ 1829માં ‘સતીપ્રથા’ નો અંત કર્યો.
>> ઇ.સ 1830માં ‘ઠગીપ્રથા’ ને સમાપ્ત કરી.
>> ‘દૂધપીતીપ્રથા’ પર પ્રતિબંધ લગાવ્યો.
ચાર્લ્સ મેટકોફ
>> ‘ભારતીય પ્રેસનો મુક્તિદાતા’ મેટકોફને કહેવાય છે.
લોર્ડ હાર્ડિગ
>> ‘નરબલી પ્રથા’ પર રોક લગાવી.
લોર્ડ ડેલહાઉસી
>> ‘ખાલસા નીતિ’ ની શરૂવાત કરી.
>> ઇ.સ 1854માં ‘વુડ ડિસ્પેચ’ ને લાગુ કરી શિક્ષણ સંબધી સુધારા કરવામાં આવ્યા.
>> ‘ભારતીય રેલવેના જનક’ ડેલહાઉસીને કહેવામા આવે છે.
>> ‘સાર્વજનિક નિર્માણ વિભાગ’ અને લોકસેવા વિભાગની સ્થાપના કરી.
લોર્ડ કેનિંગ
>> કેનિંગના સમયમાં 1857નો વિપ્લવ થયો હતો.
>> બોમ્બે, કલકત્તા અને મદ્રાસમાં એક એક ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી.
>> કેનિંગે મુઘલ સમ્રાટનું પદ સમાપ્ત કરી નાખ્યું.
>> ‘ખાલસા નીતિ’ નો અંત કર્યો.
લોર્ડ લોરેન્સ
>> ઇ.સ 1865માં ભારત અને યુરોપની વચ્ચે પહેલી સમુદ્રી ટેલિગ્રાફ સેવા શરૂ કરી.
લોર્ડ મેયો
>> ઇ.સ 1872માં કૃષિ વિભાગની સ્થાપના કરી.
લોર્ડ લિટન
>> આના સમયમાં ઇ.સ 1878માં ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ’ પસાર કરવામાં આવ્યો.
>> અલીગઢમાં એક મુસ્લિમ-એંગ્લો પશ્ચિમ મહા વિદ્યાલયની સ્થાપના કરી.
લોર્ડ રિપન
>> ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ’ ને સમાપ્ત કર્યો.
>> ‘સ્થાનિય સ્વરાજ્યની’ શરૂવાત કરી.
>> ઇ.સ 1881માં પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કરાવી.
>> શિક્ષણને સુધારવા વિલિયમ હંટરની વટપણ હેઠળ ‘હંડર કમિશન’ની સ્થાપના કરી.
લોર્ડ ડફરીન
>> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના આના સમયમાં થઈ હતી.
લોર્ડ કર્ઝન
>> સિંચાઇ આયોગ, વિશ્વ વિદ્યાલય આયોગ તથા દુષ્કાળ આયોગની સ્થાપના કરી.
>> ઇ.સ 1904માં ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના કરી.
લોર્ડ ચેમ્સફોર્ડ
>> ઇ.સ 1916માં પૂનામાં મહિલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી.
>> ઇ.સ 1919માં રોલેટ એક્ટ પાસ થયો હતો.
>> ઇ.સ 1919માં આના સમયમાં જલિયાવાલાબાગ હત્યાકાંડ થયો હતો.
લોર્ડ ઇરવિન
>> પ્રથમ ગોળમેજી પરિષદ થઈ હતી.
>> ઇ.સ 1931માં ગાંધી-ઇરવિન કરાર થાય.
લોર્ડ વેલિંગટન
>> બીજી તથા ત્રીજી ગોળમેજી પરિષદ થઈ હતી.
>> ઇ.સ 1935માં અધિનિયમ પસાર થયો હતો.
લોર્ડ લિનલીથગો
>> પહેલી વાર ચૂંટણી કરાવી જેમાં કોંગ્રેસે 11 માંથી 8 પ્રદેશોમાં પોતાની સરકાર બનાવી.
>> આના સમયમાં ઇ.સ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ પસાર થયો.
લોર્ડ વેવેલ
>> ઇ.સ 1945માં શિમલા કરાર થયા.
>> ઇ.સ 1946માં કેબિનેટ મિશન ભારત આવ્યું.
લોર્ડ માઉન્ટબેટન
>> ભારત વિભાજન તથા ભારતને આઝાદી આના સમયમાં જ મળી હતી.
>> સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે.