Attorney General in Gujarati : અહીં ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી એટર્ની જનરલ (મહાન્યાયવાદી) વિશેની માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Table of Contents
એટર્ની જનરલ (અનુચ્છેદ -76)
>> એટર્ની જનરલના પદની જોગવાઈ ભારતના બંધારણના અનુચ્છેદ -76માં કરવામાં આવી છે.
>> એટર્ની જનરલને મહાન્યાયવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> એટર્ની જનરલ ભારત દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી છે. તે ભારત દેશની કોઈપણ અદાલતમાં સુનવણી કરવાનો અધિકાર ધરાવે છે.
એટર્ની જનરલ નિમણૂક
રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે.
લાયકાત
>> ભારતનો નાગરિક હોવો જોઈએ
>> સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશ થવા માટેની લાયકાત અર્થાત ઉચ્ચ ન્યાયાલયમાં 5 વર્ષ સુધી ન્યાયધીશ તરીકે અથવા ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ.
>> રાષ્ટ્રપતિના મતાનુસાર કાયદા નિષ્ણાંત હોવો જોઈએ.
એટર્ની જનરલનો કાર્યકાળ
>> એટર્ની જનરલ માટે ભારતના બંધારણમાં કાર્યકાળ નિશ્ચિત કરવામાં આવ્યો નથી.
>> આ ઉપરાંત તેને હટાવવા માટે પણ બંધારણમાં કોઈ વ્યવસ્થા નથી.
>> તે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે અર્થાત રાષ્ટ્રપતિ તેને ગમે ત્યારે હટાવી શકે છે.
>> મોટેભાગે સરકાર બદલાય તેમ તે પણ બદલાય જાય છે. તેની નિમણૂક જે-તે સરકારની સલાહ અનુસાર થાય છે. અર્થાત મંત્રી પરિષદ રાજીનામું આપે તો તે પણ રાજીનામું આપી દે છે.
પગાર
>> એટર્ની જનરલના પગાર સબંધિત બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.
>> રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાયેલ મહેનતાણું આપવામાં આવે છે.
એટર્ની જનરલના કાર્યો
1). રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપાયેલ કાયદા સંબધિત બાબતોમાં ભારત સરકારને સલાહ આપવી.
2). એવ તમામ મામલાઓ કે જે ભારત સરકાર સંબધિત હોય તેમાં ભારત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટ કે રાજયની હાઇકોર્ટમાં રાજુવાત કરવી.
3). જયારે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ -143 અંતર્ગત સર્વોચ્ચ અદાલતને કોઈ સંદર્ભ સોંપવામાં આવે ત્યારે ભારત સરકારનું સર્વોચ્ચ અદાલતમાં પ્રતિનિધિત્વ કરવું.
4). બંધારણ દ્વારા/કોઈ કાયદા દ્વારા/રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપાયેલ કાનૂની કાર્યો અને ફરજોનું પાલન કરવું.
5). અનુચ્છેદ -88 પ્રમાણે એટર્ની જનરલ કોઈપણ ગૃહ અથવા બંને ગૃહના સંયુકત અધિવેશન અથવા સંસદની કોઈપણ સમિતિમાં બોલવાનો અને તેમાં ભાગ લેવાનો અધિકાર એટર્ની જનરલ ધરાવે છે. પણ મતદાન કરવાનો અધિકાર તેને પ્રાપ્ત નથી.
6). અનુચ્છેદ -105(4) પ્રમાણે પોતાના પદના આધારે એટર્ની જનરલને સંસદના સભ્યની જેમ વિશેષાધિકાર પ્રાપ્ત છે.
એટર્ની જનરલની મર્યાદા
>> તે ભારત સરકાર વિરુદ્ધ કોઈ સલાહ કે વિશ્લેષણ ન આપી શકે.
>> ભારત સરકારની મંજૂરી પરવાનગી વગર તેઓ ફોજદારી કાર્યવાહીમાં કોઈ આરોપ કે બચાવ ન કરી શકે.
>> ભારત સરકારની મંજૂરી સિવાય તેઓ કોઈ કંપની અથવા નિગમના નિર્દેશકનો હોદ્દો સ્વીકારી શકે નહીં.
મહાધિવકતા (સોલીસીટર જનરલ)
>> ભારતના એટર્ની જનરલ પછીના ભારત સરકારનો કાનૂની સલાહકાર સોલિસિટર જનરલને ગણવામાં આવે છે.
>> સોલિસિટર જનરલનો હોદ્દો બંધારણીય નથી.
>> ભારતના બંધારણમાં સોલિસિટર જનરલનો ક્યાંય ઉલ્લેખ નથી.
>> સોલિસિટર જનરલ ભારતના એટર્ની જનરલને તેના કાર્યમાં મદદ કરે છે.
ભારતના અત્યાર સુધીના એટર્ની જનરલ
ક્રમ | એટર્ની જનરલ | સમયગાળો |
---|---|---|
01. | એમ.સી. સેતલવાડ | 1950-63 |
02. | સી.કે. દફતરી | 1963-68 |
03. | નીરેન ડે | 1968-77 |
04. | એસ.વી. ગુપ્તા | 1977-79 |
05. | એલ.એન. સિન્હા | 1979-83 |
06. | કે. પરાસરન | 1983-89 |
07. | સોલી સોરબજી | 1989-90 |
08. | જી. રામાસ્વામિ | 1990-92 |
09. | મિલોન કે. બેનર્જી | 1992-96 |
10. | અશોક દેસાઇ | 1996-98 |
11. | સોલી સોરબજી | 1998-2004 |
12. | મિલોન બેનર્જી | 2004-09 |
13. | ગુલામ ઈ. વહાણવટી | 2009-14 |
14. | મુકુલ રોહતગી | 2014-17 |
15. | કે.કે વેણુગોપાલ | 2017-અત્યાર સુધી |
Read more
👉 ભારતના બંધારણની મોક ટેસ્ટ |
👉 ભારતના બંધારણની pdf |
👉 વિધાન સભા અને વિધાન પરિષદ |
Attorney General in Gujarati : : Bharat nu Bandharan : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.