વર્ષ 2014માં લેવાયેલી બિન સચિવાલય પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના તમામ પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
બંધારણના પૂછયેલા પ્રશ્નો
બિન સચિવાલય ક્લાર્ક વર્ષ 2014
1). સંસદમાં નાણાકીય ખરડો મૂકવા કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? : રાષ્ટ્રપતિ
2). નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.
રાષ્ટ્રીય ફૂલ – કમળ
રાષ્ટ્રીય ફળ – કેરી
રાષ્ટ્રીય પ્રાણી – સિંહ
રાષ્ટ્રીય પક્ષી – મોર
3). ભારતીય સંવિધાનસભા દ્વારા ક્યારે સંવિધાન અપનાવવામાં આવ્યું હતું? : 26 નવેમ્બર 1949
4). ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે? : 44
5). બંધારણ મુજબ જમ્મુ કશ્મીર ભારતીય સંઘનો કેવો ભાગ છે? : એક અતૂટ ભાગ છે.
6). બંધારણના ક્યાં અનુચ્છેદ હેઠળ જમ્મુ કશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે? : અનુચ્છેદ -370
7). ક્યા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને સર્વગ્રાહી બંધારણ ગણવામાં આવે છે? : ભારત
8). વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે ક્યૂ વિધાન સાચું નથી?
A). મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઇ શકે
B). આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.
C). આ સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
D). આ સમિતિના સભ્ય હોય તેવા વિધાનસભા મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
9). ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવે છે? : અનુસૂચિ – 1
10). ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો છે? : રાજકીય અધિકાર
11). માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો : 12-10-2005
12). બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલી છે? : કલમ-324
13). ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા : ડો. રાજેન્દ્ર પ્રસાદ
14). રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ગેર હાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજ કોણ નિભાવે છે? : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
15). ભારતની વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે? : રાષ્ટ્રપતિ
16). રાષ્ટ્રપતિએ જાહેર કરેલો વટહુકમ સંસદ શરૂ થયા કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? : છ અઠવાડીયામાં
17). બંધારણમાં 42માં સુધારા દ્વારા ક્યાં અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? : 51-C
18). ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વહેચાયેલું છે? : 22
19). ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ એ શબ્દ ક્યાં રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? : મહાત્મા ગાંધી
20). રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? : 35 વર્ષ
21). બંધારણ – 1950 મુજબ કઈ જોડ સાચી નથી?
A). બંધરણનો ભાગ -3 (અનુચ્છેદ -15) : મૂળભૂત ફરજો
B). બંધારણનો ભાગ -1 (અનુચ્છેદ -1 થી 4) : સંઘ અને તેનો વિસ્તાર
C). બંધારણનો ભાગ – 2 (અનુચ્છેદ –5 થી 11) નાગરિકત્વ
D). બંધારણનો ભાગ -4 (અનુચ્છેદ -36 થી 51) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
22). રાજ્યના એડવોકેટ જનરલનાં કર્યો અને ફરજોનાં સંદર્ભેમાં કઈ બાબત સાચી નથી?
A). રાજ્યની વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની અધિકાર છે.
B). રાજ્યને કાયદાકીય બાબતમાં સલાહ આપે છે.
C). ગૃહમાં તેવો મત આપી શકે છે.
D). રાજયપાલ તેઓને નીમે છે.
24). ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછયેલા પ્રશ્નોનાં ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? : સચિવાલય
25). ‘ન્યાયિક સક્રિયતા’ ને નીચેનામાંથી કોની સાથે સંબધ છે?
1). ન્યાયમંત્ર – સ્વાતંત્ર્ય
2). ન્યાયિક સમિક્ષા
3). બંધારણ સુધારો
4). જાહેરહિતની અરજીઓ
26). સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? : વહીવટી
27). બંધારણનાં ક્યાં અનુચ્છેદનો ઉપયોગ રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે? : અનુચ્છેદ -356
28). રાજપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? : રાજયની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ
29). બંધારણનાં ક્યાં અનુચ્છેદમાં સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપયેલું છે? : અનુચ્છેદ – 311
30). ‘કાયદાની નજરે સૌ સરખા’ એવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? : 14
31). જાહેર નીતિ ઘડનાર તંત્રોમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે?
A). કારોબારી અને અમલદારશાહી
B). ન્યાયતંત્ર
C). ધારાસભા
D). A,B,C ત્રણેય
32). બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? : 17
33). ગુજરાત સરકારનું બજેટ રાજયપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? : નાણાંમંત્રી
34). ધર્મ સ્વાતંત્ર્યનાં હક સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A). શીખ ધર્મની માન્યતામાં કિરપાણ ધારણ કરવાનો અને તે સાથે લઈને ફરવાનો સમાવેશ થાય છે.
B). રાજયના નાણામાંથી પૂરેપુરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે.
C). તમામ લોકોને અંત:કરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક રહેશે.
D). એક પણ નહીં
35). 6થી કેટલા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે? : 14
1 thought on “બિન સચિવાલય પરીક્ષામાં બંધારણના પૂછાયેલા પ્રશ્નો”