અહીં વર્ષ 2015-16માં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછયેલા કાયદા વિષયનાં પ્રશ્નો આપવામાં આવ્યા છે.
ભારતીય કાયદાના પ્રશ્નો
પોલીસ કોન્સટેબલ 2016
1). જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી…… : ફરજિયાત છે.
2). પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાનાઇ જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે? : સી.આર.પી.સી. કલમ -125
3). સી.આર.પી.સી. ની જોગવાઇઓ અનુસાર, નીચેનામાંથી ક્યાં અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન- કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? : જ્યુડિશિઅલ મેજીસ્ટ્રેટ- ફર્સ્ટ ક્લાસ
4). સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાંની મુદ્દત કેટલા દિવસની હોય છે? : ત્રીસ દિવસ
5). સી.આર.પી.સી ના પ્રબંધો સંદર્ભ, તહોમતનામાંનો હેતુ શું છે? : આરોપીને ગુના અંગેની જાણ કરવી
6). ગૌણ પુરાવો ક્યાં સંજોગોમાં રજૂ કરી શકાય? : 1). જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય 2). જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય 3). જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય.
7). હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? : કોઈ વ્યક્તિએ કઇંક સભાળ્યું અથવા જોયું
8). ઈન્સાફી કાર્યવાહી ક્યાં તબક્કે સૂચક પ્રશ્ન પુછવામાં આવે છે? : ઊલટ તપાસ સમયે
9). ભારતના પુરાવાના કાયદાના સંદર્ભ, નીચેનામાંથી સહ-તહોમતદારકોને ગણી શકાય? : ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
10). ભારતના પુરાવાના કાયદાની કલમ -32(1) અન્વયે કરવામાં આવેલ મરણોતર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? : દિવાની અને ફોજદારી કાર્યવાહીમાં
11). ભારતના પૂરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું? : સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
12). ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘ગેરકાયદેસર મંડળી’ માં ન્યૂનતમ કેટલા સભ્ય હોવાજોઈએ? : પાંચ
13). ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? : લોર્ડ મેકોલ
14). ‘અ’ અને ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફેકચર થાય છે તથા બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહી ‘અ’ ક્યાં ગુના માટે જવાબદાર ઠરશે? : ગંભીર સજા
15). ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? : 1 થી 511
16). ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? : 302
17). ‘અ’ ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહી ‘અ’……. : ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
18). ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે? : મિલકતની ગુનાહિત ઉચાપત
પોલીસ કોન્સ્ટેબલ 2015
1). મોટર કાર ચલાવવાનું લાઇસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ : 18 વર્ષ
2). ખૂનના ગુનામાં સજા કઈ કલમ હેઠળ થાય છે? : ઇંડિયન પીનલ કોડ
3). લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે? : છોકરા 21 અને છોકરી 18
4). ફરિયાદ કઈ કલમ હેઠળ નોધવામાં આવે છે? : ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ 154
5). ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ? : પાંચ
6). કર્ફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે? : ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ 144
7). સી.આર.પી.સી નું આખું રૂપ શું છે? : ક્રિમિનલ પ્રોસિજર કોડ
8). મહિલાને સાસરિયાં દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? : ઇંડિયન પિનલ કોડ કલમ 498-A
9). ઇંડિયન પિનલ કોડ કલમ 420 શાને લગતી છે? : ઠગાઇ
- Police constable previous Question for General science
- Police constable previous Question for Indian constitution
- police constable previous question for General knowledge
1 thought on “પોલીસ કોન્સ્ટેબલની પાછળની પરીક્ષામાં પૂછયેલા કાયદાનાં પ્રશ્નો”