વર્ષ 2012, 2015 અને 2016ની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા ભારતનાં બંધારણનાં પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
ભારતનું બંધારણ
પોલીસ કોન્સ્ટેબલ 2012
1). ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? : 26 જાન્યુઆરી 1950
2). “પંચાયતી રાજ” પ્રણાલી ક્યાં સિદ્ધાંત પર આધારિત છે? : સત્તાનું વિકેન્દ્રીકરણ
3). ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવીરીતે કરવામાં આવે છે? : સંસદસભ્યો અને ધારાસભ્યો દ્વારા (ચૂંટાયેલા)
4). રાજયનું ઉપલું ગૃહ ક્યાં નામથી ઓળખાય છે? : વિધાનપરિષદ
5). ‘વંદે માતરમના’ રચયિતા કોણ છે? : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
6). રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? : રાજયપાલ
7). નીચેનામાંથી ક્યું ભારતના બંધારણનું લક્ષણ નથી?
A). મૂળભૂત હકો
B). પ્રમુખશાહી પધ્ધતિ
C). મૂળભૂત ફરજો
D). રાજનીતિના માર્ગદક સિદ્ધાંત
પોલીસ કોન્સ્ટેબલ 2015
1). ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃતિની વય કેટલી હોય છે? : 65 વર્ષ
2). ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? : લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
3). ભારતદેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા : મોરારજી દેસાઇ
4). હાલમાં ગુજરાત વિધાન સભાના સ્પીકર કોણ છે? : રાજેન્દ્ર ત્રિવેદી
5). ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? : ડો. ભીમરાવ આંબેડકર
6). જમ્મુ કશ્મીર રાજ્યને ભારતના બંધારણમાં કયા અનુચ્છેદથી વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે : અનુચ્છેદ 370 (હાલમાં નથી)
7). રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? : રાજયપાલ
પોલીસ કોન્સ્ટેબલ 2016
1). ભારતમાં રાજ્યના રાજયપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે? : ભારતના રાષ્ટ્રપતિ
2). ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યાં સુધારાથી ઉમેરવામાં આવ્યો? : 42મો સુધારો (1976)
3). ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ પ્રમાણે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? : અનુચ્છેદ 356
4). ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ન્યૂનતમ વય છે? : 35 વર્ષ
5). હાઇકોર્ટની બંદી પ્રત્યકક્ષિકરણ રિટની સત્તા બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ છે? : અનુચ્છેદ 226
6). ભારત દેશના બંધારણીય વડા છે? : ભારતના રાષ્ટ્રપતિ
7). નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?
A). સિંધી
B). ગુજરાતી
C). રાજસ્થાની
D). નેપાલી
8). નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી?
A). ભારતીય વિદેશ સેવા
B). ભારતીય પોલીસ સેવા
C). ભારતીય વન સેવા
D). ભારતીય પ્રશાસનીય સેવા
- Police constable previous Question for Geography
- Police constable previous Question for General science
2 thoughts on “કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા બંધારણનાં પ્રશ્નો”