Join our WhatsApp group : click here

Botad District | Botad jillo | બોટાદ જિલ્લાનો પરિચય

અહીં Botad District નો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની રચના, જિલ્લા વિશેષ, જિલ્લાના તાલુકા અને પ્રસિદ્ધ સ્થળોની વિસ્તૃત માહિતી, જિલ્લાની સિંચાઇ યોજના અને નદી કિનારે વસેલા શહેરો જેવી માહિતી અહીં દર્શાવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

બોટાદ જિલ્લાની રચના

15 ઓગસ્ટ 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી.

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના શાસનકાળમાં Botad Districtની રચના કરવામાં આવી હતી.

ક્ષેત્રફળ :2564 ચો.કિમી
જાતિ પ્રમાણ :908
કુલ સાક્ષરતા :67.63
ગામડા :190

Botad District Taluka List

બોટાદ જીલ્લામાં 4 તાલુકા આવેલા છે.

1). બોટાદ

2). રાણપુર

3). બરવાળા

4). ગઢડા

Botad District Border

ઉત્તરેઅમદાવાદ અને સુરેન્દ્રનગર
પૂર્વમાંભાવનગર
દક્ષિણમાંઅમરેલી
પશ્ચિમમાંરાજકોટ
Botad District gk

બોટાદ જિલ્લા વિશેષ

1). બોટાદ જિલ્લો ‘સૌરાષ્ટ્ર નું પ્રવેશદ્વાર’ અને ‘ગેટવે ઓફ કાઠીયાવાડ’ ગણાય છે.

2). બોટાદ જિલ્લોએ કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગોહિલવાડ પ્રદેશને જોડતો જિલ્લો છે.    

3). બોટાદ જિલ્લાના સરવા ગામેથી કેલ્સાઈટ મળી આવે છે.

4). બચુભાઈ શાહ, દામોદરદાસ, બોટાદકર, મહંમદ માંકડ, ભાનુશંકર જોશી જેવી વગેરે હસ્તી બોટાદ જિલ્લામાંથી મળે છે.

5). બોટાદ જિલ્લો જામફળની ખેતીમાં ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.

6). પૂજય સંતશ્રી ઉનડ બાપુની જગ્યા પાળીયાદ બોટાદ જીલ્લામાં આવેલું છે.

બોટાદ શહેર

  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ છે.
  • દર વર્ષે  બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
  • દામોદરદાસ ખુશાલદાસ બોટાદગર કોલેજ બોટાદ ખાતે આવેલી છે.
  • બોટાદ ઉતાવળી નદીના કિનારે વસેલું છે.

ગઢડા

  • ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે.
  • ભગવાન સ્વામિનારાયણની મૂળ જ્ગ્યા હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનુ તીર્થસ્થળ છે. અહીં દાદા ખાચરના ઢોલિયા પર બેસીને સ્વામીએ ઉપદેશ આપેલો.
  • ભગવાન સ્વામીનારાયએ પોતાના જીવનકાળ ના 27 વર્ષ અહી વિતાવ્યા હતા. અને તેમનું અવસાન અહી જ થયું હતું.

રાણપુર

  • રાણપુર ઇ.સ 1310માં રાણાજી ગોહિલે વસાવ્યું હતું.
  • રાણપુર સુખભાદર નદીના કિનારે આવેલું છે.
  • રાણપુર તાલુકાનું ‘વેજલકા’ સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ છે.
  • પુર્ણિમાબેન પકવાસા અને સાહિત્યકાર કુમારપાળ દેસાઇનો જન્મ રાણપૂરમાં થયો હતો.
  • સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ન્યુઝ પેપર ‘ફૂલછાપ’ ની શરૂવાત ઝવેરચંદ મેઘાણીએ બોટાદ જિલ્લાના રાણપુર ખાતેથી કરી હતી.

સાળંગપૂર

  • શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું ભવ્ય મંદિર અહી આવેલું છે.
  • BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજની અંતિમવિધિ સાળંગપૂરના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી.

ભીમનાથ

  • ભીમનાથ મહાદેવનું મંદિર તેમજ પ્રખ્યાત દેવાલય નિલકા નદીના કિનારે  આવેલું છે.
  • ભીમનાથ મહાદેવનું મંદિર બરવાળા તાલુકામાં આવેલું છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 8(A) (નવો નંબર – 47) પસાર થાય છે.

બોટાદ જિલ્લાની મુખ્ય નદીઓ

1). સુકભાદર

2). ઘેલો

3). નિલકા

4). કાળુભાર

5). કેરી

6). ગોમા

બોટાદ જિલ્લાના નદી કિનારે વસેલા શહેરો

1). બોટાદ : ઉતાવળી નદી
2). રાણપુર : સુખભાદર નદી
3). ગઢડા : ઘેલો નદી
4). ભીમનાથ : નિલકા નદી

વિદ્યાપિઠ

1). નુતનગ્રામ વિધાપીઠ, ગઢડા (જી. બોટાદ)

2). જે.પી કુમારખા ગ્રામ વિધાપીઠ, ગઢડા (જી. બોટાદ)   

બોટાદ જિલ્લાની સિંચાઇ યોજનાઓ

ડેમનદીતાલુકો
ખાંભડાઉતાવળીબરવાળા
ભાડલાસુખભાદરરાણપુર
કાળુભારકાળુભારગઢડા
બોટાદ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!