Chutni card documents Gujarati : અહીં ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવાની જાણકારી આપવામાં આવી છે. જેમાં મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે, મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે, મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે ના જરૂરી પુરાવા અહીં આપવામાં આવી છે. આ માહિતી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તમામ સરકારી
Table of Contents
Chutni card documents Gujarati
1). મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે
2). મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે
3). મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે
4). મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે
મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે
મતદારયાદીમાં નવું નામ દાખલ જારવા માટે ફોર્મ-6 ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.
જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચું પસંદ કરવું. વિધાનસભાનું નામ ખબર ન હોય તો કુટુંબનાં સભ્ય અથવા પાડોશીનાં ચૂંટણી કાર્ડનાં પાછળનાં ભાગમાં લખેલ વિધાનસભાનું નામ જોઈ લેવું.
અપલોડ કરવામાં આવનાર તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.
નામ, અટક, સંબધિતનું નામ (પિતા અથવા પતિનું નામ) સબંધનો પ્રકાર (પિતા અથવા પતિ), જન્મ તારીખ વગેરે
તમામ વિગતો પુરાવામાં હોય તે મુજબ સાચી લખવી.
ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો : Click here
- જન્મ તારીખ, નામનો પુરાવો-જન્મનો દાખલો/એલ.સી./પાનકાર્ડ/ પાસપોર્ટ/આધાર કાર્ડ (લગ્ન પછીના કિસ્સામાં મેરેઝ સર્ટિ અથવા જેમાં પતિનું નામ સાથે ચાલતો તેવા ઉપરોક્ત પૈકીનો એક પુરાવો વધારાનો સાથે જોડવો)
- રહેઠાણ પુરાવો : હાલનું પોતાનું નામ અથવા પોતાના ફેમિલી મેમ્બરના નામનું લાઇટ બિલ/વેરાબીલ (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત)
- ફોટો- પાસપોર્ટ સાઇઝ ફોટો જોડવો (સેલ્ફિ ફોટો મૂકવો નહીં)
- કુટુંબના સભી અથવા પડોસીનો ચૂંટણી કાર્ડ નંબર ફેમિલી ડિટેલસમાં ફરજિયાત લખવો.
અગાઉના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અથવા તેનો નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેકલેરેશનમાં ફરજિયાત લખવું. બે જગ્યા ચૂંટણી કાર્ડમાં નામ ધરાવવો ગેરકાયદેસર છે. જેથી પહેલા જૂની વિધાનસભા કચેરીમાંથી અથવા જૂના રહેણાંક વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવીને જ નવી જગ્યાએ ફોર્મ ભરવું. અથવા જૂનું વોટિંગ કાર્ડ નંબર ફરજિયાત ઓનલાઇન ફોર્મમાં દર્શાવવું.
ઓફલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો (ફોર્મ નંબર-6) : Click here
મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે
મતદારયાદીમાં નામ કમી માટે ફોર્મ નંબર-7 ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.
વોટિંગ કાર્ડની ઝેરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનું કોઈપણ એક ડૉક્યુમેન્ટ પાસ પોર્ટ/ આધાર કાર્ડ/ હાલનું પોતાના અથવા પોતાના ફેમિલી મેમ્બરના નામનું લાઇટબિલ/વેરાબિલ/મેરેઝ સર્ટિ પૈકીનો કોઈપણ એક પુરાવો ફરજિયાત જોડવો.
વોટિંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી. વિધાન સભાનું નામ ભાગ નંબર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનું નામ જોઈ લેવું અને તેના આધારે ફોર્મ ભરવું. તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ
ઓનલાઇન ફોર્મ ભરવા માટે લિન્ક : Click here
નામ કમીનું ઓફલાઇન ફોર્મ ભરવા :
1). અવાર-નવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાર બૂથના સરકર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.
2). તમારી વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.
ફોર્મ-7 ડાઉનલોડ કરવાની લિન્ક : Click here
મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે
મતદારયાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે ફોર્મ નંબર : 8-ક ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબનું બાબતોનું ધ્યાન રાખવું.
વોટિંગકાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરાવી. વિધાનસભાનું નામ અને ભાગ નંબર ખબરના હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનું નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવું. તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.
અન્ય વિધાનસભામાં રહેવા ગયા હોય તો જે વિધાનસભામાં રહેવા ગયા હોય ત્યાં ફોર્મ-6 ભરવું અને તેમાં જૂનો ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત લખવો. તેનાં માટે ફોર્મ : 8-ક ભરવું નહીં. (ફોર્મ : 8-6 ફક્ત એક જ વિધાનસભામાં એક સરનામાથી બીજા સરનામા ઉપર રહેવા ગયા હોય તો તે સુધારવા માટે જ ભરવું)
- રહેઠાણનો પુરાવો : હાલનું પોતાના અથવા પોતાના પરિવારના સભ્યના નામનું લાઇટબિલ/વેરાબિલ/ગેસબિલ (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર)
- કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચૂંટણી કાર્ડનો નંબર ફેમિલી ડિટેલસમાં ફરજિયાત લખવો.
- એક વ્યક્તિએ એક ચૂંટણી કાર્ડમાં કોઈ પણ સુધારા-વધારા માટે ફક્ત એક જ ફોર્મ ભરવું વારંવાર ફોર્મ ભરવા નહીં કે જેથી રિજેક્ટના થાય. અને મોબાઈલ નંબર ફરજિયાત લખવો.
ઓનલાઇન ફોર્મ ભરવા માટેની લિન્ક : Click here
ઓફલાઇન પ્રક્રિયા :
1). અવાર-નવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાર બૂથના સરકર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.
2). તમારી વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.
ફોર્મ : 8(ક) ડાઉનલોડ કરવા માટે લિન્ક : Click here
મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે.
મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે ફોર્મ નંબર 8 ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઇન કે ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.
- વોટિંગકાર્ડ ઝેરોક્ષ અને જે કઈ પણ સુધારો કરવો છે એનું ડૉક્યુમેન્ટ જન્મ તારીખ, નામનો પુરાવો, જન્મનો દાખલો, એલ.સી/પાનકાર્ડ/પાસપોર્ટ/આધાર કાર્ડ
- સરનામામાં ફક્ત ઘર નંબર જ ફોર્મ 8 થી સુધરી શકશે. તે સિવાયના સરનામાની વિગતો સુધારવા ફોર્મ : 8-ક ભરવો. અને અન્ય વિધાનસભામાં રહેવા ગયા હોય તો જે વિધાનસભામાં રહેવા ગયા હોવ ત્યાં ફોર્મ-6 ભરવું અને તેમાં જૂનો ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત લખવો. તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.
- વોટિંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી. વિધાનસભાનું નામ અને ભાગ નંબર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના પાછળ ના ભાગમાં લખેલ વિધાનસભાનું નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવું.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિન્ક : Click here
ઓફલાઇન પ્રક્રિયા
1). અવાર-નવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાર બૂથના સરકર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.
2). તમારી વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.
ફોર્મ-8 ડાઉનલોડ કરવા માટે લિન્ક : Click here
આ પણ જુઓ