વર્ષ 2012 અને 2016માં લેવાયેલી Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો
Dy.so / નાયબ મામલતદાર -2012
1). કયા સાધનની માહિતીસંગ્રહ ઘનતા સહુથી વધારે છે? : હોલોગ્રાફી સ્ટોરેજ ડિવાઇસ
2). ‘નિશાન્ત’ એ શું છે? : માનવરહિત એરિયલ વ્હીકલ
3). સોનું, પ્લેટિનીયમ, લોખંડ અને ટંગસ્ટન તેમાંથી સૌથી સખત ધાતુ કઈ? : ટંગસ્ટન
4). રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ ક્યો છે? : ક્યુરી
5). પરમાણુ રીએકટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? : ન્યૂટ્રોનની ગતિને ઘટાડવાનું
6). કાર્તેજીય ડ્રાઈવર ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે? : તરતા પદાર્થના સિદ્ધાંત
7). પિયુષ (પિચ્યુટરી) ગ્રંથિના વધારે પડતાં અંત:સ્ત્રાવથી શું થાય ? : બાળકની ઊંચાઈ ખૂબ વધે છે.
8). મિટીઓરાલોજી શાસ્ત્ર શું છે? : હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
Dy.so / નાયબ મામલતદાર -2016
1). નીચે દર્શાવેલ તબીબ શાખાઓને તેમના સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.
તબીબીશાખા રોગો
1). ઓનકોલોજી a). યકૃત, સ્વાદુપિંડના સામાન્ય વિજ્ઞાન રોગો
2). એકોફોબિયા b). ઈંજેકશનનો ડર
3). ટ્રાઈપેનોફોબિયા c). આગનો ડર
4). આર્સનફોબિયા d). અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર
જવાબ : 1-d, 2-a, 3-b, 4-c
2). નોન્સ્ટીક (Non-stick) વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે? : ટેફલોન
3). સોલરકુકરની બનાવાટમાં ક્યાં પ્રકારના અરિસાનો ઉપયોગ થાય છે? : અંતરગોળ અરીસો
4). સોલારપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે? : સિલિકોન
5). વાળને બ્લિંચ કરવા માટે ક્યું રસાયણ (કેમિકલ)ઉપયોગમાં લેવામાં આવે છે? : હાઈડ્રોજન પેરોક્સાઈડ
Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા પંચાયતી રાજના પ્રશ્નો