Dy.So/ નાયબ મામલતદારની પાછળની પરીક્ષામાં પૂછયેલા ભારતનાં બંધારણના પ્રશ્નો અહીંયા આપવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2011, 2012, 2015 અને 2016માં લેવાયેલી પરીક્ષાનો સમાવેશ થાય છે.
Table of Contents
બંધારણના પ્રશ્નો
Dy. So/ નાયબ મામલતદાર – 2011
1). બંધારણમાં મૂળભૂત હકો ક્યાં અનુચ્છેદમાં છે? : અનુચ્છેદ 14
2). લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણના ક્યા આર્ટીકલ અન્વયે રજૂ થાય છે? : અનુચ્છેદ 112
3). નીચેનામાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? : બી. એન. રાવ
4). ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? : એટર્ની જનરલ
5). ક્યા મુકદમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે ‘સંવિધાનના મૂળ સંરચના સિદ્ધાંત’ નું પ્રતિપાદન કર્યું હતું? : કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય
6). ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ? : ન્યાયપાલિકા
7). નીચેના માંથી ક્યાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? : શ્રી કે. કે. વિશ્વનાથન
8). બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતી રાજની જોગવાઈ કરાઇ છે? : અનુચ્છેદ 243
Dy. So/ નાયબ મામલતદાર – 2012
1). ભારતની સંચિતનિધિમાંથી નાણા ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરી ફરજિયાત છે? : રાષ્ટ્રપતિ
2). ભારતના બંધારણના શોષણ સામેના હકમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? :
A). વેઠપ્રથા નાબૂદી
B). ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી
C). 14 વર્ષની ઓછી ઉંમરના બાળકો પાસે મંજૂરી કરાવવી
D). ખાણો તથા જોખમી ઉદ્યોગમાં કિશોરોને નોકરીએ રાખવા
3). બંધારણીય કટોકટી એટલે શું? : રાજયપાલ ના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબધિત રાજયમાં જાહેર કરતી કટોકટી
4). નજીરી અદાલત એટલે … : વિવિધ કોર્ટોના ચુકાદા, કાયદાના અર્થઘટનનો તથા સ્વીકારેલ પ્રણાલીઓ દસ્તાવેજોને સર્વોચ્ચ અદાલત દ્વારા સુરક્ષિત રાખવા.
5). રાજયા સભામાં 1/3 સભ્યો
A). દર વર્ષે નિવૃત થાય છે.
B). દર 2 વર્ષે નિવૃત થાય છે.
C). દર 3 નિવૃત થાય છે.
D). દર 4 વર્ષે નિવૃત થાય છે.
Dy. So/ નાયબ મામલતદાર – 2015
1). ભારતીય સંવિધાનના અનુચ્છેદ-51 (ક)(જ)માં ભારતના દરેક નાગરિકોની કઈ ફરજનો નિર્દેશ થયો છે? : જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની.
2). ભારતના બંધારણમાં 73માં સુધારામાં અનુચ્છેદ 243(ખ) હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ‘ગ્રામ સભા’ કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? : પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોધાયેલી વ્યક્તિઓનું મંડળ.
3). ‘આમુખ’ એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે કહેલું છે? : ડો. બાબાસાહેબ આબેંડકર
4). નીચેનામાંથી…………..વયજૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે? : 6 થી 16 વર્ષ
Dy. So/ નાયબ મામલતદાર – 2016
1). જાહેર હિસાબ સમિતિની નિમણૂક કોણ કરે છે. : લોકસભાના અધ્યક્ષ
2). નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહમાં બોલી શકે છે.
A). સોલિસિટર જનરલ
B). એડવોકેટ જનરલ
C). એટર્ની જનરલ
D). ઉપરોક્ત તમામ
3). ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એગ્લો ઇંડિયન સમુદાયને રાજયની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેવો નિયુક્ત કરી શકે છે? : અનુચ્છેદ – 333
4). રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર : લોકસભાને રજૂ કરવાને આવે છે.
5). સંધના હિસાબોને લગતા કોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે? : રાષ્ટ્રપતિને
6). વટ હુકમ કરવાનાઇ સત્તા કોની છે? (રાજયમાં) : રાજયપાલની
7). નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણના મુખ્યસ્થંભ” તરીકે વર્ણવ્યા છે? : આઇવર જેનિગ્સ
8). “ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રિમંડળ અને ધારાગૃહ જેવો સબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષી હોય તો જરૂરી છે. નહીં તો સ્વ-રાજ્ય પણ સ્વ- અધોગતિ-નાશને પંથે લઈ જશે”
ઉપરોક્ત વિધાન કોનું છે? : જયપ્રકાશ નારાયણ
9). સંવિધાનમા બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? : અનુચ્છેદ – 368
10). નીચેના પૈકી ક્યા રાજયમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી?
A). જમ્મુ કશ્મીર
B). નાગાલેંડ
C). પંજાબ
D). કેરલ
11). ભારતીય સંસદીય પધ્ધતિમાં “સરકારી વિધેયક” એટલે શું? : એવું વિધેયક કે જે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ હોય.
12). ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? : અનુચ્છેદ -129
13). 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ છે? : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ
14). નીચેના પૈકી સંવિધાનના ક્યાં અનુચ્છેદથી વડી અદાલતને રિટ સ્વીકારવાની હૂકુમત પ્રાપ્ત છે? : અનુચ્છેદ-226
15). ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે? : અનુચ્છેદ -17
16). “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? : લોર્ડ રિપન