વર્ષ 2012, 2015 અને 2016માં લેવાયેલ Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા ભૂગોળના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત અને ભારતની ભૂગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતની ભૂગોળ
Dy.So/ નાયબ મામલતદાર – 2012
1). ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? : કપરાડા(વલસાડ)
2). ગુજરાતનાં ભૌગોલિક વિસ્તારનું કદ આશરે કેટલું છે? : બે લાખ ચો.કિમી
3). ગુજરાતમાં કયા વિસ્તારમાં લીલા રંગનો આરસ મળી આવે છે? : છૂછાપુરા (છોટા ઉદેપુર)
4). નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
A). નળ સરોવર – સાણંદ – અમદાવાદ જિલ્લો
B). હમીરસર તળાવ – સિદ્ધપુર – મહેસાણા જિલ્લો
C). બિંદુ સરોવર – સિદ્ધપુર – મહેસાણા જિલ્લો
D). સુદર્શન તળાવ – જૂનાગઢ – જુનાગઢ જિલ્લો
5). મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે? : કંડલા
6). ગુજરાતનો કયો ભાગ ‘બેસાલ્ટ અગ્નિકૃત ખડકો’ નો બનેલો છે? : સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ
7). કૃષિ વિષયક બાયો ટેકનૉલોજિ માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે? : આણંદ
8). ગુજરાતમાં ખનીજ સંપતિ સંબધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ક્યાં જીલ્લામાં આવેલ નથી?
A). વડોદરા
B). બનાસકાંઠા
C). અમરેલી
D). કચ્છ
9). આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિધેયક કાર્યક્રમ ક્યાં નામે ઓળખાય છે? : ખેતી કરીએ ખંતથી
10). દૂધાળા પશુઓમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? : મસ્ટાઈસ
11). દેશની ‘સોડાએશ’ ની કુલ જરૂરીયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? : 95%
12). ગુજરાતની ખેત પેદાશોને રોગોના સંબધમાં કઈ જોડ સાચી નથી?
A). મગફળી – ગેરુ – પર્ણની નીચે ભૂખરા રંગના ટપકા દેખાય છે તથા પાન ચીમળાઈને ખરી પડે છે.
B). શેરડી – રાતડો – પર્ણની મધ્યરાશિ ઉપર નાના-નાના લાલ ટપકા દેખાય છે.
C). વટાણા – સુકારો – પર્ણ પીળા પડીને સુકાઈ જાય છે તથા મૂળ કળા પડીને સુકાઈ જાય છે.
D). ઘઉં – ખડડિયો – પર્ણ ઉપર સફેદ તથા પીળા રંગના ટપકા દેખાય છે.
Dy.So/ નાયબ મામલતદાર – 2015
1). ગુજરાતનાં …………….ખૂણામાં અંબાજી(આરાસુર) આવેલું છે? : ઈશાન
2). ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ? : કાળી જમીન
3). બારડોલી ………….ઉધોગ માટે જાણીતું છે? : ખાંડ
4). ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંથી પ્રખ્યાત કેરીની જાત સબંધમાં નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે?
A). જમાદાર
B). લંગડો
C). દસેરી
D). કેસર
5). નવરચિત મહિસાગર જિલ્લાનું મુખ્યમથક કયું છે? : લુણાવાડા
6). ‘રાપર’ તાલુકા સંદર્ભે કઈ બાબત સાચી નથી?
A). તાલુકાની બાદરગઢ પાસેની ટેકરીમાંથી લાકડિયાવારી નદી નીકળે છે.
B). ડંભુડા ગામ નજીકની ટેકરીમાંથી સુતઈ નદી નીકળે છે, જે 40 કિમી વહી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
C). કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસયુક્ત ‘રખાલ’ તરીકે ઓળખાતો જંગલનો પટ્ટો તૈયાર કરાવ્યો હતો.
D). તેની ઉપર તરફ કચ્છનું મોટું રણ છે.
7). ગુજરાતમાં સૌથી પહેલી સૂતરાવ કાપડની મિલના સ્થાપક કોણ હતા? : શેઠ રણછોડભાઈ છોટાલાલ
8). નીચે સરોવરો/તળાવ અને શહેરના નામ આપ્યા છે તેની યોગ્ય જોડતો ક્રમ કયો હશે?
1). શર્મિષ્ઠા તળાવ a. પાટણ
2). ખાન સરોવર b. સુરત
3). ચંદન સરોવર c. ડાકોર
4). ગોપી તળાવ d. વડનગર
જવાબ : 1-e, 2-a, 3-c, 4-b
9). મચ્છુનદીના વહેણ સંદર્ભે ઉદગમથી અંતનો સાચો ક્રમ કયો થાય છે?
1. માળીયા મિયાણા,
2. કચ્છનો અખાત
3. આણંદપૂર પાસેની ટેકરીઓ
4. મોરબી
5. વાંકાનેર
જવાબ : 3-5-4-1-2
Dy.So/ નાયબ મામલતદાર – 2016
1). કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું હતું? : સુરત
2). ગુજરાત રાજ્યના વન્ય પ્રાણી અભયરણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલા પ્રમાણમાં છે? : 8.47%
ભારતની ભૂગોળ
Dy.So/ નાયબ મામલતદાર – 2011
1). અલગ તેલંગાણા રાજ્યની માંગણી ક્યાં રાજ્યમાંથી થઈ હતી? : આંધ્રપ્રદેશ
Dy.So/ નાયબ મામલતદાર – 2012
1). ભારતની સૌથી લાંબી રેલવે માર્ગ ધરાવતી ટ્રેન ક્યાં બે શહેરોને જોડે છે? : દિબ્રુગઢ (આસામ) થી કન્યાકુમારી
Dy.So/ નાયબ મામલતદાર – 2016
1). નીચેના પૈકી કયું રાજય કર્કવૃતને સ્પર્શ કરતું નથી?
A). ત્રિપુરા
B). મિજોરમ
C). મણિપુર
D). રાજસ્થાન
2). નીચેના પૈકી ક્યાં વિકલ્પમાં રાષ્ટ્રીય ઉધાન/અભ્યારણ્ય અને તેના સ્થાન સાથે સાચી દર્શાવેલી નથી?
A). બાલપક્રમ : મેઘાલય
B). ગીન્ડી : તામિલનાડું
C). ભગવાન મહાવીર : બિહાર
D). મોલેમ : ગોવા
3). ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારા/કાંઠો કયા નામે ઓળખાય છે? : કોરોમંડલ
4). આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ‘લોકટક’ કે જે “તરતા ટાપુઓના સરોવર” તરીકે પણ ઓળખાય છે, ક્યાં રાજ્યમાં આવેલું છે? : મણિપુર
5). “ઇન્દિરા ગાંધી નહેર” નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે? : યમુના
6). તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? : સાતપુડા
7). નીચેના પૈકી કયું કુત્રિમ બારું (harbour) નથી? : બેંગલુરુ
8). ભગીરથી નદી ક્યાંથી ઉદભવે છે? : ગૌમુખ
9). “ક્રિકેટ-બોલ” નીચેના પૈકી ક્યાં ફળની જાત છે? : ચીકુ
Dy. So / નાયબ મામલતદારની પરીક્ષામાં ઇતિહાસના પૂછયેલા પ્રશ્નો : click here
1 thought on “Dy.So/ નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછયેલા ભૂગોળના પ્રશ્નો”