Free Adhaar Update : આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ વગેરેમાં કોઈ પ્રકારનો સુધારો કરાવવો છે તો તમે તે ફ્રીમાં સુધારો કરી શકો છો, પણ કેવી રીતે? ચાલો જાણીએ.
અત્યારના સમયમાં આધાર કાર્ડની જરૂરિયાત તમામ સરકારી કામોમાં પડતી હોય છે. બાળકોની સ્કૂલ કોલેજમાં એડમિશનથી લઈ બેન્ક સુધીના કામ માં આધાર કાર્ડની જરૂરિયાત પડે છે. એટલા માટે ભારતમાં તમામ વ્યક્તિની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, અને એટલુ જ જરૂરી આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જરૂરી છે.
આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી
જો તમે તમારું આધાર કાર્ડ કઢાવ્યું હોવાને 10 વર્ષ થઈ ગયા છે અને તમે અપડેટ નથી કરાવ્યુ તો તમારે મુશ્કેલીનો સામનો કરાવો પડી શકે છે. આ ઉપરાંત ઘરનું સરનામું બદલાય ગયું છે તથા નામ જન્મ તારીખમાં કોઈ ફેરફાર કરવા માંગો છો? તો તેના માટે તમે UIDAI દ્વારા આપવામાં આવતી ફ્રી અપડેટ સેવાનો લાભ લઈ શકો છો. આ ફ્રી આધાર કાર્ડ અપડેટ (Free Adhaar Update) સેવા થોડા દિવસ પૂરતી જ છે જેની નોંધ લેવી. ત્યાર બાદ તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.
ક્યાં સુધી થશે ફ્રી આધાર કાર્ડ અપડેટ ?
હાલમાં UIDAI (Unique Identification Authority of India) દ્વારા લોકો ને આધાર કાર્ડ અપડેટ કરવાની ફ્રી સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકાય છે. UIDAI દ્વારા 14 જૂન 2024 સુધી ફ્રી આધાર કાર્ડ અપડેટની સુવિધા આપવામાં આવશે. ત્યારબાદ પૈસા ચૂકવીને આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો.
દરેક મહિલાઓને મળશે ફ્રી માં સિલાઈ મશીન, જાણો કેવી રીતે ?
કેવી રીતે અને ક્યાં થશે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ
ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે સૌપ્રથમ UIDAI ની ઓફિશ્યલ વેબસાઇટ પર જવાનું રહેશે. આ સુવિધાનો ફ્રી માં લાભ તમે ફકત ઓનલાઇન પોર્ટલ પર જ મેળવી શકશો. ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે myAadhaarPortal પર જવાનું રહેશે. તેના પરથી તમે ફ્રી માં નામ, સરનામું, જન્મ તારીખ વગેરેમાં સુધારો કરી શકશો.
my Aadhaar Portal પર કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરવું
- સૌપ્રથમ myAadhaarPortal પર જાવ
- તેના પર તમારા આધાર કાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબરથી લૉગિન કરો.
- ત્યાર બાદ તમને ઘણા બધા ઓપ્શન દેખાશે
- તેમાંથી તમે અપડેટના ઓપ્શન પર ક્લિક કરો
- જે-તે સુધારો કરી સંબધિત ડૉક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યાર બાદ સબમિટ કરો એટલે તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.
તમને જણાવી દઈયે કે પેલા 14 માર્ચ 2024 ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ હતી. પણ તેમાં વધારો કરી 14 જૂન 2024 સુધી લંબાવામાં આવી છે.