Join our WhatsApp group : click here

ગંગા નદીતંત્ર | Ganga nadi tantra in Gujarati

Ganga nadi tantra in Gujarati : અહીં ગંગા નદી તંત્ર વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. જેમાં જેમાં ગંગા નદી વિશે, તેના ડાબા કિનારાની સહાયક નદી અને જમણા કિનારાની સહાયક નદી વિશેની માહિતી આપેલ છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Ganga nadi tantra in Gujarati

Ganga nadi tantra in Gujarati : નીચે ગંગા નદી વિશે અને તેના જમણા અને ડાબા કિનારાની સહાયક નદીઓની માહિતી આપવામાં આવી છે.

ગંગા નદી

ઉદ્દગમ સ્થાન : ઉત્તરાખંડ રાજયના ઉત્તરકાશી જિલ્લાના ગૌમુખ નજીક ગંગોત્રી હિમનદી માંથી (જ્યાં તે ‘ભાગીરથી’ તરીકે ઓળખાય છે.)

દેવપ્રયાગ પાસે ભાગીરથી અલકનંદાને મળે છે, જે પછી તે ગંગા તરીકે ઓળખાય છે.

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ગંગા ભારતની સૌથી પવિત્ર નદી છે.

ગંગા નદી તંત્ર ભારતનું સૌથી મોટું નદીતંત્ર છે.

ગંગાનદી-બેસિન માત્ર ભારતમાં જ 8.6 લાખ ચો. કિ.મી વિસ્તારને આવરી લે છે. 

ગંગા નદી પાંચ રાજ્યો માંથી વહે છે.

1). ઉત્તરાખંડ

2). ઉત્તરપ્રદેશ

3). બિહાર

4). ઝારખંડ

5). પશ્ચિમ બંગાળ

ગંગાનદીની લંબાઇ 2525 કી.મી છે. જેમાં 110km ઉત્તરાખંડ, 1450km ઉત્તરપ્રદેશ, 445km બિહાર, 520km પશ્ચિમ બંગાળમાં વહે છે.

ગંગા નદીની સૌથી વધુ લંબાઇ ઉત્તર પ્રદેશ રાજયમાં છે.  

પશ્ચિમ બંગાળમાં તેના બે ફાંટા પડે છે. 1). હુગલી (પ. બંગાળ) 2). ભાગીરથી (બાંગ્લાદેશ)

જ્યારે મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ વહીને બાંગ્લાદેશમાં પ્રવેશ કરીને બ્રહ્મપુત્રાને મળે છે. આ બંનેનો પ્રવાહ મેઘના તરીકે ઓળખાય છે.

ગંગા નદી અને બ્રહ્મપુત્રાના જળ-પરિવાહ સાથે વહીને બંગાળના અખાતમાં ભળે છે.

જ્યાં કિનારા ઉપર તે ડેલ્ટાનું નિર્માણ કરે છે. જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે.

તેને સુંદરવન પણ કહે છે. કારણ કે ત્યાં સુંદરીના વૃક્ષ થાય છે.  

ગંગાની ડાબા કિનારાની સહાયક નદી

1). રામગંગા

2). ગોમતી

3). શારદા

4). ઘાઘરા

5). ગંડક

6). કોસી

7). મહાનંદા

ગંગાની જમણા કિનારાની સહાયક નદીઓ

1). યમુના

2). બનાસ

3). ચંબલ

4). બેતવા

5). કેન

6). સોન

7). દામોદર

ગંગા નદીના કિનારે વસેલા મુખ્ય શહેરો

1). હરિદ્વાર

2). કાનપૂર

3). કનૌજ

4). અલાહાબાદ

5). વારાણસી

6). પટના

7). ગાઝીપૂર

8). ભાગલપૂર

9). મિર્ઝાપૂર

10). બાલિયા

11). બક્સર

12). સઈદપૂર

13). ચુનાર

ગંગાના ડાબા કિનારાની સહાયક નદીઓ

Ganga nadi tantra in Gujarati : અહીં ગંગાના ડાબા કિનારાની સહાયક નદીઓ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે.

ગોમતી

ઉદ્દગમસ્થાન : ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાંથી

>> લખનૌ, સુલ્તાનપૂર અને ગાઝીપૂર ગોમતી નદીના કિનારે વસેલા મુખ્ય શહેરો છે.

>> ઉત્તરપ્રદેશના ગાઝીપૂર ખાતે તે ગંગા નદીને મળે છે.

ગંડક

ઉદ્દગમ સ્થાન : નેપાળ હિમાલયના ધૌલાગિરિ અને માઉન્ટ એવરેસ્ટ વચ્ચેથી

>> ગંડક નદી નેપાળમાં ‘શાલિગ્રામ’ તરીકે ઓળખાય છે.

>> ગંડક નદી કાલી ગંડક અને ત્રિશૂલ ગંગા નામના ઝરણા માંથી બને છે.

>> બિહાર રાજયમાં ગંડક પરિયોજના આવેલી છે.

>> ગંડક નદી ચંપારણ (બિહાર) જિલ્લામાંથી ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે અને સોનપૂર પાસે ડાબા કિનારે થી ગંગાને મળી જાય છે.

શારદા

ઉદ્દગમસ્થાન : શારદા નદી નેપાળ હિમાલયમાં આવેલા મિલામ હિમનદીમાંથી નીકળે છે. જ્યાં તે ગૌરી ગંગા તરીકે ઓળખાય છે.

>> શારદા પરિયોજના ઉત્તરપ્રદેશમાં આવેલી છે. જ્યારે શારદા બેરેજ ભારત નેપાળનું સંયુક્ત સાહસ છે.

>> ભારત નેપાળ સીમા પાસે શારદા નદી ‘કાળી ચાઈક’ તરીકે ઓળખાય છે.  

કોસી

ઉદ્દગમ સ્થાન : તિબ્બતમાં માઉન્ટ એવરેસ્ટની ઉત્તરમાં ગોસાઇનાથ શિખરમાંથી જ્યાં તેના મુખ્ય પ્રવાહ અને ‘અરુણા’ કહેવાય છે.

>> કોસી નદીને ‘બિહારનો શોક’ તરીકે ઓળખવામાં આવે છે.

>> કોસીમાં આવતા પૂરને રોકવા માટે બિહાર-નેપાળ સીમા નજીક હનુમાન નગર બેરેજ બનાવેલ છે.

>> જયારે કોસી પરિયોજના બિહાર રાજયમાં સ્થિત છે.

રામગંગા

ઉદ્દગમ સ્થાન : ગૈરસેન નજીક ગઢવાલની ટેકરીમાંથી

>> રામગંગા પાસેથી ઉત્તર પ્રદેશના મેદાનમાં પ્રવેશે છે. અને તે કનૌજ પાસે ગંગા નદીને મળે છે.

>> રામગંગા પરિયોજના ઉત્તરાખંડ રાજયમાં આવેલી છે.

ઘાઘરા

ઉદ્દગમ સ્થાન : તિબ્બતના ઉચ્ચપ્રદેશમાં આવેલા માપચાચૂંગો હિમનદીમાંથી

>> ઘાઘરા નદી શીશાપાની પાસે એક ઊંડી ખાઈની રચના કરે છે.

>> અંતે તે મેદાન પ્રદેશમાં છપરા પાસે શારદા નદીને મળી ગંગાનદીને મળી જાય છે.

>> ઘાઘરા નદી ઉત્તરપ્રદેશ અને બિહાર રાજયની સીમા બનાવે છે.

મહાનંદા

ઉદ્દગમ સ્થાન : દાર્જિલિંગ પર્વતમાળામાંથી

>> તે ગંગાને તેની અંતિમ ડાબા તટની શાખા નદી તરીકે પશ્ચિમ બંગાળમાં મળે છે.

ગંગાની જમણા કિનારાની સહાયક નદીઓ

Ganga nadi tantra in Gujarati : અહીં ગંગાના જમણા કિનારાની સહાયક નદીઓ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે.

યમુના 

ઉદ્દગમ સ્થાન : બૃહદ હિમાલયમાં બંદરપુચ્છ શ્રેણીમાં પશ્ચિમી ઢાળ પર યમનોત્રી હિમનદીમાંથી

>> તે ગંગાને ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મળે છે.  

>> યમુના નદી ગંગાની સૌથી લાંબી સહાયક નદી છે.

>> ચંબલ, બેતવા, સિંધ, કેન, રિંદ, વરુણા, હીંડન અને સેંગર યમુના નદીની સહાયક નદી છે.

ચંબલ

ઉદ્દગમ સ્થાન : મધ્યપ્રદેશમાં મળવાના ઉચ્ચપ્રદેશમાંથી, મહુ નજીકથી

>> ચંબલ નદી પર રાજસ્થાન રાજયમાં ગાંધી સાગર, રાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર બંધ બાંધવામાં આવ્યા છે.

>> ચંબલ નદી તેની ખીણ માટે જાણીતી છે.

>> રાજસ્થાનના ઇટાવા જિલ્લાની પશ્ચિમે 40 કી.મી આગળ વહી યમુના નદીને મળે છે.

બેતવા

ઉદ્દગમ સ્થાન : મધ્યપ્રદેશ રાજયના રાયસેન જિલ્લાના કુમરાગાંવ પાસે વિંધ્યાચળ પર્વતમાંથી

>> બેતવા નદી પર ઉત્તર પ્રદેશમાં માતાટીલા બંધ બાંધવામાં આવ્યો છે.

>> તે હમીરપૂર પાસે યમુના નદીને મળે છે.

બનાસ

ઉદ્દગમ સ્થાન : રાજસ્થાનના રાજમંદ જિલ્લામાં અરવલ્લી પર્વતમાળા માંથી

>> રાજસ્થાનની એકમાત્ર નદી કે જેનો સંપૂર્ણ પ્રવાહ માત્ર રાજસ્થાનમાં છે.

>> બનાસ નદીએ ચંબલ નદીની ડાબા કિનારાની મુખ્ય સહાયક નદી છે. તે રામેશ્વર પાસે ચંબલ નદીને મળે છે.

દામોદર

ઉદ્દ્ગમ સ્થાન : છોટા-નાગપૂરના ઉચ્ચપ્રદેશના પૂર્વી કિનારામાંથી

>> દામોદર નદીને ‘બંગાળનો શોક’ કહેવામા આવે છે.

>> બરાકર નદી દામોદર નદીની મુખ્ય સહાયક નદી છે.

>> દામોદર નદી પર દામોદર વેલી કોર્પોરેશન અંતર્ગત તીલૈયા પંચેતહિલ, મૈથાન જેવા બંધ બાંધવામાં આવ્યા છે.

>> તે કોલકાતાની ઉત્તરે આવેલ ફાલટા  પાસે હુગલી નદીને મળે છે.  

કેન

ઉદ્દગમ સ્થાન : મધ્યપ્રદેશના સતના જિલ્લાની કૈમુર પર્વતમાળામાંથી

>> કેન નદી પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન માંથી પસાર થાય છે.

>> તે ઉત્તરપ્રદેશના ફતેહપૂર પાસે આવેલા ચીલા ગામે યમુના નદીને મળી જાય છે.

>> કેન નદીના કિનારે બંદા શહેર વસેલું છે.

સોન

ઉદ્દ્ગમ સ્થાન : મધ્યપ્રદેશમાં અમરકંટકના ઉચ્ચ પ્રદેશમાંથી

>> સોન નદી પર મધ્ય પ્રદેશ રાજયમાં બાણસાગર પરિયોજના આવેલી છે.

>> તે પટના (બિહાર) ની પશ્ચિમે આવેલા આરા પાસે ગંગા નદીને મળે છે.

Read more

👉 ગુજરાતનું નદીતંત્ર
👉 ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ
👉 ભારતની નદીઓના ઉદ્દગમ સ્થાન
Ganga nadi tantra in Gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!