Join our WhatsApp group : click here

Geography Questions in Gujarati

Geography Questions in Gujarati : GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati and All Competitive Examinations.

Geography Questions in Gujarati

Geography Questions in Gujarati Set -1

1). બેન્ટોનાઈટ ખનીજ મુખ્યત્વે ક્યાંથી મળી આવે છે ? : કચ્છ અને ભાવનગર
2). સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ? : રેતી
3). અગ્નિજીત માટી (Fire clay)ના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયો ક્રમ ધરાવે છે ? : પ્રથમ
4). ગુજરાતમાં કુંદી કરવાની માટી (Fuller’s Earth) કયાંથી મળે છે ? : લાખણકા(જિ.ભાવનગર), પસવાડિયા (જિ.કચ્છ), ડમલાઈ (જિ.ભરૂચ)
5). ગ્રેફાઈટનો ઉપયોગ શામાં થાય છે ? : થર્મોકોલ, પેન્સિલ, સ્ફોટક પદાર્થ, ડાયનેમો, બેટરી બનાવવા
6). ગ્રેફાઈટ સૌથી વધુ ગુજરાતમાંથી કયાંથી મળી આવે છે ? : વડોદરા અને પંચમહાલમાંથી
7). ગુજરાતમાં સૌથી વધુ ચિરોડીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : દેવભૂમિ દ્વારકા
8). બાયોડીઝલ કયા છોડમાંથી બને છે ? : રતનજયોત
9). સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતુ ખનીજ કયું છે ? : અકીક
10). પાનન્ધો શાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ? : લિગ્નાઈટ


11). સોડાએશના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે ? : ભારતમાં પ્રથમ (કુલ ઉત્પાદનના 98%)
12). ગુજરાતમાં સોડાએશનું ઉત્પાદન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે ? : મીઠાપુર,ધાંગધા, પોરબંદર
13). કોલસાની ગુણવત્તાની દ્રષ્ટિએ તેના પ્રકારોનો ઉતરતો ક્રમ જણાવો ? : એન્થસાઈટ, બીટયુમીન, લીગ્નાઈટ, પીટ
14). ‘ધ પેટ્રોલિયમ કેપિટલ ઓફ ઈન્ડિયા’ તરીકે ભારતના કયા રાજયને ઓળખવામાં છે ? : ગુજરાત
15). ગુજરાતમાં કુદરતી વાયુ તથા ખનીજતેલ સૌપ્રથમ કયાંથી મળી આવ્યું?કયારે ? : ઈ.સ.1958 માં લૂણેજ ખાતે
16). અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ કોણે સ્થાપી ? : રણછોડલાલ છોટાલાલ રેટીયાવાળા
17). ગુજરાતમાં અમદાવાદ ખાતે બીજી કાપડમીલ કોણે અને કયારે શરૂ કરી ? : ઈ.સ.1867માં
18). ઈ.સ. 1955 માં કેન્દ્ર સરકારે ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્થાપવાની પસંદગી કરી હતી ? : રાજકોટ(ભકિતનગર)
19). ગુજરાતમાં ઘંઉ માટે કયો વિસ્તાર પ્રખ્યાત છે ? : ભાલ પ્રદેશ (ભાલપ્રદેશના ભાલીયા, છાસિયા, દાઉદખાની ઘઉની જાતો જાણીતી છે.)
20). વિશ્વની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીની ગુજરાતમાં આવેલી સૌથી ઉંચી ટેકરી કઈ છે ? : જેસોર, બનાસકાંઠા જિલ્લો (1090મીટર) (અરવલ્લીનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં આવેલું ગુરુશિખર’)
21). રતનમહાલના ડુંગર કયાં આવેલો છે ? : દાહોદ જિલ્લામાં
22). ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ? : ગોરખનાથ શિખર(1117 મીટર) ગિરનાર પર્વત
23). સાબરમતી અને તેની આજુબાજુના નીચાણવાળા કાદવ અને નિક્ષેપોથી બનેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ? : ભાઠા વિસ્તાર
24). આંબા ડુંગર, નીતિની ટેકરી અને ડુંગરગામ કે જ્યાંથી ફલોરસ્પારનો સૌથી વધુ જથ્થો મળે છે તે કયાં આવેલાં છે ? : છોટા ઉદેપુર
25). કાળિયો, લાલિયો, ભૂજિયો, ઝુરા, ઉમિયા અને પાનધ્રો ડુંગર કયા જિલ્લામાં આવેલા છે ? : કચ્છ


26). ઈડરિયો ગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે ? : અરવલ્લીની ગિરિમાળાનો
27). વિલ્સનની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ? : વલસાડ
28). સરકલા પર્વતની ટેકરીઓ કયાં આવેલી છે ? : અમરેલી
29). તાપી નદીની દક્ષિણમાં કઈ પર્વતમાળા આવેલી છે? : સહ્યાદ્રી
30). દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ? : સાપુતારા(1100 મીટર)
31). સાપુતારા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? : સહ્યાદ્રીની પર્વતમાળા
32). નંદીવેલની ટેકરી કયાં આવેલી છે ? : જૂનાગઢ (સાસણગીર)
33). સુંવાલીની ટેકરીઓ કયા આવેલી છે ? : સુરતના દરિયાકિનારે તાપી નદીના મુખપ્રદેશ પાસે
34). આલિયા બેટ,પીરમ બેટ કઈ નદીના મુખ પર આવેલા છે ? : નર્મદા
35). કચ્છની મધ્યધારનો સૌથી ઉંચો ડુંગર કયો છે ? : ધીણોધર (388 મીટર)
36). માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? : ચોટીલા (340 મીટર)
37). બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? : પોરબંદર
38). બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે ? : આભપરા (637 મીટર)
39). જામનગર અને પોરબંદર જિલ્લાને જોડતો ડુંગર કયો છે ? : બરડો
40). ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? : સરકલા (643 મીટર)
41). મોરધારના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે ? : અમરેલી
42). રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? : માથાસર(આશરે 800 મીટર)
43). પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચુ શિખર કયું છે ? : વિલ્સન
44). ધોળાવીરા જે હડપ્પીય સંસ્કૃતિનું નગર છે તે કયા ટાપુમાં આવેલું છે ? : ખદીર
45). નળસરોવરનો સૌથી મોટો ટાપુ ક્યો છે ? : પાનવડ

Geography Questions in Gujarati Set -2

01). ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ ઠંડી પડે છે ? : નાલિયા (કચ્છ)
02). ગુજરાતના કયા સ્થળે સૌથી વધુ ગરમી પડે છે ? : ડીસા (બનાસકાંઠા)
03). પાછા ફરતા મોસમી પવનોના ઓકટોબર અને નવેમ્બર માસના સમયને કયા નામે ઓળખવામાં આવે છે ? : શરદ સંપાત
04). કઈ નદી દમણ અને પારડીને અલગ પાડે છે ? : કોલક
05). ગુજરાતનું સૌથી મોટુ કુદરતી સરોવર કયું છે ? : નળ સરોવર (120.82 ચો.કિ.મી.)
06). ગુજરાતનું સૌથી મોટુ કુત્રિમ સરોવર કયું છે ? : સરદાર સરોવર
07). અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ? : અરવલ્લીમાં
08). ભાવનગર જિલ્લાના દક્ષિણે કયો બેટ આવેલો છે ? : શિયાળ બેટ
09). સતિયાદેવ ડુંગર કયાં આવેલો છે ? : જામનગર જિલ્લામાં
10). પશ્ચમ, ખદિર, બેલા અને ખાવડા ડુંગરો કયાં આવેલો છે ? : કચ્છના મોટા રણમાં (ઉત્તર ધારમાં)
11). ગુજરાતના બંદરોના સંચાલન અને વિકાસ માટે કઈ સંસ્થા કાર્યરત છે ? : ગુજરાત મેરીટાઈમ બોર્ડ (સ્થાપના 1982)
12). અલેચની ટેકરી કયાં આવેલી છે ? : બરડો ડુંગર(પોરબંદર જિલ્લો)
13). ઓસમ ડુંગર કયાં આવેલો છે ? : રાજકોટ જિલ્લામાં
14). તારંગા કયા જિલ્લામાં આવેલું છે ? : મહેસાણા
15). ગુજરાતની ચેરાપુંજી કોને કહેવાય છે ? : કપરાડા,ધરમપુર (વલસાડ)
16). સામાન્ય રીતે ‘માવઠું’ કઈ ઋતુમાં થાય છે ? : શિયાળા
17). ‘હેલી’ કઈ ઋતુમાં જોવા મળે છે ? : વર્ષાઋતુ
18). ગુજરાતમાં ‘હેલી’ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? : ખરડિયું
19). ગુજરાતમાં કયા પ્રદેશને ‘નપાણિયા’ પ્રદેશ કહેવામાં આવે છે ? : કચ્છ જિલ્લો
20). ‘આંધી’ ગુજરાતમાં કઈ ઋતુમાં આવે છે ? : ઉનાળાના અંતે
21). ‘લૂ’ કઈ ઋતુમાં અનુભવાય છે ? : ઉનાળામાં

22). વાગડનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
23). વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે ? : કંથકોટના ડુંગર
24). કચ્છમાં ડુંગરોની કેટલી ધાર આવેલી છે ? : ત્રણ
25). ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર કયું છે ? : કાળો
26). મધ્ય ધારનું ઊંચું શિખર કયું છે ? : ધીણોધરા
27). દક્ષિણ ધારનું ઊંચું શિખર કયું છે ? : નનામો
28). પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? : વઢિયાર પ્રદેશ
29). પાટણ જિલ્લાનો વઢિયાર પ્રદેશ શેના માટે જાણીતો બન્યો છે ? : વઢિયાર ભેંસ અને કાંકરેજી ગાય માટે
30). સતલાસણા તાલુકો જે મહેસાણા જિલ્લાનો ભાગ છે તે કયા નામે ઓળખાય છે ? : ગઢવાડા
31). જુનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીરસોમનાથ જિલ્લાના ઉના સુધીના ભાગ એટલે ? : લીલી નાઘેરનો પ્રદેશ.
32). બન્નીના ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે ? : કચ્છ જિલ્લામાં
33). ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીના ભાગ કયા નામે ઓળખાય છે ? : સોરઠ
34). ઢાઢર અને મહી નદી વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ? : વાકળ
35). પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ? : વલસાડ
36). પ્રાચીન ગુજરાતના સમયમાં ગુજરાતના કેટલા વિભાગ હતા ? : 3 (આનર્ત, લાટ, સુરાષ્ટ્ર)
37). ઉત્તર ગુજરાતની કુંવારિકા’ નદી કઈ કઈ છે ? : સરસ્વતી, રૂપેણ અને બનાસ
38). કુંવારિકા’ નદી એટલે શું ? : સમુદ્રમાં તેના અંતિમ પ્રવાહો મળ્યા વિના રણમાં સમાઈ જાય
39). ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ? : બનાસ નદી
40). બનાસ નદી કયાં કયાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ? : બનાસકાંઠા, પાટણ, કચ્છ (નાનું રણ)
41). બનાસ નદીની સહાયક નદી કઈ છે ? : શીપુ
42). બનાસ નદી બીજા કયા નામથી ઓળખાય છે ? : પરણાસા
43). સરસ્વતી નદી કયાં ક્યાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ? : બનાસકાંઠા, પાટણ, કચ્છ (નાનું રણ)
44). કઈ નદી માતૃશ્રાધ્ધ માટે જાણીતી છે ? : સરસ્વતી (સિદ્ધપુર, જિ. પાટણ)
45). કઈ નદી પિતૃશ્રાધ્ધ માટે જાણીતી છે ? : નર્મદા (ચાંદોદ – કરનાળી, જી. વડોદરા)

Geography Questions in Gujarati Set -3

01). કયુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે ? : બિંદુ સરોવર (સિદ્ધપુર, જિ. પાટણ) (તેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવેલું હતું.)
02). નર્મદા નદી પર મધ્યપ્રદેશના જબલપુર પાસે કયો ધોધ આવેલો છે ? : ધુંવાધાર
03). ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે ? : 185
04). ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે નદી આવેલી છે ? : કચ્છ (97)
05). સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે ? : 11
06). તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે ? : 7
07). સિપુ અને બાલારામ ઉપનદીઓ કઈ નદીની શાખા નદીઓ છે ? : બનાસ
08). કેડિલા ફાર્માસ્યુટિકલ્સ’ કયાં આવેલું છે ? : મોરૈયા (તા. સાણંદ, જિ. અમદાવાદ)
09). એઝોડાઈઝના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે ? : પ્રથમ
10). દેશમાં વધુમાં વધુ વપરાતી ડાઈ કઈ છે ? : અતુલ (વલસાડ) ની સેલ્ફર બ્લેક
11). ભારતના પ્રથમ પેટ્રો કેમિકલ સંકુલની સ્થાપના કયાં થઈ હતી ? : વડોદરા (IPCL)
12). ગુજરાતની કઈ રિફાયનરી વિશ્વની છઠ્ઠા નંબરની રિફાયનરી છે ? : જામનગર (રિલાયન્સ)
13). દેશની બીજા નંબરની ખાનગી રિફાઈનરી કયાં આવેલી છે ? : વાડીનાર (એસ્સાર)
14). GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ)કયાં આવેલી છે ? : બાજવા વડોદરા નજીક
15). KRIBHCO રાસાયણિક ખાતરનું કારખાનું કયાં આવેલું છે ? : હજીરા
16). GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર કોર્પોરેશન) કયાં આવેલી છે ? : ભરૂચ(ચાવજ)
17). વિશ્વનું યુરિયા ખાતરનું સૌથી મોટું કારખાનું કયાં આવેલું છે ? : ભરૂચ GNFC
18). જેપી સિમેન્ટ કંપની કયાં આવેલી છે ? : વાયોર (જિ.કચ્છ)
19). ગુજરાત હિરાના ઉદ્યોગના ઉત્પાદનમાં વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે ? : ત્રીજો
20). ગુજરાતનું એન્ટવર્પ કોને ગણવામાં આવે છે ? : સુરત
21). A City of Diamond (હીરાનું શહેર) તરીકે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે ? : સુરત
22). અંબુજા સિમેન્ટની ફેકટરી કયાં આવેલી છે ? : કોડિનાર તાલુકાના વડનગર ગામમાં, જિ. ગીર સોમનાથ
23). હાઈ બોન્ડ સિમેન્ટની ફેક્ટરી કયાં આવેલી છે ? : પાટીદાદ (તા. ગોંડલ)
24). ચાંદોદ અને કરનાળી નજીક કયા ત્રણ નદીઓનો સંગમ રચાય છે ? : નર્મદા, કરજણ અને ઓરસંગ
25). ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ છે ? : સરસ્વતી
26). ગુજરાતમાં નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે ? : શુરપાણેશ્વર ધોધ (નર્મદા જિલ્લો)
27). સાબરમતી નદીના કિનારા પર પૌરાણિક માન્યતા મુજબ કયા ઋષિનો આશ્રમ હતો ? : દધિચિ ઋષિ
28). ગુજરાતની સૌથી લાંબી નદી છે ? : સાબરમતી(321કિમી લાંબી)
29). હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે ? : હાથમતી
30). અમદાવાદ જિલ્લાના વૌઠા પાસે કેટલી નદીનું સંગમ સ્થાન છે? કઈ કઈ ? : 7 (1)સાબરમતી 2)હાથમતી (૩)બારી (4)મેથ્વો (5)માઝમ (6) શેઢી (7) વાત્રક
31). વૌઠા નામનો વિસ્તાર કયા આવેલો છે ? : અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકામાં (કારતક સુદ ચોથ, પાંચમ અને છઠ-ત્રણ દિવસ અહિંયા લોકમેળો યોજાય છે જે ગધેડાના વેપાર માટે જાણીતો છે)
32). ગુજરાતની સૌથી મોટી નદી (જળ જથ્થાની દ્રષ્ટિએ).કઈ છે ? : નર્મદા
33). ‘ગુજરાતની જીવાદોરી’ કઈ નદીને કહેવાય છે ? : નર્મદા
34). નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલની રચના કયારે કરવામાં આવી ? : આંતરરાષ્ટ્રીય રીવર વોટર ડીટ્યુટ એકટ, 1956 હેઠળ 1969માં
35). ઉકાઈ બહુહેતુક યોજના કયાં આવેલી છે ? : પર તાપી જિલ્લાના સોનગઢ પાસે
36). જીતગઢ સિંચાઈ યોજના કઈ નદી પર બની છે ? : નર્મદા પર
37). કઈ નદી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાય છે ? : ભાદર
39). ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ ટોલેમીએ મોફીસ (MOPHIS) તરીકે કરેલ છે ? : મહી નદી
40). બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો ? : પર્ણાશા
41). ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની સ્થાપના કયારે કરવામાં આવી ? : 1988
42). નર્મદા યોજના કયા તાલુકામાં આવેલી છે ? : ગુરુડેશ્વર તાલુકામાં
43). નર્મદા નદી પર બંધ બાંધવાનો સૌપ્રથમ વિચાર કોને અને કયારે આવ્યો ? : સરદાર વલ્લભભાઈ પટેલ, 1946
44). નર્મદા નદી પર બંધ બાંધવાનો શિલાન્યાસ કોણે અને કયારે કર્યો ? : પંડિત જવાહરલાલ નહેરૂ, 1961
45). ગુજરાતને કેટલા ‘એગ્રો કલાયમેટ ઝોન’માં વહેચવામાં આવ્યું છે ? : 8

Geography Questions in Gujarati Set -4

01). કેન્દ્રિય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા કયાં આવેલી છે ? : વાંસદા
02). ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવા માટે કેન્દ્ર સરકારનો વિવિધ ભાષાનો ટોલ ફ્રી નંબર કયો છે ? :1551
03). ખેતીવાડી શિક્ષણ માટે ગુજરાતમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસક્રમ કયાં ચાલે છે ? : દાંતીવાડા, જૂનાગઢ, આણંદ, નવસારી
04). ગુજરાતની કેટલી જમીન ખેતીલાયક છે ? : 58.3%
05). ગુજરાતમાં વાવેતરનો કુલ વિસ્તાર કેટલો છે ? : 99.10 લાખ હેકટર
06). ઉનાળાના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ છે ? : કાળી જમીન
07). WALMI (વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ) કયાં આવેલી છે ? : આણંદ
08). નવા કાંપની જમીનને શું કહેવાય છે ? : ભાઠાની જમીન
09). જૂના કાંપની જમીનને શું કહેવાય છે ? : ગોરાટ જમીન
10). નદીના કાંપથી બનતી જમીનમાં કઈ જમીન ફળદ્રુપ હોય છે ? : ભાઠાની જમીન
11). ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કયા વિસ્તારમાં છે ? : કચ્છ
12). ખારલેન્ડની જમીનને નવસાધ્ય કરવામાં જિપ્સમ.મોલાસીસ ઉપરાંત બીજા કયા ખનીજ દ્રવ્યોનો ઉપયોગ થાય છે ? : ગંધક
13). કયા પ્રકારની જમીન વધુ ભેજસંગ્રહ શકિત ધરાવે છે ? : કયારાની જમીન
14). સાબરમતી નદી ખંભાતના અખાતને જયાં મળે તે જમીન કયાં નામે ઓળખાય છે ? : ભાઠાની જમીન
15). ભાઠાની જમીન કયાં પાક માટે અનુકૂળ છે ? : બટેટા
16). નર્મદા નદી ગુજરાતમાં કયાંથી પ્રવેશે છે ? : હાફેશ્વર (કવાંટ તાલુકો, જિ. છોટા ઉદેપુર).
17). ગુજરાતમાં વહેતી અને ગુજરાતમાંથી જ નીકળતી સૌથી મોટી નદી કઈ છે ? : ભાદર (270 KM)
18). ડાંગના આદિવાસી લોકો હોળી કે ધૂળેટીના પ્રસંગે કઈ નદીના કિનારે પૂજા કરે છે ? : સર્પગંગા
19). સર્પગંગા નદી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ? : ડાંગ જિલ્લામાં
20). ‘ગુજરાતની ગંગા’ કઈ નદીને કહેવાય છે ? : નર્મદા
21). સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર લોથલ કઈ નદીના કિનારે વસેલું છે ? : ભોગાવો નદી (લોથલનું ઉત્પનન ઈ.સ. 1954માં એસ. આર. રાવ દ્વારાકરવામાં આવેલું હતું.)
22). સિંધુ સભ્યતાના કયા નગરમાંથી ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા હતા ? : સુરકોટડા, જિ. કચ્છ
23). તાપી નદી ગુજરાતમાં કયાં પ્રવેશે છે ? : હરણફાળ(નિઝર તાલુકાનાં વ્યાલ ગામ પાસે)
24). ગુજરાતની દક્ષિણમાં આવેલી છેલ્લી નદી કઈ છે? : દમણ ગંગા
25). રૂદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે ? : ખારી નદી (કચ્છની એકમાત્ર સિંચાઈ યોજના)
26). આજીડેમ કઈ નદી પર આવેલો છે ? : આજીનદી (જિ. રાજકોટ) (આ બંધ દ્વારા તૈયાર થતું સરોવર લાલપરી સરોવર’ તરીકે ઓળખાય છે.)
27). પ્રભાસ પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? : સરસ્વતી (ગીર), હિરણ અને કપિલાના ત્રિવેણી સંગમ પર
28). ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે ? : રાજકોટ
29). કઈ નદી સુર્યપુત્રી તરીકે નીકળે છે ? : તાપી
30). મૈકલ કન્યા એટલે કઈ નદી ? : નર્મદા નદી
31). કપિલાધારા અને દૂધધારા ધોધ કઈ નદી પર છે ?
32). ઉકાઈ ડેમ દ્વારા રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? : વલ્લભ સાગર
33). ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ કોનાં દ્વારા થાય છે ? : કૂવા તથા પાતાળકુવા
34). ઉકાઈ બંધ કયારે બન્યો હતો ? : ઈ.સ. 1971
35). ગુજરાતમાં પાતાળ કુવાની સંખ્યા સૌથી વધુ કયા જિલ્લામાં છે ? : મહેસાણા
36). કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (KAPS) કયાં આવેલું છે ? : કાકરાપાર જિ. સુરત (ગુજરાતનું એકમાત્ર અણુ વિધુત મથક)
37). ભાદર યોજના કયાં આવેલી છે ? : ગોંડલ તાલુકાના નીલાખા ગામ પાસે (જિ. રાજકોટ)
38). ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે તળાવ દ્વારા સિંચાઈ થાય છે ? : ખેડા અને આણંદ
39). સરદાર સરોવરની ઊંચાઈ કેટલી છે ? : 138.68 મીટર
40). ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે કૂવા દ્વારા સિંચાઈ ક્યાં થાય છે ? : જૂનાગઢ
41). સાધુ બેટ કયાં આવેલો છે ? : સરદાર સરોવર ડેમની નીચાણમાં
42). સ્ટેગ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કયારે થયો? કોણે કર્યો ? : 31 ઓકટોબર 2013, શ્રી નરેન્દ્ર મોદી
43). ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પિયત વિસ્તાર આવેલો છે ? : મહેસાણા
44). રેતાળ કાંપની સ્થાનિક જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે ? : બેસર
45). નાઈટ્રોજન તત્વ ધરાવતી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે ? : લેટેરાઈટ

Geography Questions in Gujarati Set -5

01). ગુજરાતમાં ક્ષારીય જમીનોને નવસાધ્ય કરી ખેતીલાયક બનાવવા માટે કયા મંડળની સ્થાપના થઈ ? : ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ (1963 માં ખારલેન્ડ એકટ ઘડવામાં આવ્યો)
02). ગુજરાત સરકારે વર્લ્ડ બેંકના સહયોગથી જમીન સુધારણા માટે કયા નિગમની સ્થાપના કરેલ છે ? : ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ
03). ગુજરાતમાં કઈ જમીનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે ? : કાંપની જમીન
04). તમાકુના પાકને કયા પ્રકારની જમીન માફક આવે છે ? : બેસર જમીન
05). ટિટાનિફેરસ, મેગ્નેટાઈટ અને કેલ્શિયમ ધરાવતી માટી કયા રંગની હોય છે ? : કાળા
07). ઊંડી કાળી જમીન કયા પાક માટે ઉત્તમ ગણાય છે ? : કપાસ
08). ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન કયો જિલ્લામાં આવેલી છે ? : બનાસકાંઠા
09). ગુજરાતમાં સૌથી ઓછી ખેતીની જમીન કયા જિલ્લામાં છે ? : કચ્છ
10). ગુજરાતમાં કયા પાકનું વાવેતર વધારે થાય છે ? : કપાસ
11). કપાસના વાવેતર વિસ્તારમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે ? : બીજા (પ્રથમ- મહારાષ્ટ્ર)
12). ઘઉંના પાકમાં આવતા ગેરૂ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે ? : મેન્કોઝેબ
13). ક્યા પાકમાં ‘અંગારિયો’ રોગ થાય છે ? : ડાંગરમાં
14). તાઈચંગ, આઈ.આર. 8, જયા, પદમાં, રત્ના, હંસા,મસૂરી, વિજ્યા, ક્રિષ્ણા, જિ.આર-11, બાસમતી-217વગેરે કયા પાકની સુધારેલી જાત છે ? : ડાંગર (ચોખા)
15). સોના, સોનાલિકા, લોકવન, એચ.ડી-2189, અરણેજ-28, જી.ડબલ્યુ -1 એ કોની સુધારેલી જાત છે ? : ઘઉં
16). વારાલક્ષ્મી, દિગવિજય, સંજય, બી.ટી. કોની સુધારેલી જાત છે ? : કપાસ
17). બી.જે.-104, સી.જે.-104, બી.કે.-560 કોની સુધારેલી જાત છે ? : બાજરી
18). પંજાબ-1, જી.-11, ગુજરાત, જલગાંઉ, મગડી, જી.એલ.- 24 કોની સુધારેલ જાત છે ? : મગફળી
19). આણંદ, પીળિયુ,K-49. આ કયા પાકની મુખ્ય જાતો છે ? : તમાકુ
20). ગુજરાતમાં મોટા કદના અને નાના કદનાં સૌથી વધુ ખેતરો કયા જિલ્લામાં આવેલા છે ? : અનુક્રમે મહેસાણા અને ડાંગ
21). ગુજરાતના કયા જિલ્લામાં ગોચર જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે ? : ગીર સોમનાથ
22). ખીણપ્રદેશમાં જાડાઈની કાંપની જમીન ફળદ્રુપ હોય છે, જેને ખેતી હેઠળ લાવી વસાહતો સ્થાપવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે ? : કંપાઝ
23). ટીસ્યુ કલ્ચર દ્વારા છોડ ઉછેર માટે G.N.F.C, (ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન) અને G.S.F.C.ના સંયુકત ઉપક્રમે કઈ કંપનીની સ્થાપના કરવામાં આવી છે ? : ગુજરાત એગ્રો પ્રોસેસિંગ કંપની લી. (GACL)
24). દૂધના ઉત્પાદન માટેની ક્રાંતિને શું કહેવાય છે ? : શ્વેતક્રાંતિ
25). પીળી ક્રાંતિ કયા પાક સાથે સંકળાયેલી છે ? : તેલિબિયાં
26). સોનેરી ક્રાંતિ શાના ઉત્પાદન માટે જાણીતી છે ? : ફળ
27). હરિયાળી ક્રાંતિ શાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે ? :
28). શિયાળા, ચોમાસા અને ઉનાળામાં લેવાતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે ? : અનુક્રમે રવિપાક, ખરીફપાક અને જાયદપાક
29). ભારતીય હરિતક્રાંતિના પિતા કોણ છે ? : ડો.સ્વામીનાથન
30). વિશ્વના હરિયાળી ક્રાંતિના પિતા કોણ ગણાય છે ? : ડો.નોરમન બોરલોગ (કૃષિક્ષેત્રે યોગ્ય સંશોધન કરનાર વૈજ્ઞાનિકને ડો. નોરમન બોરલોગના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે)
31). કયું શહેર ‘મસાલાના શહેર’ તરીકે જાણીતું છે ? : ઊંઝા
32). ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે ? : ઉંઝા, જિ. મહેસાણા
33). વિશ્વ વન દિવસ’ કયારે ઉજવાય છે ? : 21માર્ચ
34). ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ? : ડાંગ (જિલ્લાની કુલ જમીનના 59%
35). ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો કયો છે ? : કચ્છ (2.10%)
36). ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે ? : વઘઈ, જિ.ડાંગ
37). સૌથી ઓછો અને સૌથી વધુ વિકાસ પામતું વૃક્ષ કયું છે ? : અનુક્રમે સિસમ અને વાંસ
38). શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરીમાં વધારો કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ? : નગર નંદવન યોજના 2006 થી
39). ટીમરૂના પાન કયા ઉદ્યોગ માટે ઉપયોગી છે ? : બીડી
40). ઈમારતી લાકડા માટે કયું લાકડું ઉત્તમ ગણાય છે ? : વલસાડી સાગ
41). સાગર કિનારે કાદવ કિચડમાં થતા જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે ? : મેન્ગવ (ગુજરાતમાં સૌથી વધુ કચ્છમાં (71.5%) જોવા મળે છે.)
42). પડીયા પતરાળા બનાવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે ? : ખાખરા
43). કેન્દ્ર સરકારે નવી વનનીતિમાં કેટલા ટકા જંગલો રાખવાનો નિર્ણય લીધો છે ? : 33%
44). રણને આગળ વધતું અટકાવવા માટે ગુજરાતમાં કયું વૃક્ષ રોપવામાં આવે છે ? : ગાંડો બાવળ
45). દરિયા કિનારાની જમીનને રેતાળ અને અફળદ્રુપ બનતી અટકાવવા માટે કયા વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે ? : ચેર

Geography Questions in Gujarati Set -6

01). ચેર આચ્છાદિત વિસ્તારોમાં ગુજરાત કયા ક્રમે આવે છે ? : બીજા(પ્રથમ પ.બંગાળ)
02). ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ’ કયાં આવેલી છે ? : દહેરાદૂન (ઉત્તરાખંડ)
03). ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ દર કેટલા વર્ષે વૃક્ષોની ગણતરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે છે ? : દર બે વર્ષે
04). પૃથ્વી પર આદ્ગભૂમી(Wetlands) ના સંરક્ષક તરીકે જાણીતું વૃક્ષ કયું છે ? : મેન્ગવ
05). સરકારી ધોરણે ચાલતી લાકડા પહેરવાની મીલ કયાં આવેલી છે ? : ડાંગ જિલ્લાના વઘઈ ખાતે
06). ગુજરાતમાં સૌથી મોટું લાખનું ઉત્પાદન અને રિસર્ચ કયા સ્થળે થાય છે ? : પીપળેશ, જિ. વડોદરા
07). વનજાગૃતિ ફેલવવા માટે ગુજરાત સરકાર દર વર્ષે કયો ઉત્સવ ઉજવે છે?ક્યારે ? : વન મહોત્સવ, જુલાઈ મહિનામાં
08). પર્યાવરણનો અભ્યાસ કરતી સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજયુકેશન સંસ્થા કયા આવેલી છે ? : અમદાવાદમાં
09). માંગલ્ય વન કયા આવેલું છે ? : અંબાજી
10). વિરાસત વન કયાં આવેલું છે ? : પાવાગઢ
11). ગુરૂ ગોવિંદ ગુરવન કયા આવેલું છે ? : માનગઢ
12). નાગેશવન કયા આવેલું છે ? : દ્વારકા
13). પૂર્વીય વિસ્તારમાં જંગલો કાપીને કરવામાં આવતી ખેતીને કયા નામે ઓળખવામાં આવે છે ? : ઝૂમ ખેતી (સ્થળાંતરીત અથવા ખસતી ખેતી)
14). ગુજરાતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયાં થાય છે ? : સુરત
15). દાડમનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? : ભાવનગર
16). જામફળના ઉત્પાદનમાં કયો વિસ્તાર જાણીતો છે ? : ધોળકા
17). ઈસબગુલ, વરીયાળી અને જીરાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ? : પ્રથમ
18). ઈસબગુલ ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ? : મહેસાણા અને બનાસકાંઠા
19). ગુજરાતનો મુખ્ય ધાન્ય પાક કયો છે ? : ઘઉ
20). ગુજરાતમાં સૌથી વધુ ઘઉનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : અમદાવાદ
21). ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
22). ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : ખેડા અને આણંદ
23). ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : જુનાગઢ
24).જમાદાર કેરી કયા વિસ્તાની પ્રખ્યાત છે ? : ભાવનગર
25). પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં વપરાતું ‘ફરકયુલર’ નામનું રસાયણ શામાંથી મળે છે ? : ડાંગરની ફોતરીમાંથી
26). એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે ? : પ્રથમ
27). ગુજરાતમાં સૌથી વધુ બટાટાની ખેતી કયાં થાય છે ? : બનાસકાંઠા જિલ્લાના ડિસામાં
28). ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : મહુવા, જિ. ભાવનગર
29). કયા વિસ્તારની હાફૂસ અને કેસર કેરી જાણીતી છે ? : અનુક્રમે વલસાડ અને ગીર સોમનાથ
30). ગુજરાતમાં નાગરવેલની ખેતી કયાં થાય છે ? : સૌરાષ્ટ્રના ચોરવાડ વિસ્તારમાં (જુનાગઢ)
31). કેન્દ્ર સરકારે ગુજરાતમાં કેટલી ઓઈલ પામ નર્સરીની સ્થાપના કરી છે?કઈ કઈ ? : બે (1) મોલવડ ફાર્મ (જિ.સુરત), (2)પરીયા ફાર્મ(જિ.વલસાડ)
32). ફલોરસ્પારના શુદ્ધિકરણ માટે એશિયાનું મોટામાં મોટું અને એક માત્ર કારખાનું કયાં આવેલું છે ? : આંબા ડુંગર નજીક કડીપાણી, (છોટા ઉદેપુર)
33). અકીકનું ઉત્પાદન દેશમાં એક માત્ર કયા રાજયમાં થાય છે ? : ગુજરાત
34). અકીકનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? : ઝઘડિયા(જિ.ભરૂચ)
35). અકીકમાંથી શું બનાવવામાં આવે છે ? : શૃંગારની વસ્તુ
36). અકીકના પથ્થરોમાંથી કલાત્મક વસ્તુ બનાવવાના ઉદ્યોગો ક્યાં વિકસેલા છે ? : ખંભાત
37). અકીક પોલીસીંગનો ઉદ્યોગ ગુજરાતમાં કયા વિકસ્યો છે ? : ખંભાત અને જામનગર
38). ગુજરાતમાં બોકસાઈટનો વિપુલ જથ્થો કયાં આવેલો છે ? : કચ્છ અને જામનગર જિલ્લામાં
39). બોકસાઈટમાંથી શું બનાવવામાં આવે છે ? : એલ્યુમિનિયમ
40). ડોલોમાઈટમાં શાનું પ્રમાણ વધુ હોય છે ? : મેગ્નેશિયમ કાર્બોનેટ
41). ડોલોમાઈટનો ઉપયોગ મુખ્યત્વે શામાં થાય છે ? : કાચ, ટાઈલ્સ, સ્ટીલ,ખાતર,દરિયાના પાણીનું શુદ્ધિકરણ માટે
42). ડોલોમાઈટના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? : ત્રીજુ (પ્રથમ-ઓરિસ્સા, બીજું મધ્યપ્રદેશ)
43). ડોલોમાઈટ બીજા કયા નામે ઓળખાય છે ? : લીલારંગનો આરસ
44). લાઈમસ્ટોનમાં શાનું પ્રમાણ વધુ હોય છે ? : કેશિયમ કાર્બોનેટ
45). ઉત્તમ પ્રકારનો ડોલોમાઈટ ગુજરાતમાંથી કયાંથી મળે છે ? : છોટા ઉદેપુર પથ્થરો માટે

Geography Questions in Gujarati Set -7

01). સંખેડા તાલુકાના છૂછાપુરા અને ભુલવણ શાના માટે પ્રખ્યાત છે ? : ઉત્તમ લીલા ડોલોમાઈટ આરસના માટે
02). કેલ્સાઈટનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે ? : સુક્ષ્મદર્શક સાધનો બનાવવા, રસાયણ ઉદ્યોગોમાં પોલીશ, ગાળણ તરીકે, બ્લીચીંગ પાવડર, રંગરસાયણ વગેરે
03). દેશમાં કયાંય ન મળતા હોય તેવા લીલા રંગના ડોલોમાઈટ આરસને શું કહેવાય છે ? : પ્રાચીન મરકત
04). ઉત્તમ પ્રકારનો કેલ્સાઈટ ગુજરાતમાં કયાંથી મળે છે ? : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
05). ગીરના જંગલના સક્કડિયા, માળિયા, ભેંસાણની આસપાસ મળતા કેલ્સાઈટને શું કહેવાય છે ? : પનાલા ડિપોઝીટ
07). સૂક્ષ્મદર્શક સાધનોમાં તથા રસાયણ ઉદ્યોગમાં ગાળણ તરીકે કયું ખનીજ વપરાય છે ? : કેલ્સાઈટ
08). ચિનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયાં ક્રમે આવે છે ? : પ્રથમ
09). ચિનાઈ માટીનાં ઉત્પાદનમાં ગુજરાતનું કયું સ્થળ ભારતનું સૌથી મોટું ઉત્પાદન સ્થળ છે ? : સાબરકાંઠા જિલ્લાનું આરસોદીયા
10). સુરેન્દ્રનગર જિલ્લાનો થાનનો પ્રદેશ શાના ઉત્પાદન માટે જાણીતો છે ? : ચિનાઈ માટીના વાસણો અને નળિયા (પરશુરામ પોટરી મહત્વનો એકમ છે)
11). ગુજરાતમાં સૌથી વધુ ચિરોડીનું ઉત્પાદન કયાં થાય છે ? : દેવભૂમિ દ્વારકા જિલ્લો
12). પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કોમેસ્ટ્રીક તથા જંતુનાશક દવાની બનાવટમાં કયું ખનીજ વપરાય છે ? : ચિરોડી (જિપ્સમ)
13). થર્મોકોલ કે સૂકોકોષ બનાવવા શું વપરાય છે ? : ગ્રેફાઈટ
14). ખનીજતેલના શુદ્ધિકરણ માટે કયું ખનીજ વપરાય છે ? : બેન્ટોનાઈટ
15). ગુજરાતમાં તાંબા, સીસા અને જસતની ખાણો કયાં આવેલી છે ? : દાંતા તાલુકો (બનાસકાંઠા)
16). તાંબાનો ઉપયોગ શામાં થાય છે ? : રાસાયણિક સંકુલોમાં, ખાંડના શુદ્ધિકરણમાં, તાંબાનો ઢાળ ચઢાવવામાં, વીજળીના તાર તરીકે
17). સીસાનો ઉપયોગ શામાં થાય છે ? : વીજળીના તાર અને સ્ટોરેજ બેટરી બનાવવા
18). જસતનો ઉપયોગ શામાં થાય છે ? : સુકી બેટરી અને ગેલ્વેનાઈઝ પતરા બનાવવા
19). ઈંગ્લેન્ડની ચિનાઈ માટી સાથે સરખાવી શકાય તેવી ઉત્તમ પ્રકારની ચિનાઈ માટી ગુજરાતમાં કયાંથી મળે છે ? : એકલેરા ક્ષેત્ર(તા. હિંમતનગર)
20). વુલેસ્ટોનાઈટ નામની ખનીજ ગુજરાતના કયા સ્થળેથી મળી આવે છે ? : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી
21). વુલેસ્ટોનાઈટ ખનીજનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે ? : ટાઈલ્સ અને સ્નાનાગારમાં વપરાતી વસ્તુ પર ચમક લાવવા માટે
22). ગુજરાતની સૌથી લાંબી ‘ડાઈક’ કયાં આવેલી છે ? : સરધાર ગામ પાસે જિ. રાજકોટ
23). 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કયાં હતું ? : ધાંગ ગામ(તાલુકો – ભચાઉ, જિ.કચ્છ)
24). કંડલા બંદર કયા પ્રકારનું છે ? : કુદરતી બંદર
25). ગુજરાતનું એક માત્ર મુકત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે ? : કંડલા (1955માં કંડલા બંદરને મહાબંદરનો દરજજો પ્રાપ્ત થયો અને 1965માં તેને મુકત વ્યાપારક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે.)
26). લોથલ ગુજરાતમાં કયાં આવેલું છે ? : અમદાવાદના ધોળકા તાલુકામાં
27). રણના ખારથી છવાયેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ? : ખારો
28). રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્રણ થયેલા કાળા અને કડવા ક્ષારથી બનેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ? : ખારાસરી
29). રણના ઊંચા અને ટેકરાવાળા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? : લાણાસરી
30). કંઠીના મેદાનો કયાં આવેલા છે ? : કચ્છ
31). ઉત્તર ગુજરાતના આદિવાસી પટ્ટો કયા નામે ઓળખાય છે ? : પોશીનો પટ્ટો
32). ગુજરાતની કઈ સંસ્થા વિસ્તારની સ્થિતિનું વર્ણન કરીને નકશા બનાવવા માટે મહત્વની કામગીરી કરે છે ? : ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (રાયસણ, જિ. ગાંધીનગર)
33). કયો જિલ્લો ‘વાડીઓના જિલ્લા તરીકે ઓળખાય છે ? : જૂનાગઢ
34). ગુજરાતનો બગીચો’ તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે ? : મધ્ય ગુજરાત
35). સોનેરી પાનનો મુલ્ક કયા પ્રદેશને ગણવામાં આવે છે ? : ચરોતર પ્રદેશ
36). ગુજરાતમાં સૌથી વધુ તમાકુ કયા પ્રદેશમાં થાય છે ? : ચરોતર પ્રદેશ (તમાકુ સંશોધન કેન્દ્ર આણંદના ધર્મજ ખાતે આવેલુ છે.)
37). IFFCO ખાતરના કારખાના કયાં આવેલા છે? : કલોલ અને કંડલા
38). શેઢી અને મહી વચ્ચેના પ્રદેશને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? : ચરોતર પ્રદેશ
39). કાગળનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પમલ કયાં આવેલી છે ? : સોનગઢ
40). ગ્રામીણ સ્તરે માળખાકીય સુવિધાના વિકાસ અને સંશોધન માટે કામ કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા ગુજરાતમાં કઈ છે ? : IRMA (ઈરમા-ઈન્ડિયન રૂરલ મેનેજમેન્ટ એસોસીએશન, આણંદ ખાતે)
41). GIDC – નું પૂરું નામ જણવો ? : ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
42). બોબીન-શટલ બનાવવા શાનો ઉપયોગ થાય છે ? : હળદરો અને કલમના વૃક્ષનો
43). દિવાસળી શાનો લાકડામાંથી બને છે ? : શીમળાના
44). ખેડા જિલ્લામાં શેઢી નદીની ઉત્તરે આવેલા પ્રદેશને શું કહેવાય છે ? : માળપ્રદેશ
45). તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે ? : બીજું (પ્રથમ સ્થાન આંધ્રપ્રદેશ)

Geography Questions in Gujarati Set -8

01). બેન્ટોનાઈટ ખનીજનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે ? : રસાયણ, ખનીજતેલ શુદ્ધિકરણ કોસ્ટેટીકસ, જંતુનાશક દવા વગેરેમાં
02). સૂક્ષ્મ (Micro)ઉદ્યોગ કોને કહેવાય છે ? : 25 લાખ રૂ. થી ઓછું મૂડીરોકાણ હોય તેવા ઉદ્યોગ
03). લઘુ ઉદ્યોગ કોને કહેવાય છે ? : રૂ 25 લાખથી 5 કરોડ સુધીના મૂડી રોકાણવાળા ઉદ્યોગ
04). મધ્યમ કક્ષાના ઉદ્યોગો કોને કહેવાય છે ? : રૂ 5 કરોડથી 10કરોડ સુધીના મૂડી રોકાણવાળા ઉધોગો
05). મોટા ઉદ્યોગો કોને કહેવાય છે ? : રૂ 10 કરોડથી વધુ મૂડી રોકાણ ધરાવતા ઉદ્યોગ
06). ઉદ્યોગના સ્થાયીકરણ માટે કયા ત્રણ ઔદ્યોગિક પરિબળો જવાબદાર હોય છે ? : ભૌગોલિક સ્થાન, કાચો માલ અને આબોહવા
07). કાપડ ઉદ્યોગ દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત દેશમાં કયા ક્રમે આવે છે ? : પ્રથમ
08). ગુજરાતમાં સૌથી વધુ કાપડની મિલો કયાં આવેલી છે ? : અમદાવાદ(41-મિલો)
09). ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિકરણ ધરાવતો જિલ્લો કયો છે ? : અમદાવાદ (બીજો ક્રમાંક સુરત)
10). ‘ગુજરાત ઓકિસજન લિમિટેડ’ નામની સંસ્થા કયાં આવેલી છે ? : લીંબડીમાં (સુરેન્દ્રનગર)
11). ઘડિયાળ અને વિલાયતી નળિયા બનાવવાનો ઉદ્યોગ કઈ જગ્યાએ વિકાસ પામ્યો છે ? : મોરબી
12). વડોદરા નજીક પ્લાસ્ટિક ઉત્પાદન કરતો એકમ કયા નામે ઓળખાય છે ? : પોલિમર્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
13). ગુજરાતમાં મારુતિ સુઝુકીનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : બહુચરાજી (મહેસાણા)
14). ‘ગુજરાત સાયકલ્સ લિમિટેડ’ નામનો સાયકલ બનાવવાનો ઉદ્યોગ કયાં આવેલો છે ? : વાઘોડિયા (જિ. વડોદરા)
15). ગુજરાતમાં ‘હિન્દુસ્તાન જનરલ મોટર્સ’ નું યુનિટ કયાં આવેલું છે ? : કાલોલ નજીક ચંદ્રપુર
16). ટાટા નેનો કાર બનાવવાનો ઉદ્યોગ કયાં આવેલો છે ? : સાણંદ (જિ. અમદાવાદ)
17). દેશનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ (Wind Power Plant) કયા રાજ્યના દરિયામાં સ્થપાશે ? : ગુજરાત (કચ્છ અને જામનગરના દરિયામાં)
18). ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે ? : કાનમનો પ્રદેશ
19). ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી પ્રખ્યાત છે ? : કાનમનો પ્રદેશ
20). કાંકરેજનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલા છે ? : બનાસકાંઠા
21). પીરમ, માલબેંક, સુલ્તાનપુર, જેગરી જેવા બેટ કયા જિલ્લાને સ્પર્શ કરે છે ? : ભાવનગર
22). ‘ભૂંગો’ શું છે ? : કચ્છના બન્ની વિસ્તારમાં જૂથમાં બનેલા ઝૂંપડા (આ ઝૂંપડાની હરોળને ‘વાઢ’ કહેવામાં આવે છે.)
23). માણાવદરથી નવી બંદર વચ્ચેનો નીચાણવાળો પ્રદેશ કયા નામથી જાણીતો છે ? : ઘેડ પ્રદેશ
24). ચોરવાડનો પ્રદેશ કયાં આવેલો છે ? : જૂનાગઢ જિલ્લો
25). ઉત્તર ગુજરાતમાં જોવા મળતી ઊંચાણવાળી ભૂમિને શું કહેવાય છે ? : ગોઢ
26). કંઠીનું મેદાન કયાં આવેલું છે ? : કચ્છમાં
27). પોળો’ નો જાણીતો જંગલ વિસ્તાર કયાં આવેલો છે ? : સાબરકાંઠા
28). સીસું, જસત, તાંબુ તથા આરસની ખાણો ગુજરાતમાં કયાં આવેલી છે ? : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી નજીક
29). સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શાનો બનેલો છે ? : બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો
30). ગુજરાતમાં મોટા ભાગનો ડુંગરાળ પ્રદેશ શાનો બનેલો છે ? : લાવા
31). અમદાવાદના મેદાનોનો દક્ષિણ – પશ્ચિમ ભાગ કયા નામે ઓળખવામાં આવે છે ? : ભાલપ્રદેશ
32). ગુજરાતના 1600કિમી દરિયા કિનારા પર કુલ કેટલા બંદરો આવેલા છે ? : 41(મધ્યમ કક્ષાના 11, લઘુ કક્ષાના 29 અને 1 મહાબંદર)
33). સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર સૌથી મોટો ટાપુ કયો છે ? : દીવ(11કિમી લંબાઈ)
34). સાબરમતી જયાં ખંભાતના અખાતને મળે છે ત્યાં 7 કિમી પહોળો કિનારો છે તેને શું કહેવાય છે ? : કોપાલીની ખાડી
35). કચ્છના નાના રણમાં ચોમાસામાં ટાપુમાં ફેરવાઈ જતા પ્રદેશોને શું કહેવાય છે ? : ટીંબા
36). કચ્છના નાના રણમાં કયું અભ્યારણ્ય આવેલું છે ? : ઘુડખર (જંગલી ગધેડાનું)
37). વિશ્વનું સૌથી ઊંચું હાઈબ્રિડ પવન ટર્બાઈન જનરેટર કયાં લગાવવામાં આવ્યું છે ? : કચ્છમાં સુઝલોન એનર્જી
38). ગુજરાત સરકારના આર્યુવેદીક દવાઓના ઉત્પાદન માટેના એકમ ધવંતરી પરિયોજના’ કયાં આવેલી છે ? : રમણગામડી, જિ. વડોદરા
39). ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (GIFT-સીટી) કયાં આવેલી છે ? : ગાંધીનગર
40). જરી ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ? : સુરત
41). ગાલીચા વણાટ ગુજરાતમાં કયાં થાય છે ? : કચ્છ
42). ડીઝલ એન્જીને માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે ? : રાજકોટ
43). ઘડિયાળ માટે ગુજરાતનું કયું શહેર વખણાય છે ? : મોરબી
44). ગુજરાતમાં મેટ્રોરેલ્વેના કોચ કયાં બને છે ? : સાવલી (વડોદરા પાસે)
45). દેશનું પ્રથમ ગેસ આધારિત ‘સ્પોન્જ આર્યન’નું કારખાનું કયાં શરૂ કરવામાં આવ્યું છે ? : હજીરામાં

Geography Questions in Gujarati Set -9

01). ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે ? : અલંગ (જિ. ભાવનગર) અને સચાણા (જિ. જામનગર)
02). દેશના રસાયણ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે ? : 51 %
03). ગુજરાત હેવી કેમિકલ્સ’ કયાં આવેલું છે ? : સુત્રાપાડા (વેરાવળ નજીક)
04). ગુજરાત હિમાલય સિમેન્ટ કંપની કયાં આવેલી છે ? : રાણાવાવ (જિ. પોરબંદર)
05). હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે ? : જનરલ મોટર્સ
06). ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયાં શરૂ થયું હતું ? કયારે ? : બારડોલી, ઈ.સ. 1956-57 માં
07). શેરડીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? : છઠું
08). ગુજરાતનું કયું કારખાનું એશિયાનું સૌથી મોટું સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું છે ? : બારડોલી
09). લક્કી સ્ટડીયો કયાં આવેલો છે ? : હાલોલ (પંચમહાલ)
10). લક્ષ્મી સ્ટડીયો કયાં આવેલો છે ? : વડોદરા
11). દેશનું કેટલા ટકા સોડાએશનું ઉત્પાદન ગુજરાત કરે છે ? : 98%
12).

Geography Questions in Gujarati ના વધારે નવા પ્રશ્નો ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!