Join our whatsapp group : click here

ગુજરાતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાનો વિશેની મહત્વપૂર્ણ માહિતી.

અહીં ગુજરાતના અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશેની મહત્વપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં આવેલા અભ્યારણ્યોની યાદી દર્શાવી છે. સાથે સાથે આર્ટીકલના છેલ્લે અભ્યારણ્યો સંબધિત Mock Test આપવામાં આવી છે.

ગુજરાતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાનો વિશેની મહત્વપૂર્ણ માહિતી.

>> સિંહ, વાઘ, દીપડો એક જ રાજયમાં જોવા મળતાં હોય તો તે ગુજરાત રાજય છે.

>> ગુજરાતનું પ્રથમ અભયારણ્ય ‘ગીર અભયારણ્ય’ છે, જે ગીર સોમનાથ જીલ્લામાં આવેલું છે.

>> ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય ‘સુરખાબ અભયારણ્ય’ છે. જે કચ્છના રાપર તાલુકામાં આવેલ છે.

>> ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય ‘પોરબંદર પક્ષી અભયારણ્ય’ છે.

>> ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય નળસરોવર છે.

>> ગુજરાતમાં કુલ 5 રીંછ અભયારણ્ય આવેલા છે. જેમાં બનસાકાંઠામાં આવેલ જેસોર રીંછ અભયારણ્ય સૌથી મોટું રીંછ અભયારણ્ય છે.

>> ગાંધીનગરમાં આવેલ ઇન્દ્રોડા પાર્ક જે ‘ઇન્ડિયન જુરાસિક પાર્ક’ છે, જે ભારતનું એકમાત્ર ડાયનોસોરની પ્રતિમાવાળું જુરાસિક ક્રોસીલ પાર્ક છે.

>> ગુજરાતમાં બે કન્ઝર્વેશન – ગેઈન રિઝર્વ છે. 1). છારીઢંઢ કન્ઝર્વેશન (કચ્છ) 2). થોળ ગેઈન રિઝર્વ (મહેસાણા)

>> ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં આવેલ એકમાત્ર દરિયાઈ નેશનલ પાર્ક ‘મરીન નેશનલ પાર્ક’ છે. જે ભારતનું સૌપ્રથમ દરિયાઈ નેશનલ પાર્ક છે.

>> જંગલી ગધેડા માટેનું કચ્છના નાના રણમાં આવેલું ‘ઘૂડખર અભયારણ્ય’  જે વિશ્વમાં એકમાત્ર જંગલી ગધેડા માટેનું અભયારણ્ય છે.  

>> ‘કામધેનુ અભયારણ્ય’ ગુજરાતનું એકમાત્ર ગાય માટેનું અભયારણ્ય છે જે પોરબંદરમાં આવેલું છે. (સ્થાપના :2015)

>> રાજકોટના જસદણ તાલુકામાં આવેલું હિંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણનું અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર છે.

>> નર્મદા જીલ્લામાં આવેલ સુરપાનેશ્વર અભયારણ્ય ને ‘ડુમતલ અભયારણ્ય’ તરીકે ઓળખવામાં આવે છે.

>> 1979માં યુનેસ્કો જૈવ આરક્ષિત ક્ષેત્ર (Biosphere Reserve)ની શરૂવાત કરી હતી. જેમાં ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. જેમાંથી એક જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં ‘કચ્છ જૈવ આરક્ષિત ક્ષેત્ર’ આવેલ છે. જેને જ્ઞાન ભારતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતના અભયારણ્યની યાદી

ગુજરાતના તમામ અભયારણ્યના નામ અને સ્થાન સાથેની યાદી સાથે જોવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતના અભયારણ્યની યાદી : Click here

Mock Test : ગુજરાતના અભયારણ્ય

અહીં ગુજરાતનાં અભ્યારણ્યોની સંખ્યા, સૌથી નાનું અને મોટું અભ્યારણ્ય તથા તે ક્યાં આવેલું છે તેના સંબધિત પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.

ગુજરાતના અભયારણ્ય સંબધિત Mock test આપવા માટે અહીં ક્લિક કરો.

Mock Test : ગુજરાતના અભયારણ્ય >> Start

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!