Gujarat na bhougolik pradesh : અહીં ગુજરાતના ભૌગૌલિક પ્રદેશો વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં કચ્છના ભૌગોલિક પ્રદેશો, સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશો અને તળગુજરાતના ભૌગોલિક પ્રદેશોનો સમાવેશ થાય છે.
Gujarat na bhougolik pradesh
અહીં ગુજરાતના ભૌગોલિક પ્રદેશની માહિતી 1). કચ્છના ભૌગોલિક પ્રદેશો 2). સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશો 3). તળગુજરાતના ભૌગોલિક પ્રદેશો એમ ત્રણ વિભાગમાં આપવામાં આવી છે.
કચ્છના ભૌગોલિક પ્રદેશો
1). કંઠીનું મેદાન : કચ્છના દરિયાકિનારાના મેદાનો કે કંઠી જેવો આકાર ધરાવે છે.
2). વાગડનું મેદાન : કચ્છના મોટા રણ તથા નાના રણ વચ્ચેના ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો ભાગ તેને વાગડનું મેદાન કહે છે.
3). બન્ની પ્રદેશ : કચ્છની ઉત્તરે મોટા રણમાં જ્યાં ચોમાસામાં નદીઓના કાંપથી ઘાસ ઊગે છે તે પ્રદેશ બન્ની પ્રદેશ કહેવાય છે.
સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશો
1). ઝાલાવાડ : નળ સરોવરથી કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ ઝાલાવાડ તરીકે ઓળખાય છે.
2). ગોહિલવાડ : શેત્રુંજી અને ઘેલો નદી વચ્ચેનો ભાવનગર જિલ્લાનો વિસ્તાર ગોહિલવાડ તરીકે ઓળખાય છે.
3). લીલી નાઘેર : જુનાગઢ જિલ્લાના ચોરવાડથી લઈ ગીર સોમનાથ જિલ્લાના ઉના સુધીનો પ્રદેશ કે જે ગીરની ટેકરીઓનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ લીલી નાઘેર તરીકે જાણીતો છે.
4). સોરઠ : જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારા સુધીનો પ્રદેશ.
5). ઘેડ : જુનાગઢ જિલ્લાના માણાવદરથી લઈને પોરબંદરના નવી બંદર સુધીનો નીચાણવાળો ભૂમિભાગ ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે.
6). હાલાર : જામનગર જિલ્લાનો થોડો અને પોરબંદરમાં આવેલા બરડા ડુંગરથી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ દરિયાકિનારા સુધીનો ભાગ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે.
7). દારૂકાવન : શંખોદ્વાર બેટ અથવા બેટ દ્વારકા પર આવેલો વિસ્તાર…
તળગુજરાતના ભૌગોલિક પ્રદેશો
1). ગોઢાનું મેદાન : બનાસકાંઠાના પશ્ચિમ અર્ધરણ વિસ્તાર પ્રદેશમાં ઊપસેલા ટેકરા જેવો ભાગ ગોઢના મેદાન તરીકે ઓળખાય છે.
2). વઢિયાર : બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો અથવા પાટણ અને થોડો ઘણો બનાસકાંઠાનો ભાગ વાઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે.
3). ચુંવાળ : મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુંવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.
4). થોળ : મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા થોળ અભ્યારણ્યના નીચાણવાળા ભૂમિ ભાગને થોળનો વિસ્તાર કહેવાય છે.
5). ખાખરીયા ટપ્પાનો પ્રદેશ : મહેસાણાના કડી અને ગાંધીનગરના કાલોલ વચ્ચેનો ભાગ જ્યાં ખનીજ તેલ મળી આવે છે. તે વિસ્તારને ખાખરીયા ટપ્પાનો પ્રદેશ કહે છે.
6). પોશીના પટ્ટો : સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વસ્તી ધરાવતો પોશીના તાલુકાનો જંગલીય પ્રદેશ જે પોશીના પટ્ટા તરીકે ઓળખાય છે.
7). ભાલકાંઠો : અમદાવાદ જિલ્લાનો નળ સરોવરની નીચે આવેલો દક્ષિણ-પશ્ચિમનો ભાગ તેને ભાલકાંઠો કહે છે.
8). નળકાંઠો : સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ નળકાંઠા તરીકે ઓળખાય છે.
9). ચરોતર : મહી અને શેઢી નદી વચ્ચેનો ભાગ અથવા ખેડા અને આણંદ જિલ્લાનો ભાગ ચરોતર પ્રદેશ કહે છે.
10). કાનમ : ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો ભરુચ અને વડોદરા જિલ્લાનો વિસ્તાર કાનમ તરીકે ઓળખાય છે.
11). લાટ પ્રદેશ : લાટ પ્રદેશ એટલે દક્ષિણ ગુજરાત. જેમાં પણ ખાસ કરીને નર્મદા નદીથી કીમ નદી સુધીનો વિસ્તાર.
12). દંડકારણ્ય : હાલનો ડાંગ જિલ્લો
13). સુવાલીની ટેકરીઓ : તાપી નદીએ પોતાના કાંપનું નિક્ષેપણ કરીને તાપી નદીનીઉત્તરે દિશામાં રચેલી ટેકરીઓને સુવાલીની ટેકરીઓ કહે છે.
14). ખારોપાટ : દરિયા કિનારાની ઝીણી રેતી અને ક્ષારયુકત સપાટ કાદવકીચડવાળા મેદાનના ભાગને ખારોપાટ કહે છે.
વધુ વાંચો
Gujarat na bhougolik pradesh : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati