Gujarat na Lok nritya : અહીં ગુજરાતનો સંસ્કૃતિ વારસાનો એક ટોપીક “લોકનૃત્ય” વિશે ચર્ચા કરવામાં આવી છે. જેમાં ઢોલોરાણો, ગરબો, ઠાગા, ધમાલ, ગોફ ગૂંથણ, પઢાર, ડાંગી, મેર, મેરાયો, હાલી, ટિપ્પણી, રૂમાલ જેવા નૃત્યો વિશેની માહિતી આપી છે.
Table of Contents
Gujarat na lok nritya
ગુજરાતના લોક નૃત્યો વિશે વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવી છે.
ઢોલોરાણો નૃત્ય
>> ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
>> ખાસ કરીને પાક કાપણી પ્રસંગેનું નૃત્ય છે.
>> ચોમાસાની ઋતુમાં ખળામાં પાક આવે ત્યારે આ નૃત્ય થાય છે.
>> ભાવનગરની ઘોઘાસર્કલ મંડળી આ નૃત્ય માટે જાણીતી છે.
ગરબો
>> ગરબો સ્ત્રી પ્રધાન છે.
>> ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બનેલો છે.
>> આ નૃત્યમાં કાણાવાળી માટલીમાં દીવો મૂકીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ-ગોળ ઘુમવામાં આવે છે.
ઠાગા નૃત્ય
>> ઠાગા નૃત્ય ઠાકોરોનું (ઉત્તર ગુજરાતના) આગવું લોકનૃત્ય છે.
>> ગુજરાતના ઠાકોરો હાથમાં તલવારો લઈને ઠાગા લેવા નીકળે છે ત્યારે જીવન મોત સંગ્રામ જેવું દ્દશ્ય સર્જાય છે.
ધમાલ નૃત્ય
>> ગીર-સોમનાથ જિલ્લાના જાંબુ ગામના સીદી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે.
>> ધમાલ નૃત્યમાં નાળિયેરી કાચળીમાં કોડીઓ ભરીને તેને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે છે.
>> ધમાલ નૃત્ય નારિયેળની કાચળીમાં કોડીઓ ભરીને જે વાદ્ય બનાવવામાં આવે છે. તેને “મશીરા” નામથી ઓળખવામાં આવે છે.
ગોફ ગૂંથણ નૃત્ય
>> આ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી-કણબીઓનું જાણીતું લોકનૃત્ય છે.
>> આ નૃત્યમાં વણેલી સુંદર મજાની દોરીઓનો ગુચ્છ અંદર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એક એક છેડો રાસધારીઓના હાથમાં અપાય છે.
>> આ રાસની શરૂવાતમાં દોરીની મનોહર ગૂંથ ગૂંથાતી જાય છે. ત્યાર બાદ ધીમે ધીમે ઉકેલાતી જાય છે.
ભરવાડોના ડોકા અને હુડારાસ
>> સૌરાષ્ટ્રના ભરવાડો ડોકા રાસ લે છે.
>> જ્યારે હુડારાસ ભરવાડ અને ભરવાડણો હાથના તાલ અને પગના ઠેકા વડે નૃત્ય કરે છે ત્યારે નયનરમ્ય દૃશ્ય ખડું થાય છે.
આગવા નૃત્ય
>> ભરુચ જિલ્લાના આદિવાસી દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
>> આગવા નૃત્યમાં મંજીરાં અને પુંગી જેવા સંગીત વાદ્યનો ઉપયોગ થાય છે.
>> આગવા નૃત્ય હાથમાં લાકડી રાખીને કરવામાં આવે છે.
ગરબી
>> ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે.
>> ગરબી નવરાત્રિ સમયે થતું નૃત્ય છે.
શિકાર નૃત્ય
>> ધરપૂરના આદિવાસી દ્વારા શિકાર નૃત્ય કરવામાં આવે છે.
>> આ નૃત્યમાં તીરકામઠાં અને ભાલા સાથે ચિચિયારી બોલાવીને નૃત્ય કરવામાં આવે છે.
પઢાર નૃત્ય
>> અમદાવાદ જિલ્લાના નળકાંઠાના પઢારો દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે પઢાર નૃત્ય.
>> પઢાર નૃત્યને ‘પઢારોનું મંજીરાં નૃત્ય’ પણ કહે છે.
>> પઢાર નૃત્ય પાણીમાં હસેલા લેતા હોય એ રીતે થતું હોવાથી તેને ‘હસેલા નૃત્ય’ પણ કહે છે.
>> આ નૃત્યમાં એકતારો, તબલા, બગલિયું અને મંજીરાં જેવા વાદ્ય યંત્રોનો ઉપયોગ થાય છે.
ડાંગી નૃત્ય
>> ડાંગી નૃત્યનું બીજું નામ “ચાળો નૃત્ય” છે.
>> આ આદિવાસી નૃત્ય ખાસ કરીને ડાંગના આદિવાસી દ્વારા કરવામાં આવે છે.
>> ડાંગી નૃત્યમાં ચકલી, મોર, મરઘી કે કાચબા જેવા પ્રાણીઓની નકલ કરવામાં આવે છે.
>> ડાંગી નૃત્ય વાજિંત્ર તરીકે થાળી, ઢોલક અને મંજીરાં હોય છે.
>> ડાંગી નૃત્યની વિશેષતા એ છે કે આ નૃત્ય પૂરું થવાના સમયે, સ્ત્રી પુરુષના ખભા પરથી ઉતરી જાય છે. અને ઊતરતી વખતે સ્ત્રી પુરુષની માફી માંગે છે.
>> ડાંગી નૃત્યમાં 27 પ્રકારના તાલ જોવા મળે છે.
મરચી નૃત્ય
>> ગુજરાતમાં તૂરી સમાજની બહેનો દ્વારા મરચી નૃત્ય કરવામાં આવે છે.
>> મરચી નૃત્ય હાથ પગની ચેષ્ટા દ્વારા કરવામાં આવે છે.
યુદ્ધ નૃત્ય/ ભીલ નૃત્ય
>> પંચમહાલ જિલ્લાના ભીલ લોકો દ્વારા યુદ્ધ નૃત્ય કરવામાં આવે છે.
>> ભીલ લોકો દ્વારા નૃત્ય કરવામાં આવતું હોવાથી આ નૃત્યને “ભીલ નૃત્ય” પણ કહે છે.
>> ભીલ લોકો દ્વારા હાથમાં તલવાર રાખી ઉત્સાહમાં આવી ચિચિયારી પાડીને યુદ્ધ નૃત્ય કરે છે.
>> નૃત્ય કરતી વખતે તીર કામઠા, ભાલા વગેરે રાખવામા આવે છે.
>> યુદ્ધ નૃત્યનું મુખ્ય કારણ કોઈ પ્રેમ પ્રસંગ હોય છે.
મેર નૃત્ય
>> પોરબંદરના ખમીરવંતા મેર પુરુષ દ્વારા મેર નૃત્ય કરવામાં આવે છે.
>> લાંબી ભુજાવાળા, મુછાળા, થોભાળા, પડછંદ શરીરવાળા મેર પુરુષ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
>> ઢોલ અને શરણાઈના તાલે મેર નૃત્ય કરવામાં આવે છે.
>> પોરબંદરના ખમીરવંતા મેર પુરુષનું ‘મણિયારો’ નૃત્ય પણ જાણીતું છે.
તુર અથવા તૂરી નૃત્ય
>> દક્ષિણ ગુજરાતનાં હલપતિઓ દ્વારા તુર નૃત્ય કરવામાં આવે છે.
>> તુર નૃત્યમાં તુર વાદ્યનો ઉપયોગ થાય છે.
>> તુર નૃત્ય હોળી કે લગ્ન જેવા પ્રસંગોએ કરવામાં આવે છે.
તલવાર નૃત્ય
>> પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ દ્વારા તલવાર નૃત્ય કરવામાં આવે છે.
>> આ નૃત્ય તલવાર દ્વારા યુદ્ધ કરતાં હોય તે રીતે કરવામાં આવે છે.
મેરાયો નૃત્ય
>> બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના “ઠાકોર” દ્વારા મેરાયો નૃત્ય કરવામાં આવે છે.
>> સરખડ અથવા ઝૂંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુંમખા ગૂંથીને મેરાયો બનાવવામાં આવે છે. જેને બીજા શબ્દમાં ‘નાગલી’ કહે છે. મેરાયો નૃત્યમાં અનેક ઝુંમખાને લાકડીની આસપાસ ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે.
>> તેની ઉપર મોર અને પોપટ બેસાડવામાં આવે છે.
>> મેરાયો નૃત્યમાં ‘હૂંડીલા નામનું શૌર્ય ગાન’ કરવામાં આવે છે.
હાલી નૃત્ય
>> સુરત અને તાપી જિલ્લાના હળપતિ આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય.
>> હાલી નૃત્યમાં સ્ત્રી અને પુરુષ ગોળાકારમાં ગોઠવાઈ કમર ઉપર હાથમાં મૂકીને સમૂહમાં હાલી નૃત્ય કરે છે.
>> હાલી નૃત્યમાં ગીત ગવડાવનરને “કવિઓ” કહેવામાં આવે છે.
હીંચ નૃત્ય
>> સૌરાષ્ટ્રમાં જ્યારે રાંદલમાતાને તેડવામાં આવે ત્યારે કરવામાં આવતા નૃત્યને હીંચ નૃત્ય કહેવાય છે.
>> આ નૃત્યમાં રાંદલમાતા ફરતે બહેનો રાંદલમાતાની સ્તુતિ કરતાં-કરતાં હીંચ લે છે.
>> હીંચ નૃત્યને ‘હમચીનૃત્ય’ પણ કહેવાય છે.
ટિપ્પણી નૃત્ય
>> ટિપ્પણી નૃત્ય જુનાગઢ કોળી બહેનો અને વેરાવળના ખારવણ બહેનો દ્વારા કરવામાં આવે છે.
>> ટિપ્પણી નૃત્યને શ્રમહારી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> ભોંય એકસરખી ટિપાય તે માટે ગોળાકાર અને સામેસામે બહેનો ઊભી રહી ધાબો ટીપતા હતા.
>> આ ધાબા ટીપવાનું કામ લાંબા સમય સુધી કંટાળા જનક ન લાગે તે માટે આ નૃત્ય કરવામાં આવે છે.
જાગ નૃત્ય
>> ગુજરાતમાં ઠાકોર, પાટીદાર, અને રાજપૂત કોમની બહેનો મુખ્યત્વે જાગનૃત્ય કરે છે.
>> કેટલીક જ્ઞાતિઓમાં લગ્ન, જનોઈ કે સીમંતના પ્રસંગોએ માતાજીનાં જાગ તેડે છે.
>> પાંચમા કે સાતમા દિવસે માતાજીના જાગ તેડે છે.
>> પાંચમા કે સાતમા દિવસે માતાજીને વળાવતી વખતે ચાર લાકડાંની ખપાટી બાંધીને ઉપરથી છેડા ભેગા કરીને માંડવી તૈયાર કરવામાં આવે છે.
>> જાગ નૃત્યને “માંડવી નૃત્ય” પણ કહેવાય છે.
રૂમાલ નૃત્ય
>> મહેસાણા જિલ્લાના ઠાકોર અને પછાત કોમના લોકો દ્વારા રૂમાલ નૃત્ય કરવામાં આવે છે.
>> પુરુષો હાથમાં રૂમાલબાંધીને આ નૃત્ય કરે છે.
ગુજરાતના મહેલો | click here |
ગુજરાતના મેળા | click here |
Gujarat na Lok nritya : : ગુજરાતના નૃત્યો pdf : Upsc, Gpsc, Police, Talati, Bin-sachivalay