Join our WhatsApp group : click here

ગુજરાતના નામકરણ સંબધિત માહિતી | Gk in Gujarati

Gujarat na nam sanbadhit prashno : અહીં ગુજરાતના નામકરણ સંબધિત માહિતી પ્રશ્નો સ્વરૂપે આપેલા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Gujarat na nam sanbadhit prashno

1). ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?

Ans. આબુ રાસમાં (ઇ.સ 1233માં)

2). ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ ક્યાં જોવા મળે છે.

Ans. કાન્હડે પ્રબંધમાં (ઇ.સ 1456માં પદ્મનામ દ્વારા રચિત કાન્હડે પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે.

3). ગુર્જર જાતિ ક્યાંથી આવીને વસી હશે ?

Ans. સિરીયાથી

4). સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સમયમાં ગુજરાતને કયું નામ મળ્યું હતું ?

Ans. ગુર્જરત્રા

5). ગુજરાતનું નામ ગુર્જરત્રામાંથી ગુજરાત કઈ રીતે થયું ?

Ans.  મહમદ ગઝની સાથે આવેલા અરબી લેખક અલબરુનીએ અત પ્રત્યય લગાડી ગુજરાત કર્યું.

6). ગુજરાત સૌરાષ્ટ્ર એક થયું તેમજ ગુજરાતનો ચોક્કસ વિસ્તાર કોના સમયમાં નક્કી થયો ?

Ans. મૂળરાજ પ્રથમના સમયમાં (ઇ.સ 942 થી 997)

7). શક-ક્ષત્રપ કાળ સમયે તળ ગુજરાતના ઉત્તર વિસ્તાર માટે પ્રયોજાતું નામ ?  

Ans. આનર્ત  

8). આશરે નવમી અને દસમી સદી દરમ્યાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે પ્રયોજાતુ નામ ?

Ans. લાટ (લાટ નામનો સૌપ્રથમ ઉલ્લેખ ટોલેમીના ગ્રંથમાં જોવા મળે છે.)

9). પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે પ્રયોજાતું નામ કયું છે ?

Ans. સુરાષ્ટ્ર

10). સ્ટ્રેબો સૌરાષ્ટ્રને શું કહેતા…?

Ans.  સેરોસ્ટસ

11). ટોલેમી અને પેરિપ્લસ સૌરાષ્ટ્રને શું કહેતા ?

Ans. સુરાષ્ટ્રીયન

12). ચીની યાત્રાળુ હ્યુ-એન-સંગ સોરઠને શું કહેતા ?

Ans. સુલકા

13). ટોલેમી વેરાવળને શું કહેતા ?

Ans. વેલાકુલ

14). ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી ભરુચ ને શું કહેતા ?

Ans. માહિષ્મતી

15). ગુર્જર શબ્દ ગુજરાતમાં ક્યારે રૂપાંતર થયો ?

Ans. આરબોના આક્રમણ સમયે

16). સૌથી વધુ ગુર્જર શબ્દનો પ્રયોગ કોના સમયમાં થયો હતો ?

Ans. સિદ્ધરાજ જયસિંહ

17). ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?

Ans. બાણભટ્ટ દ્વારા રચિત હર્ષચરિતમાં

18). અનુમૈત્રક કાળ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું ?

Ans. ઉત્તર ગુજરાતમાં – ગુર્જર પ્રતિહારો અને દક્ષિણ ગુજરાતમાં –રાષ્ટ્રકૃતોનું

19). ટોલેમી મહિ નદી કયા નામથી ઓળખાવતા ?

Ans. મોફિસ       

20). અલબરુંની મહિ નદી કયા નામથી ઓળખાવતા ?

Ans. મહિન્દ્રી

વધુ વાંચો

👉 ગુજરાતના ઇતિહાસની ટેસ્ટ
👉 ગુજરાતના ઇતિહાસની Pdf
👉 સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ
gujarat na nam sanbadhit prashno

Gujarat na nam sanbadhit prashno : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, Clark

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!