Join our WhatsApp group : click here

Gujarat ni jamin na prakar | ગુજરાતની જમીન

Gujarat ni jamin na prakar : અહીં ગુજરાતની જમીનના પ્રકારો વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Gujarat ni jamin na prakar

1). ભાઠાની જમીન

2). બેસર જમીન

3). ગોરાડુ જમીન

4). ક્ષારીય જમીન

5). પડખાઉ જમીન

6). રેતાળ જમીન

7). પહાડી જમીન

8). જંગલવાળી જમીન

9). કાળી જમીન

ભાઠાની જમીન (ખદર/નવા કાંપની જમીન)

>> આ જમીનમાં રેતી 45% અને માટી 17% હોય છે.

>> આ જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે.

>> આ જમીનમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે.

>> ભાઠાની જમીન ગુજરાતમાં નર્મદા, તાપી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે.

>> મુખ્યત્વે શાકભાજી અને તરબુચના પાકને અનુકૂળ છે.

બેસર જમીન

>> આ જમીન છિદ્રાળુ/રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.

>> બેસનની જમીન તમાકુના પાક માટે પ્રખ્યાત છે.

>> આ જમીન ગુજરાતમાં આણંદ અને ખેડા જિલ્લામાં જોવા મળે છે.

ગોરાડુ જમીન

>> આ જમીન ઉત્તર અને મધ્ય ગુજરાતનાં પ્રદેશોમાં જોવા મળે છે.

>> સરસ્વતી અમે મહી નદી વચ્ચેનો વિસ્તાર ગોરાડુ જમીન જોવા મળે છે.

>> આ જમીન ગુજરાતનાં ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે.

>> ઘઉં અને ડાંગરના પાક માટે આ જમીન વધુ અનુકૂળ છે.

>> ગોરડું જમીનમાં નાઇટ્રોજન, ચૂનો, ફોસ્ફરસ-મધ્યમ, પોટાશ, માટી 10% થી ઓછી, રેતી 80% હોય છે.

ક્ષારીય જમીન

>> ગુજરાતના દરિયાઈ સીમાએ આવેલા 15 જિલ્લાઓ ક્ષારીય જમીન ધરાવે છે.

>> ક્ષારીય જમીન ખેતી માટે ઉપયોગી નથી.  

>> અમદાવાદની દક્ષિણે આવેલો ભાલ કાંઠો અને સૌરાષ્ટ્રની મોટાભાગની જમીન ચિરોડીની પોપડી અને મીઠાનો ક્ષાર ધરાવે છે.

>> ઊંચા તાપમાનના લીધે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનો થોડોક વિસ્તાર તથા કચ્છનો મોટો ભાગ ક્ષારીય જમીન ધરાવે છે.

>> આણંદ, ખેડા, અમદાવાદમાં અવ્યવસ્થિત જળપરિવાહ અને ભૂગર્ભજળની સપાટી ઊંચી હોવાથી ક્ષારીય જમીન જોવા મળે છે.

પડખાઉ જમીન

>> આવી જમીન વિષવૃત પ્રદેશોમાં જોવા મળે છે.

>> 250 સેમી વરસાદ વાળા પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે.

>> ડાંગ અને વલસાડમાં આ જમીન ઈંટો જેવા લાલ રંગ ધરાવે છે.

>> પડખાઉ જમીન નાઇટ્રોજન તથા ચૂનો વધુ હોવાથી તે એસિડિક જમીન છે, તેમાં વરસાદ પડતાં જમીન કઠણ અને સુકાતાં ચીરા પડે છે.

>> આ જમીનનું ધોવાણ વધુ થાય છે.

રેતાળ જમીન

>> અહીંયા 25 સેમી કરતાં ઓછો વરસાદ પડે છે.

>> આ જમીન દિવસે ગરમી અને રાતે ઠંડી પડે છે.

>> આવી જમીન રણ પ્રદેશમાં જોવા મળે છે.

>> રેતાળ જમીનની ભેજ સંગ્રહશક્તિ ઓછી હોય છે.

>> આ જમીન ઝડપી પાણી શોષી લે છે. જો તેને સિંચાઇ મળે તો પાક લઈ શકાય છે.  

પહાડી જમીન

>> પૂર્વના ડુંગરાળ પ્રદેશોમાં આ જમીન આવેલી છે. અને તે પાતળું પડ ધરાવે છે.

>> દાહોદ, પંચમહાલ, અરવલ્લી, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આ જમીન જોવા મળે છે.

જંગલવાળી જમીન

>> ગુજરાતના કુલ જમીનના સામન્ય રીતે 10% જંગલ વિસ્તાર ધરાવે છે.

>> આ જમીનમાં સેંદ્રિય તત્વોનું પ્રમાણ વધુ હોય છે.

>> ગુજરાતના ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે.

કાળી જમીન

>> મુખત્વે સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશ નર્મદા-તાપીના ખીણ પ્રદેશમાં જોવા મળે છે.

>> કાળી જમીન ટ્રેપના ખડકોના ઘસારણથી બને છે.

Read more

👉 ગુજરાતનાં જિલ્લાઓ
👉 ગુજરાતની ખેતી
👉 ગુજરાતનાં જંગલોના પ્રકાર
👉 ગુજરાતનું પરિવહન તંત્ર
👉 ભારતની જમીનના પ્રકાર
Gujarat ni jamin na prakar

અહીં આપેલ Gujarat ni jamin na prakar સંબધિત માહિતી તમને કેવી લાગી તેનો અભિપ્રાય તમે કમેંટ કરી આપી શકો છો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!