Gujarati Gk Question Part : 01

અહીં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્નોના જવાબની સાથે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે. જેથી તમને ખૂબ ઉપયોગી થશે નિયમિત આવા જ સવાલ-જવાબ વાંચવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે.

Gujarati Gk Question Part : 01

1). લોથલના ઉત્ખનનકર્તા કોણ હતા ?

A). માધોસ્વરૂપ વત્સ

B). એસ. આર રાવ

C). આર. એસ. બિષ્ટ

D). જગતપતિ જોષી

Ans: B). એસ. આર રાવ

માધોસ્વરૂપ વત્સે ઇ.સ 1931માં રંગપૂરનું સંશોધન કર્યું હતું.

આર. એસ બિષ્ટે ઇ.સ 1960માં ધોળાવીરાનું સંશોધન કર્યું હતું.

જગતપતિ જોષીએ ઇ.સ 1964માં સૂરકોટડાનું સંશોધન કર્યું હતું.

2). લેન્સના પાવરનો એકમ કયો છે?

A). એમીટર

B). ડાયોપ્ટર

C). વૉલ્ટ

D). ઓહમ

Ans: B). ડાયોપ્ટર

એમીટર વિદ્યુતપ્રવાહ માપવા માટે ઉપયોગી છે.

વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટ કહે છે. અને તેનો એક્મ જૂલ/કુલંબ છે.

વિદ્યુત અવરોધતા માટે ઓહમ એકમનો ઉપયોગ થાય છે.

3). દ્વિતીય જૈનસભાનું આયોજન કયા રાજાએ કરાવ્યુ હતું ?

A). ચંદ્રગુપ્ત પ્રથમ

B). ચંદ્રગુપ્ત મોર્ય

C). ધ્રુવસેન પ્રથમ

D).   કુમારપાળ

Ans: C). ધ્રુવસેન પ્રથમ

ઇતિહાસમાં કુલ બે વખત જૈન ધર્મસભા નું આયોજન કરાયું હતું.

પ્રથમ જૈન ધર્મસભાનું આયોજન ઇ.સ પૂર્વે 300માં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્યે આચાર્ય સ્થૂલીભદ્રની અધ્યક્ષતામાં કરાવ્યુ હતું.

દ્વિતીય જૈન ધર્મસભાનું આયોજન ઇ.સ 512માં મૈત્રક વંશના રાજા ધ્રુવસેન પ્રથમએ દેવાર્ધી શ્રમાશ્રવણની અધ્યક્ષતામાં વલભીમાં કરાવ્યુ હતું.

4). TRAI ની સ્થાપના ક્યારે થઈ હતી ?

A). 1999

B). 1991

C). 1997

D). 2002

Ans: C). 1997

TRAI નું પુરુનામ : Telecom Regulatory Authority of India છે.

તેની સ્થાપના 1997માં થઈ હતી.

TRAIનું મુખ્ય મથક નવી દિલ્લીમાં છે.

ટ્રાઈ (TRAI) એ એક વૈધાતિક (નિયમનકારી) સંસ્થા છે.  

TRAI ટેલિકોમ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે.

5). કમ્પ્યુટરના લખાણને એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરવા માટે કઈ શોર્ટકર્ટ કીનો ઉપયોગ થાય છે?

A). Ctrl + V

B). Ctrl + Insert

C) Alt + C

D). Alt + F4

Ans : B). Ctrl + Insert

કોઈ પણ ફાઇલમાં રહેલા લખાણને કોપી કરવા માટે  Ctrl + C નો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ Ctrl + Insert કી દ્વારા પણ લખાણને કોપી કરી શકાય છે.

એક ફાઇલમાંથી કોપી કરેલા લખાણને બીજી ફાઇલમાં પેસ્ટ કરવા માટે Ctrl + V નો ઉપયોગ થાય છે.

કોઈ ચાલુ પ્રોગ્રામને બંધ કરવા માટે Alt + F4 કીનો ઉપયોગ થાય છે.

6). ‘વિશ્વ હાસ્ય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

A). 4 મે

B). 3 મે

C). મે મહિનાના પહેલા શનિવારે

D). મે મહિનાના પહેલા રવિવારે

Ans: D). મે મહિનાના પહેલા રવિવારે

દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે ‘વિશ્વ હાસ્ય દિવસ’ ઉજવવામાં આવે છે.

હાસ્યયોગ અનુસાર હાસ્ય સકારાત્મક અને શક્તિશાળી ભાવના છે.

વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત સંસારમાં શાંતિ સ્થાપવા તથા ભાઈચારા અને સદભાવનાના ઉદેશ્યથી થઈ હતી.

7). ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાથી લેવામાં આવ્યું છે ?

A). રાણા કુંભાના વિજય સ્તંભમાંથી

B). વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી

C). જલિયાંવાલા બાગના લોહસ્તંભમાંથી

D). જુનાગઢના અશોકના શીલાલેખમાંથી 

Ans : B). વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી

ભારતનું રાષ્ટ્રીય ચિન્હ એ સારનાથ/વારાણસી (ઉત્તર પ્રદેશ) ખાતેના અશોકના સિંહસ્તંભમાંથી લેવામાં આવ્યું છે.

ભારત સરકાર દ્વારા આ રાષ્ટ્રીય ચિન્હ 26મી જાન્યુઆરી,1950ના રોજ સ્વીકારવામાં આવ્યું છે.

8). કાયદા સમક્ષ સમાનતા મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

A). 226

B). 14

C). 21

D). 15

Ans: B). 14

કલમ-14 અનુસાર ભારતમાં રહેતી બધી વ્યક્તિઓ ‘કાયદા સમક્ષ સમાન’ અને ‘કાયદાનું સમાન રક્ષણ’ મેળવવાનો હક ધરાવે છે.

આનો અર્થ એ થાય છે કે, સમાન સંજોગોમાં દરેક પ્રત્યે રાજય તરફથી સમાન વર્તાવ. ટૂંકમાં, કાયદો બધાને સરખી રીતે લાગુ પડશે દરેકને સમાન રક્ષણ આપશે.

9). નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વવારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

A). ગીર અભયારણ્ય

B). ચાંપાનેર

C). સૂર્યમંદિર, મોઢેરા

D). દ્વારકા મંદિર

Ans: B). ચાંપાનેર

ચાંપાનેર ગુજરાતનું સૌપ્રથમ સ્થળ છે કે જેનો વર્ષ 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

ચાંપાનેર વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ થનાર ભારતનું 26મુ અને ગુજરાતનું પ્રથમ સ્થળ છે.

10). ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે ?

A). ખોદીદાસ પરમાર

B). છગનભાઈ જાદવ

C). વાસુદેવ સ્માર્ત

D). કાંતિભાઈ પરમાર

Ans: A). ખોદીદાસ પરમાર

ખોડીદાસ પરમાર ‘ધરતીના ચિત્રકાર’ અને ‘લોકકલાના ઉપાસક’ તરીકે જાણીતા છે.

તેમને સૌરાષ્ટ્રની લોકકલાને ચિત્રમાં ઉતારી.

તેમના જાણીતા ચિત્રો શંકુતલા, રામકથા અને કાલિદાસના પાત્રો, ઘેરૈયા, જશોદાનો લાલ, શિકારી, વસંતશ્રી જાણીતા છે.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment