Join our WhatsApp group : click here

Gujarati Gk Question Part : 02

અહીં જનરલ નોલેજના પ્રશ્નો વિસ્તૃત સમજૂતી સાથે આપવામાં આવ્યા છે. આપેલ પ્રશ્નો ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. આ પ્રકારના વધારે પ્રશ્નો વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Gujarati Gk Question Part: 02

1). પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ?

23 જૂન, 1557

23 જૂન, 1757

23 જૂન, 1857

23 જૂન, 1657

Ans: B). 23 જૂન, 1757

આ યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ ખાતે પ્લાસીના (ખાખરાનું વન) મેદાનમાં સિરાજ-ઉદ્દ-દૌલાના સેનાપતિ મિર જાફરે તેને દગો કર્યો એટલે તેનો પરાજય થયો.

2). Fill in the blank with suitable pronoun. “Look at the picture, how beautiful……………..is!”

These

It

This

He

Ans : it

ઉપરોક્ત વાકય exclamatory sentence નું છે. જેની સામાન્ય રીતે શરૂઆત what અને how થી થાય છે. અને exclamatory sentence ને અંતે સામન્ય રીતે pronoun + to be from આવે છે. આથી ઉપરોક્ત A, C, અને D વિકલ્પો યોગ્ય નથી.

Example: 1. Look at that mammal, how huge it is!

3). અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

A). મહારાષ્ટ્ર

B). કર્ણાટક

C). ગુજરાત

D). ગોવા

Ans: A). મહારાષ્ટ્ર

4). બોદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

A). સારિપુત્ર પ્રકરણ

B). કલ્પસૂત્ર

C). ત્રિપિટક

D). ભગવદ્દગીતા

Ans: C). ત્રિપિટક

ત્રિપિટક એ પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ છે. તેનો શાબ્દિક અર્થ ત્રણ ઘંટનો સમૂહ એવો થાય.

1). વિનય પીટક : બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો

2). સુત્ત પીટક : નૈતિક અને ધર્મથી સંબધિત બુદ્ધના સંવાદ અને ભાષણો

3). અભિધમ્મ પીટક : દર્શન અને તત્વમીમાંસા, જ્ઞાન અને ધર્મ, મનોવિજ્ઞાન પર આધારિત સિદ્ધાંતો છે.

5). પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?

A). જુલાઇ-ઓગષ્ટ

B). ઓક્ટોબર-નવેમ્બર

C). જાન્યુઆરી-ફેબ્રુઆરી

D). માર્ચ-મે

Ans : B). ઓક્ટોબર-નવેમ્બર

આબોહવા પ્રમાણે ભારતમાં મુખ્ય ચાર ઋતુઓ છે.

1). પચા ફરતા પવનોની મોસમી ઋતુ : ઓક્ટોબર થી જાન્યુઆરી

2). શિયાળાની ઋતુ : ડિસેમ્બર થી ફેબ્રુઆરી

3). ઉનાળાની ઋતુ : માર્ચ થી મે

4). ચોમાસાની ઋતુ : જૂનથી સપ્ટેમ્બર

6). નીચેના માંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?

A). સાંભર

B). ઢેબર

C). વુલર

D). નળ

Ans: A). સાંભર

સાંભર સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે કરવામાં આવે છે. સાંભર સરોવર એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે અને તે રાજસ્થાનમાં 96km માં ફેલાયેલું છે અને તે અરવલ્લીના પર્વતોની બાજુમાં આવેલ છે.

7). ડો. બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

A). સ્વતંત્રતાનો હક

B). સમાનતાનો હક

C). સાંસ્ક્રુતિક અને શૈક્ષણિક હક

D). બંધારણીય ઇલાજોનો હક

Ans: D). બંધારણીય ઇલાજોનો હક

અનુચ્છેદ-32 બંધારનીય ઇલાજોનો અધિકાર પ્રદાન કરે છે. આ અંતર્ગત મૂળભૂત અધિકારોનું સંરક્ષણ સ્વયં મૂળભૂત અધિકાર છે.

મૂળભૂત અધિકારના ભંગ બદલ અનુચ્છેદ-32 અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલય તથા અનુચ્છેદ-226 અંતર્ગત વડી અદાલત રીટ જાહેર કરી શકે છે.

8). હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિન હિસાબી આવકને શું કહેવામા આવે છે ?

A). કાયદેસરનું નાણું

B). કાળું નાણું

C). ગુપ્ત નાણું

D). સફેદ નાણું

Ans: B). કાળું નાણું

આવક પર આવકવેરો ન ભરવા માટે લોકો પોતાની આવક-જાવક હિસાબી ચોપડાઓ રાખતા નથી. આવી નાહી નોધાયેલી બિન હિસાબી આવકને કાળું નાણું કહેવામા આવે છે.

9). ચીડના રસમાંથી શું બને છે?

A). કાથો

B). લાખ

C).ગુંદર

D). ટર્પેન્ટાઈન

Ans: D). ટર્પેન્ટાઈન  

ચીડના રસમાંથી ટર્પેંન્ટાઈન બને છે. ટર્પેંન્ટાઈનનો ઉપયોગ કલર કામમાં થાય છે. કલરને પાતળો બનાવવામાં તેમજ કેમિકલ કંપનીઓમા દ્વારક તરીકે થાય છે.

કાથો ખેરના વૃક્ષમાંથી મળે છે.              

10). ‘પોંગલ’ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?

A). ઝારખંડ

B). આંધ્રપ્રદેશ

C). તામિલનાડુ

D). મેઘાલય

Ans: C). તામિલનાડુ

પોંગલ તામિલનાડુનો એક મહત્વપૂર્ણ કૃષિ તહેવાર છે. જે ઠંડીઓના અંત અને વસંત ઋતુના આગમન સાથે મનાવવામાં આવે છે. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ થાય ત્યારે મનાવવામાં આવે છે, એક વર્ષમાં સૂર્ય મકર રાશિથી કર્ક રાશિ સુધી ઉત્તરાયણ (ઉત્તરમાં) અને કર્કથી મકર રાશિ સુધીનો દક્ષિણાયણ સમયગાળો લગભગ 6-6 મહિનાનો હોય છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!