Gujarati kehvato – Important Gujarati kehvato

GPSC, નાયબ મામલતદાર, Dy.So, PSI/ASI, બિન-સચિવાલય, તલાટી કમ મંત્રી વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે Gujarati kehvato તેના અર્થ સાથે અહી આપેલ છે. અહી ફક્ત સ્પર્ધાત્મક પરિક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ Gujarati kehvato નો જ સંગ્રહ કરેલ છે.

Gujarati kehvato in Gujarati

1). અક્કર્મીનો પડિયો કાણો : કમનસીબને દૂ:ખ ને દૂ:ખ જ હોય

2). અન્ન તેવા ઓડકાર : સહકાર તેવું વર્તન

3). અણી ચૂક્યો સો વરસ જીવે : એક વાર ઉગરી જનારને ઝટ ઉપાધિ ન આવે.

4). આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં : જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે.

5). આભ ફાટયું ત્યાં થીગડું કયા દેવું ? : દેવ રૂઠીયાનો, ખૂબ બગડી ગયેલા કામનો, કે પાર વગરના દૂ:ખનો ઈલાજ હોતો નથી.

6). ઉજળું તેટલું દૂધ નહીં : બાહ્ય દેખાવથી છેતરાવું નહીં.

7). ઉતર્યો અમલ કોડીનો : સત્તાધીશો સ્થાન ગુમાવ્યા પછી માન ન આપી શકે.

8). ઊને પાણીએ ઘર ન બળે : કઠણ કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.

9). ઊંચે આભ નીચે ધરતી : કઈ આધાર નહી

10). ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠકા : એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11). એક નન્નો સો દુ:ખને હણે : એક વાર ઘસીને ના પાડવાથી બધી મુસીબતો દૂર થાય.

12). એક પંથ ને દો કાજ : એક કામ કરતાં બે કામ થાય.

13). એક મરણિયો સોને ભારે : મરવાને તૈયાર થયેલ માટે કશું અશકય નથી.

14). ઓછું પાત્ર ને અદકું ભણ્યો : અધૂરો ઘડો છલકાય. અસંસ્કારી હોય ને વધુ ભણેલો હોય તે વધુ ડોળ કરે.

15). કળથી થાય તે બળથી ન થાય. : બળ કરતાં બુદ્ધિ ચડે.

16). કામ કર્યું તેણે કામણ કર્યા : કામ કરનાર સૌને પ્રિય લાગે

17). કામ કામને શીખવે : ન આવડતી વસ્તુ પણ ધીરજથી હાથમાં લેવાથી અવડાવવા માડે.

18). કાળ જાય ને કહેણી રહે. : તક કે અવસરે તે પ્રમાણે ન વર્તીએ તો તે શોભે નહીં ને પાછળથી સંભાળવવું કાયમ રહે.

19). કુંભાર કરતાં ગધેડા ડાહ્યા : શેઠ કરતાં ગુમાસ્તા વધ્યા.

20). કોલસાની દલાલીમાં હાથ કાળા : દુર્જન સાથે કામ પાડવાથી કલંક લાગે છે.

21). ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? : કઈ અનુભવ હોય નહીં ને અનુભવીનો ડોળ કરે તે ખોટો.

22). ખાળે ડૂચા ને દરવાજા મોકળા : એક પૈસાની ચિંગુસાઈ કરવી ને રૂપિયો વાપરતાં સહેજ પણ ન અચકાવું.

23). ખોટો રૂપિયો વધારે ચળકે : ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે.

24). ગરજ સરી એટલે વૈદ વેરી : સ્વાર્થ પૂરો થતાં સબંધ છૂટે.

25). ગામમાં પેસવાના સાંસા ને પટેલને ત્યાં ઉના પાણી : શેખચલ્લી જેવા વિચારો કરવા નકામા.

26). ઘર ફૂટયે ઘર જાય : અંદર અંદર મતભેદ પડતાં શત્રુ ફાવે.

27). ઘરની મરઘી દાળ બરાબર : ઘરની વસ્તુઓની કોઈ કદર કરતું નથી.

28). ઘરનો જોગી જોગટો : પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ.

29). ઘાણીનો બળદ ઠેરનો ઠેર : ગોળગોળ ફરે તે પ્રગતિ કર્યા વિના હોય ત્યાં જ રહે.

30). ઘેરઘેર માટીના ચૂલા : કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોય.

31). ચડ જા બેટા શૂળી પર : વહાલ દેખાડીને કાસળ કાઢવું.

32). ચમડી તૂટે પણ દમડી ન છૂટે : દૂ:ખ સહન કરે પણ ધન ન વાપરે.

33). ચોર કોટવાળને દંડે : હરામી માણસ ન્યાયની વાત કરે.

34). છછુંદરીના છયે સરખાં : કોઈમાં વિશેષ ગુણ નહીં.

35). છાણના દેવને કપાસિયાની આંખો : યોગ્યતા મુજબ સત્કાર કરવો.

36). છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય : નુકસાન ખમવુ ને મૂરખ દેખાવું.

37). છાશ લેવા જવી ને દોણી શું કામ સંતાડવી : એવું કઈ ન કરવું કે જે છુપાવવું પડે.

38). છીડે ચડ્યો તે ચોર : ચોરીની જ્ગ્યાએ પકડાય તે ચોર.

39). જર ચાહ્ય સો કર : પૈસાથી બધુ થાય.

40). જાત વિના ભાત પડે નહિ : સારાં જ સારી વસ્તુ ગ્રહણ કરે.

41). જીવતો નર ભદ્રા પામે. : જીવતો નર ગમે ત્યારે પણ સુખી થાય.

42). જે ગામ જવું નહિ તેની શી વાત ? : જે કામ ન કરવું તેની શી કથા?

43). જેટલા ભોગ તેટલા રોગ : બહુ ભોગનું પરિણામ અનેક રોગમાં આવે.

44). જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોયલા કેમ ચવાય ? : એક વાર વચન આપ્યું તે કેમ ઉથાપાય ?

45). જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ : જેવા પોતે તેવા બીજા

46). જેવો દેશ તેવો વેશ : રહીએ ત્યાંના રીતરિવાજ અપનાવવા.

47). ટકે શેર ભાજી; ટકે શેર ખાજા : સારું નરસું સૌ સરખું.

48). ડૂબતો માણસ તરણું ઝાલે : બચવું મુશ્કેલ હોય ત્યારે તુચ્છ વસ્તુ પાન સ્વીકારે.

49). ઢમ ઢોલ માંહી પોલ : બહારથી સારું અંદરથી ખરાબ.

50). તરત દાન ને મહાપુણ્ય : ધરમના કામમાં ઢીલ શી ?

Gujarati-kehvato

51). થઈને રહીએ તો પોતાનાં કરી લઈએ : આવડત હોય તો સૌને વશ કરી શકાય.

52). દામ કરે કામ : પૈસાથી બધુ થઈ શકે.

53). દીવા પાછળ અંધારું : પ્રમાણિક સજ્જનનાં અમલ પછી પણ અન્યાય તેમજ જુઠનું ચલણ.

54). દુ:ખનું ઓસડ દહાડા : શોક દૂર કરવાનો ઉત્તમ ઈલાજ ધીરજથી સમય પસાર કરવો તે છે.

55). દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ : એકવાર કડવો અનુભવ થયા પછી ભય ણ હોય ત્યાં પણ ભય દેખાય.

56). દોરડી બળે પણ વળ ન છોડે : ગમે તેવી મુશ્કેલીમાં પણ માણસનો અસલ સ્વભાવ ન જાય.

57). ધોબીમો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો : બેય પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય.

58). નગારામાં પીપૂડીનો અવાજ કયા સંભળાય ? : મોટાઓમાં નાનાઓનું કોણ સાંભળે ?

59). નવરો નખોદ વાળે : કામ ધંધા વિનાનો નવરો માણસ નુકશાન કરે.

60). નાચવું નહિ ત્યારે આંગણું વાંકું : કામ કરતાં આવડે નહિ ને ખોટું બહાનું બતાવવું.

61). ડાંગે માર્યા પાણી જુદા ન પડે : એક લોહિયામાં ઝટ કુસંપ ન કરાવી શકાય.

62). નાદાનની દોસ્તી જીવનું જોખમ : કમઅક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકશાનકારક છે.

63). નાનો તોપણ રાઈનો દાણો : નાનો પણ શક્તિશાળી

64). નેવનાં પાણી મોભે ન ચડે : અશકય શક્ય ન બને.

65). પગ જોઈને પાથરણું તાણો : શક્તિ જોઈને કામ કરો.

66). પડે તે ચડે ને ભણે તે ભૂલે : માણસ માત્ર ભૂલને પાત્ર

67). પડ્યો પોદળો ધૂળ ઊંચકયા વિના ન રહે : જ્યાં જાય ત્યાં લાભ શોધે.

68). પહેલું સુખ જાતે નર્યા : તંદુરસ્તી એ પ્રથમ સુખ.

69). પાડાને વાંકે પખાલીને ડામ : એકને વાંકે બીજાને સજા.

70). પુત્રના લક્ષણ પરણામાંથી : સાચું સ્વરૂપ શરૂવાતથી જ દેખાય.

71). પૂછાતા નર પંડિત : પૂછીએ તો જાણીએ

72). પેટનો બળ્યો ગામ બાળે : પોતાના દૂ:ખે સૌને દૂ:ખમાં નાખે.

73). પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. : સ્વભાવ બદલવો મુશ્કેલ છે.

74). ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે : પુરુષાર્થ વિના આળસુ થઈ બેસી રહેનાર વ્યક્તિ કડી સુખી ન થાય.

75). બળિયાનાં બે ભાગ : બળવાન વધુ લાભ મેળવે.

76). બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. : વસ્તુના મૂળ કારણનાં ને વસ્તુના બંનેનાં ગુણ સરવાળે તો સરખા જ હોય.

Gujarati kehvato ભાગ –1

1). અગ્નિને ઊધઈ ન લાગે –

કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે.

2). આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહિ-

આવડત, પુરુષાર્થ, ખંત, કુનેહ અને ધીરજ જેવા ગુણો એ આપણું આપબળ છે.

3). સો દહાડા સાસુના એક દહાડો વહૂનો –

ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક એક વખત મળે છે.

4). આપ ભલા તો જગ ભલા –

આપણે સારા તો સામેની વ્યક્તિ પણ સારી રોતે વર્તે

5). આભ ફટયા પછી થીગડા ક્યાં દે-

ચારે તરફ આફતો આવી હોય ત્યારે તેને નિવારવાના ઉપાયો વ્યર્થ જ જાય છે.

6). આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું? –

મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાથી અર્થ ન સરે.

7). વાડ થઈને ચીભડા ગળે-

રક્ષક જ ભક્ષક બને.

8). સો આંધળામાં કાણો રાજા-

સાવ ન હોય તેના કરતાં થોડું હોવું પણ સારું   

Gujarati-kehvato

9). સુરત સોનાની મૂરત-

સુરત શહેર સમૃદ્ધ શહેર છે.  

10). ખાળે ડુચાને દરવાજા ઉઘાડા –

પૂરતા પ્રમાણમા સાવચેતી ન હોય અને ખોટો સાવચેતીનો દેખાવ કરે.

11). અણી ચૂક્યો સો વરસ જીવે –

કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે.

12). વાઢ કાન ને આવ્ય સાન-

અનુભવે બધું સમજાય.

13). ઉતાવળે આંબા ન પાકે –

ઉતાવળથી સારું કામ થાય નહીં.  

14). મન હોય તો માળવે જવાય –

ઈચ્છા શક્તિથી કઈ પણ પ્રાપ્ત કરી શકાય છે.

15). આંખનું આંજણ ગાલે ઘસ્યું –

અજ્ઞાનવશ અયોગ્ય પ્રવુતી થઈ.

Gujarati kehvato ભાગ –2

17). એક સાંધે ત્યારે તેર તૂટે-

એક કામ કરવા જતાં બીજા દસ કામ બગડે.

19). સેવા કરે તો મેવા મળે –

જે બીજાનું ભલું કરે તેને અવશ્ય સારું ફળ મળે.

20). પારકી માં જ કાન વિધે-

લોહીનો સંબધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે.   

21). ઊગતા સુરજ ને સૌ નામે –

 સત્તાને સૌ આધીન બનવા જાય.

22). આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે-

થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે.

23). આંખમાં અમી તેને દુનિયા સામિ –

જે સબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે.

24). બાંધી મુઠ્ઠી લાખની-

જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય.

25). દયા ડાકણ ને ખાય –

દયા કરવા જતાં આફત વહોરવી પડે.

26). ખાલી ચણો વાગે ઘણો –

જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે.

27). બે હાથ વિના તાળી ન પડે-

એકતામાં જ કાર્ય સફળ બને છે.

28). બોડીને તાં વળી કાંહકી કેવી?-

જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય?

29). સુરતનું જમણને કાશીનું મરણ –

કાશીમાં નીપજેલ મરણ સ્વર્ગ આપે છે, તેમ સુરતમાં જમણ સ્વર્ગ સમું સુખ આપે છે.

30). લાલો લાભ વગર લોટે નહીં –

લાભ થાય તો જ અમુક કાર્ય કરવા તૈયાર થવું.

Gujarati kehvato ભાગ -3

31). ઘર ફૂટેય ઘર જાય –

ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકશાન પહોંચે.

32). દુકાળમાં અધિક માસ –

મુશ્કેલીમાં વધારો થવો

33). સાઠી બૂદ્ધિ નાઠી-

ઘરડાં થાય તેમ મતિ જાય

34). કડવું ઓસડ માં જ થાય-

કડવી શિખામણ વહાલેશરી જ આપે. 

35). જર, જમીનને જોરુ ત્રણેય કજિયાના છોરું-

પૈસો, જમીન અને સ્ત્રી ઝઘડાનું કારણ બને છે.

36). ગજા વગરનું ગધેડું ને વિરમગામનું ભાડું –

તાકાત બહારનું કોઈ કામ કરવું

37). ઈશ્વરની લાકડીને અવાજ નથી –

ઈશ્વર શિક્ષા કરે ત્યારે ખ્યાલ આવતો નથી.

38). નામ મોટા ને દર્શન ખોટા –

બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું.

39). ઘરમ કરતા ધાડ પડી-

સારું કરવા જતાં નુકશાન થવું  

40). સો મરજો પણ સૌના પાલનહાર ન મરજો-

ગરીબ અને દૂ:ખી માણસોની સેવા કરનાર લાંબુ જીવજો.

Gujarati-kehvato

41). વાવે તેવું લણે –

માણસ જેવુ કર્મ કરે તેવું ફળ પ્રાપ્ત કરે.

42). હાથના કર્યા હૈયે વાગ્યા-

કર્યું તેવું પામ્યા

44). પગ જોઈને પછેડી તણાય –

આવક મુજબ ખર્ચ કરવો જોઈએ.

45). જમવામાં જગલોને કૂટવામાં ભગલો-

મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે. 

46). ખોદે ડુંગર ને ભોગવે ભોરિંગ –

એકનું કર્યું બીજા ભોગવે.  

47). ખાડો ખોદે તે પડે –

ખોટા કામો કરનારને તેનું ખરાબ ફળ મળે.

48). સોનાની થાળીને લોઢાની મેખ –

અનેક સદગુણો એક અવગુણથી જાંખા પડે છે.

49). દૂધનાં દાઝયા છાશ ફૂંકી ફૂંકીને પીએ –

કોઈ કાર્યમાં મળેલ નિષ્ફળતાથી ગમે તેવી નાની બાબતમાં પણ જોઈ તપસીને આગળ વધવું.

Gujarati kehvato ભાગ –4

50). પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું-

જેના હાથ નીચે રહેતા હોઈ તેની સાથે વેર બાંધવું ઠીક નહિ.

51). જીવતો નર ભદ્ર પામે-

જીવતો માણસ ગમે ત્યારે સુખ પ્રાપ્ત કરે છે.

52). પાઘડી નો વળ છેડે–

કામના પરિણામથી જ કામ પરખાય.

53). સૂડી વચ્ચે સોપારી –

ધર્મસંકટ આવવું

54). ઘેર ઘેર માટીના ચૂલા-

કોઈ કુટુંબ તકરાર વગરનું ન હોય.

55). ચમડી તૂટે પણ દમડી ના છૂટે-

અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુકશાન થાય તો પણ પૈસા ખર્ચવા તૈયાર થતી નથી. 

56). પ્રથમ ગ્રાસે મક્ષિકા –

શરૂમાં વિઘ્ન નડવું.

57). ઘાણીનો બળદ ઠેરનો ઠેર-

પ્રગતિ કર્યા વિના, હતા ત્યાંના ત્યાં.

58). સાંકડા કપાળમાં સોળ ભમરા –

ગરીબનું નસીબ ગરીબ.

59). વખણાયેલી ખિચડી દાંતે વળગે-

ઘણી વાર વખાણીએ તે જ વ્યક્તિ કે વસ્તુ ખરાબ નીવડે.    

60). ફરતે એકાદશી અને વચમાં ગોકુળ આઠમ –

ભૂખમરાની દશા આવવી.

61). બોલે તેના બોર વેચાય –

કહ્યા વિના કોઈ કામ થાય નહિ.

62). બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી –

અશક્ય વાત હોવી.

63). સહિયારી સાસુને ઉકરડે મોકાણ –

જે સહિયારુ છે તેની દેખભાળ કોઈ રાખતું નથી.  

64). બાવના બેય બગડીયા –

બેય બાજુથી પસ્તાવું.

65). ભાત મેલીએ પણ સાથ ન મેલીએ –

ખાવાનું છોડવું પડે તો છોડવું પણ મિત્રતા દૂ:ખ વેઠીને પણ નિભાવવું.

Gujarati-kehvato

Gujarati kehvato ભાગ –5

66). દશેરાએ ઘોડું નો દોડવું-

ખરેખર સમયે કામમાં ન આવવું

67). મુખમાં રામ ઔર બગલમાં છુરી –

દેખાવે સારું પણ દિલમાં કપટ હોય.

68). શેરડી ભેગો એરંડો પાણી પીએ –

એકની સાથે બીજુ પણ લાભ મેળવે.

69). જાન સેવામાં જ પ્રભુસેવા –

માનવીની સેવા એ જ સાચી પ્રભુભક્તિ છે.  

70). રજનું ગજને વાતનું વતેસર –

નાની વાતને મોટું સ્વરૂપ આપવું.

71). દર્દ કરતાં દવા વધુ અનિષ્ટ-

રોગ કે પીડા કરતાં તેની ઔષધિ કે તેનો ઉપચાર વધારે કષ્ટદાયક હોય છે. 

72). હસે તેનું ઘર વસે –

આણંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે.

73). વિનાશકાળે વિપરીત બુધ્ધિ –

આપત્તિ  આવવાની હોય ત્યારે અવળું જ સુઝે છે.

74). હંસ ગયાને બગલા રહ્યાં-

અસલ વસ્તુ જતી રહી અને નકલી વસ્તુ રહી.

75). લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે-

લોભ કરનાર છેતરાય છે.  

76). હૈયે તેવું હોઠે-

મનમાં હોય તે બહાર આવવું.    

77). ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન-

મૂર્ખ માણસની વચ્ચે થોડું જ્ઞાન ધરાવતો માણસ મહાન પંડિત ગણાય છે.

78). હોઠ સાજા તો ઉત્તર જાજા-

વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપયોગ કરી શકાય.

79). આડે લાકડે આડો વહેર-

ખરાબ માણસ સાથે ખરાબ થવું પડે.

80). જાગતાની પાડીને સૂતેલાનો પાડો-

સાવચેત માણસને બીજા કરતાં વધુ લાભ થાય છે.

81). રખપત તો રખપત-

જાતે સાચવીએ એતલી જ આબરૂ સચવાય

Gujarati kehvato ભાગ -6

Gujarati-kehvato

82). મોર વગડામાં નચ્યો કોને જાણ્યો?-

સાચી સાબિતીનો અભાવ હોય છે.

83). ભાણે આવ્યું તે જમવું ને કરમે આવ્યું તે વેઠવું.-

પ્રારબ્ધ પ્રમાણે સુખ દૂ:ખ વેઠવા જ પડે

84). ભૂતનું ઠેકાણું આંબલી-

જેવો માણસ તેવો વાસ

85). મહાદેવના ગુણ પૂજારી જાણે-

જે જેના સંપર્કમાં રહેતું હોય તે તેના ગુણ વિશેષ જાણે.

86). ભૂખ્યો સિંહ તરણું ન ખાય-

દૂ:ખને પ્રસંગે પણ સ્વમાની માણસ પોતાની ટેક ન ભૂલે.

87). ખેપ હાર્યા કઇ ભાવ નથી હાર્યા-

એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતાં પુરુષાર્થ ચાલુ રાખો.

88). નાક નીચું અને પેટ ઊંચું-

બીજાની ખુશામત કરીને પેટ ભરવું.

89). છાશ મીઠી પણ કઇ દૂધ કહેવાય?-

ખરાબ કૃત્યો વધારો તેટલા વધે.

90). ચિંતા કરતાં ચિતા ભળી-

ચિંતા મરણ કરતાંય ભૂડી

91). ગરથ ગાંઠે ને વિધા પાઠે-

હાથમાં હોય તે ખરું કે ખપનું હોવું.  

સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ click here
ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ click here
ગુજરાતી વ્યાકરણની Pdf click here

Gujarati kehvato GK, Gujarati kehvato pdf, onlaine Gujarati kehvato,

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment