ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની પ્રસિદ્ધ સંસ્થા Gujarati Sahitya Parishad વિશે અહીં માહિતી આપવામાં આવી છે, જે તમને GPSC, તલાટી, બિન-સચવાલય ક્લાર્ક, ગ્રામ સેવક PSI/ASI જેવી દરેક પરીક્ષામાં પણ ઉપયોગી .
ગુજરાતી સાહિત્ય પરિષદ
સ્થાપના | 1905 |
મુખપત્ર | પરબ (1960 થી શરૂ કરેલ) |
વર્તમાન પ્રમુખ | પ્રકાશ એન શાહ |
Gujarati Sahitya Parishad
>> ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આવેલ છે.
>> આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય ઇ.સ 1980માં મુંબઇ થી અમદાવાદ ખસેડવામાં આવ્યું.
>> શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાનાના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થઈ હતી.
>> ઇ.સ 1978 થી આ સંસ્થા “ભાષા-વિમર્શ” નામનું ત્રિમાસિક બહાર પાડે છે.
>> ઇ.સ 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠીની ગુજરાત સાહિત્યસભા ના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી.
>> ઇ.સ 1920માં રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતી સાહિત્ય પરિષદના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયા હતા.
>> ઇ.સ 1928 થી 1955 સુધી કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રમુખ તરીકે રહ્યા હતા.
>> ઇ.સ 1936 માં ગાંધીજી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
>> ગુજરાત સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તક વેચાણ કેન્દ્રનું નવું નામ “ગ્રંથવિહાર” છે.
>> ગ્રંથવિહાર પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન 2013માં કવિ નિરંજન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું.
>> ગુજરાત સાહિત્ય પરિષદ દર બે વર્ષે 60 જેટલા પરિતોષિકો અર્પણ કરે છે.
ગુજરાતી સાહિત્ય