Join our whatsapp group : click here

હિંદ છોડો આંદોલન અને ગુજરાત

Hind chhodo andolan in Gujarati : અહીં હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી તૈયાર કરવામાં આવી છે.

Hind chhodo Andolan in Gujarati

>> હિન્દ છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> 14 જુલાઇ, 1942ના રોજ ગાંધીજીએ વર્ધામાં યોજાયેલ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં ‘હિન્દ છોડો/ભારત છોડો’ આંદોલન કરવા માટેનો પ્રસ્તાવ કર્યો.

>> 8મી ઓગસ્ટ 1942ના રોજ મુંબઈની ગોવાળિયા ટેન્ક મેદાનમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં હિન્દ છોડો ઠરાવ પસાર કર્યો. આ બેઠકના અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા.

>> 9 ઓગસ્ટ, 1942ના સવારે મુંબઈમાં ગાંધીજી, પંડિત નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણી કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી.

>> અલ્હાબાદમાં આવેલૂ કોંગ્રેસનું મુખ્યાલય કબજે કરાયું. અને હરીજન પત્ર સહિત વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

>> ગાંધીજીએ કહ્યું કે ‘આઝાદી માટે મારી આ અંતિમ લડાય છે અને તે માટે લોકો બધુ જ બલિદાન કરવા તૈયાર રહે’ અને ગાંધીજીએ લોકોને ‘કરેંગે યા મરેંગે (Do or De)’ નો નારો આપ્યો.

>> જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહીયા, અરુણા આસફ અલીએ ભૂગર્ભમાં રહીને આંદોલનને સંચાલિત કરવાના હેતુથી નેપાળમાં ‘આઝાદ રેડિયો સ્ટેશન’ બનાવ્યું.

>> જ્યારે મુંબઈમાં ઉષાબેન મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું.

>> આ આંદોલનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અગત્યનો ભાગ ભજવેલો.

>> ભારત છોડો આંદોલન વખતે ઘણી જગ્યાએ બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને સ્થાનિક સરકારોની સ્થાપના થઈ. જેમાં ઉત્તરપ્રદેશના બલિયામાં (ચિતું પાંડે), બંગાળના તામલુકમાં, મહારાષ્ટ્રના સતારા (પ્રતિ સરકાર) માં સમાંતર સરકારની સ્થાપના કરવામાં આવી.

>> જેમાં સતારાની સમાંતર સરકાર સૌથી લાંબા સમય ઇ.સ 1945 સુધી ચાલી હતી.

>> સામ્યવાદીઓ, મુસ્લિમ લિંગ, હિન્દુ મહાસભા, ડો. બાબાસાહેબ આંબેડકર પણ આ આંદોલનના વિરોધી રહ્યા.

>> આ સમય દરમિયાન કોંગ્રેસ અને મુસ્લિમ લિંગ વચ્ચે બંધારણીય અવરોધો દૂર કરવા માટે સી. રાજગોપાલચારીએ ઇ.સ 1944માં ‘વે-આઉટ(Way-Out)’ નામની પત્રિકા બહાર પાડી.

>> ઇ.સ 1942ની લડત દરમિયાન કસ્તૂરબા અને મહાદેવ દેસાઇનું ‘આગાખાન મહેલ (જેલ)’ માં મૃત્યુ થયું હતું.

>> આથી વ્યથિત થઈ ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા હતા.

હિન્દ છોડો આંદોલન અને ગુજરાત

>> 8 ઓગસ્ટ, 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં રવિશંકર મહારાજે વિધાર્થીઓની સભા બોલાવી.

>> 9 ઓગસ્ટ, 1942ના રોજ 2000 વિધાર્થીઓ તથા 200 વિધાર્થીનીઓએ સંગ્રામ સમિતિની બેઠક કરી અને સરઘસ કાઢવાની નક્કી કર્યું.

>> 10 ઓગસ્ટ, 1942ના રોજ લો કોલેજ આગળના મેદાનમાંથી આ સરઘસ જઈ રહ્યું હતું જે. ભદ્રમાં આવેલા કોગ્રેસ ભવન પાસે જવાનું હતું.

>> ગુજરાત કોલેજ નજીક આવી પહોચેલા સરઘસ ઉપર લાઠીમાર અને ટિયર ગેસ છોડયો તેથી ઉશ્કેરાયેલા વિધાર્થીઓએ પોલીસ પર ઈંટ ફેકી જે એક ગોરા અમલદારને વાગી તેથી તેને ગોળીબાર કરવાનો હુકમ કર્યો.

>> વિધાર્થીઓ પૈકી વિનોદ કિનારીવાળા કોલેજ કમ્પાઉન્ડમાં રાષ્ટ્ર ધ્વજ સાથે પ્રવેશ્યા અને પ્રિન્સિપાલના વિરોધ છતાં ગોળીબાર કરતાં વિનોદ કિનારીવાલા શહીદ થયા.

>> પ્રિન્સીપાલ પટવર્ધન અને પ્રોફેસર ધીરુભાઈ ઠાકર વચ્ચે પડતાં ધીરુભાઈને પોલીસની લાઠી વાગી હતી.

>> શહીદ વીર વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં ખાંભી ઊભી કરેલી છે. જેના ઉપર “દિન ખૂન કે હમારે યારો ભૂલ ન જાના” લખેલું છે.

>> અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 9મી ઓગસ્ટ 1942માં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયા હતા.

>> 15 સપ્ટેબર, 1942ના દિવસે ‘વિધાર્થી દિન’ તરીકે ઉજવણી કરાઇ અને ગુજરાત કોલેજ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. 

>> 16મી ઓગસ્ટે ‘રાષ્ટ્રીય વિધાર્થી સંગ્રામ સમિતિ’ રમણીકલાલ શાહના પ્રમુખપણા નીચે રચના થઈ અને ‘વિધાર્થી પત્રિકા’નું પ્રકાશન કર્યું.

>> હિન્દ છોડો આંદોલનનું ગુજરાતનું નેતૃત્વ સરદાર પટેલની અવેજીમાં મોરારજી દેસાઇ અને કાનજીભાઈ દેસાઇએ સાંભળ્યું હતું.

>> છોટુભાઈ પુરાણીએ પ્રગટ કરેલ ‘ગોરીલા વેરફેર’ પુસ્તિકામાં બોમ્બ બનાવાની રીત આપવામાં આવી હતી.

>> જ્યારે વડોદરા ખાતે બોમ્બ બનાવવાની ગુપ્ત પ્રવૃતિ થતી હતી.    

>> અમદાવાદના 80,0000 વિધાર્થીઓએ 250 દિવસ લાંબી હડતાળ પાડી 27 માર્ચ, 1943ના રોજ વિધાર્થીઓના 16 આગેવાનોની ધરપકડ કરવામાં આવી.

>> ભારત છોડો આંદોલન દરમ્યાન અમદાવાદની મિલોમાં 105 દિવસની હડતાલ પડી હતી.

>> અમદાવાદના વીજળી ઘરને બોમ્બથી ઉડાવી દેવાના પ્રયત્ન કરતાં નંદલાલ જોશી અને નરહરિ રાવળ મૃત્યુ પામ્યા હતા.

>> આ આંદોલન દરમ્યાન “જંગે આઝાદી પત્રિકા” સમાચાર માટે બહાર પડતી હતી. જેને વહેંચવાનું કામ વિધાર્થીઓ સાંભળતા હતા.

>> પંચમહાલમાં માણેકલાલ ગાંધી, નવનીત લાલ શાહ, છબીલદાસ મહેતા, ભીલસેવા મંડળના ડાહ્યાભાઈ નાયક, રતનલાલ દેસાઇ, ડાહ્યાભાઈ લોખંડવાલા, કમળાશંકર પંડ્યા, રસિકલાલ કકડિયા જાન્હાવીબેન, શ્રીકાન્ત, મામા સાહેબ ફડકે, સુખદેવ ત્રિવેદી, પાંડુરંગ વણીકર ની ધરપકડ કરી હતી.

>> વઢવાળથી શિવાનંદજી અને ફૂલછંદભાઈ જ્યારે સુરેન્દ્રનગરથી બળવંતરાય મહેતા પકડાયા હતા.

>> રાજકોટમાંથી ઉછંગરાય ઢેબર, વજુભાઈ શુકલ અને ભાવનગરમાંથી સરદાર પૃથ્વીસિંહ ની ધરપકડ કરવામાં આવી હતી.

Read more

👉 ગુજરાતના ઇતિહાસની ક્વિઝ
👉 ગુજરાતનો સંપૂર્ણ માહિતી
👉 ગુજરાતના ઇતિહાસની pdf

hind chhodo andolan in gujarati, હિંદ છોડો આંદોલન ગુજરાત,ઓગસ્ટ, હિન્દ છોડો આંદોલન (1942)

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!