Join our WhatsApp group : click here

તાજેતરમાં ભારતમાં થયેલા મિસાઇલ પરીક્ષણો

misail parikshan in gujarati : અહીં તાજેતરમાં ભારતમાં થયેલા સફળ મિસાઇલ પરીક્ષણો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં પ્રલય મિસાઇલનું પરીક્ષણ, અગ્નિ પ્રાઇમ (અગ્નિ પી)નું બીજું પરીક્ષણ, Vl-SRSAM (વર્ટીકલ લોન્ચ- શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ) નું સફળ પરીક્ષણ અને સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એર વર્ઝનનું સફળ પરીક્ષણ  સંબધિત માહિતી આપેલ છે.

પ્રલય મિસાઇલનું પરીક્ષણ

>> તાજેતરમાં DRDO દ્વારા ઓડિશાના ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી નવી સ્વદેશી રીતે વિકસિત અને પ્રથમ પરંપરાગત અર્ધ બેલેસ્ટિક મિસાઇલ ‘પ્રલય’ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

(અર્ધ બેલેસ્ટિક મિસાઇલનો ટ્રેજેકટરી માર્ગ નીચો હોય છે.)

>> આ મિસાઇલ જમીન થી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ છે.

>> આ મિસાઇલ ઘન પ્રોપેલન્ટ રોકેટ મોટર અને નવી ટેકનૉલોજીથી સજ્જ છે.

>> પ્રલય મિસાઇલની મારક ક્ષમતા 150 કી.મી થી 500 કી.મી સુધીની છે.

>> આ મિસાઇલને મોબાઈલ લોન્ચરથી પણ લોન્ચ કરી શકાય છે.

>> પ્રલય મિસાઇલને એવિ રીતે વિકસાવવામાં આવી છે કે તે ચીનની ઇન્ટરસેપ્ટર મિસાઈલોને હરાવી શકે છે. અને ચોક્કસ રેન્જથી માર્ગ બદલાવવાની ક્ષમતા પણ ધરાવે છે.

>> પ્રલય મિસાઇલ કાર્યક્રમનું પ્રથમ પરીક્ષણ વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું.

અગ્નિ પ્રાઇમ (અગ્નિ પી)નું બીજું પરીક્ષણ

મિસાઇલનું નામ : અગ્નિ પ્રાઈમ (અગ્નિ પી)

પરીક્ષણ કરનાર સંસ્થા : DRDO

પરીક્ષણનું સ્થળ : ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ (બાલાસોર, ઓડિશા)

>> તાજેતરમાં અગ્નિ પ્રાઇમ મિસાઇલનું બીજું પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતે કરવામાં આવ્યું છે. તેનું પ્રથમ પરીક્ષણ જૂન, 2012માં કરવામાં આવ્યું હતું.

>> અગ્નિ પ્રાઇમ મિસાઇલ અગ્નિ -01 મિસાઇલનું સ્થાન લેશે. આ મિસાઇલની મારક ક્ષમતા 1000km થી 2000 km સુધીની છે.

>> આ મિસાઇલ જમીન થી જમીન મારક ક્ષમતા ધરાવે છે. અને 1000 કી.ગ્રા સુધીનું વજન અને પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે.

Vl-SRSAM નું સફળ પરીક્ષણ

Vl-SRSAMનું પૂરું નામ : વર્ટીકલ લોન્ચ- શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ

>> તાજેતરમાં Vl-SRSAMનું DRDO દ્વારા બીજી વાર સફળતા પૂર્વક લોંચિંગ કરવામાં આવ્યું હતું.

>> આ મિસાઇલનું લોંચિંગ ઓડિશાના ચાંદીપૂર ખાતેથી કરવામાં આવ્યું છે.

>> Vl-SRSAM મિસાઇલની રેન્જ 40-50 કિ. મી છે. જે જમીનથી હવામાં ઝડપી પ્રતિક્રિયા કરનારી મિસાઇલ છે.

>> આ મિસાઇલ સમુદ્ર લક્ષ્ય સહિત શોર્ટ રેન્જના વિવિધ હવાઈ જોખમોને સફળતા પૂર્વક નિષ્ફળ બનાવી શકે છે.

>> આ મિસાઇલ હવામાં પ્રહાર કરનારી મિસાઇલ ‘બરાક-1’ નું સ્થાન લેશે.

સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એર વર્ઝનનું સફળ પરીક્ષણ  

તાજેતરમાં ઓડિશાની ચાંદીપૂર ઈન્ટિગ્રેટેડ રેસ્ટ રેન્જ ખાતેથી  સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એર વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેનું પરીક્ષણ સુખોઈ-30 MKI યુદ્ધ વિમાન દ્વારા કરવામાં આવ્યું છે.

>> આ મિસાઇલ બ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડ (BAPL) દ્વારા વિકસાવવામાં આવી છે.

>> આ મિસાઇલમાં વપરાતી મુખ્ય એરફ્રેમ એસેમ્બ્લી કે જે રેમજેટ એંજિનનો ભાગ છે  તેને ભારતીય કંપનીઓ દ્વારા સ્વદેશી ધોરણે વિકસાવવામાં આવી છે.

>> આ પરીક્ષણમાં DRDO, BAPL, IAF, HAL જેવી સંસ્થાઓ પણ સંકળાયેલી હતી.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!