Navsari jilla na gk question : અહીં નવસારી જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Navsari jilla na gk question
1). નવસારી જિલ્લાની રચના કયારે થઈ હતી ? : 2 ઓક્ટોબર 1997માં
2). નવસારી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ હતી ? : વલસાડ જિલ્લામાંથી
3). કયા મુખ્યમંત્રીના સમયમાં નવસારી જિલ્લાની રચના કરવામાં આવી હતી ? : શ્રી શંકરસિંહ વાઘેલા
4). નવસારી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 (નવસારી, ગણદેવી, ચિખલી, જલાલપોર, ખેરગામ, વાસંદા)
5). નવસારી જિલ્લાની ઉત્તર દિશામાં કયા-કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : સુરત અને તાપી જિલ્લાની
6). નવસારી જિલ્લાની પૂર્વ દિશાએ કોણ સીમા ધરાવે છે ? : ડાંગ જિલ્લો અને મહારાષ્ટ્ર રાજય
7). નવસારી જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : વલસાડ જિલ્લાની
8). નવસારી જિલ્લાની પશ્ચિમ દિશામાં શું આવેલું છે ? : અરબ સાગર આવેલો છે.
9). “પુસ્તકોની નગરી” ના નામથી જાણીતું શહેર ? : નવસારી
10). સૌથી વધુ શહેરી સાક્ષરતા ગુજરાતનો ધરાવતો જિલ્લો : નવસારી
11). સૌથી વધુ ગ્રામીણ મહિલા સાક્ષરતા ધરાવતો ગુજરાતનો જિલ્લો : નવસારી
12). નવસારી જિલ્લાનું ગણદેવી શેના માટે પ્રખ્યાત છે ? : ગોળ માટે
13). ગણદેવીનું પ્રાચીન નામ ? : ગણપાદિકા
14). વલસાડી સાંગમાંથી રાંચરચીલુ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે ? : બીલીમોરા (નવસારી જિલ્લો)
15). ગાંધીજીએ કરેલ ઐતિહાસિયક દાંડીકૂચ એ “દાંડી સ્મારક” કયા જિલ્લામાં આવેલું છે ? : નવસારી
16). યુનેસ્કોએ ગુજરાતનાં કયા ઘોરીમાર્ગને ‘વર્લ્ડ હેરિટેજ વે’ ની યાદીમાં સમાવેશ કર્યો છે ? : સાબરમતી આશ્રમથી –દાંડી સુધીનો
17). નવસારી જિલ્લામાં આવેલી ગર્ગાવતી હાલમાં કયા નામે ઓળખાય છે ? : ગડત
18). નવસારી જિલ્લામાં આવેલો નેશનલ પાર્ક ? : વાસંદા નેશનલ પાર્ક
19). નવસારી જિલ્લામાં કયા-કયા રિસર્ચ સ્ટેશન આવેલા છે ? : પલ્પ રિસર્સ સ્ટેશન અને લાઈવ સ્ટોક રિસર્સ સ્ટેશન
20). વ્યક્તિ વિશેષ દાદાભાઈ નવરોજી અને જમશેદજી તાતાનું જન્મ સ્થળ જણાવો ? : નવસારી
21). નવસારી જિલ્લામાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે ? : ઉનાઇ
22). નવસારી જિલ્લામાં કઈ ડેરી આવેલી છે ? : વસુધારા ડેરી
23). નવસારી જિલ્લામાં ગણેદેવી તાલુકામાં કયું તળાવ આવેલું છે ? : વડાતળાવ
24). પ્રખ્યાત ઉભરાટનો દરિયાકિનારાઓ કયા જિલ્લામાં આવેલો છે ? : નવસારી જિલ્લામાં
25). નવસારી જિલ્લામાં “ચંદી પડવાનો મેળો” ક્યાં અને ક્યારે ભરાય છે ? : અનંત ચૌદશના દિવસે ઉભરાટમાં ભરાય છે.
નવસારી જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો 👉 | click here |