PM Mudra Loan 2024 : કોઈપણ ભારતીય નાગરિક જેની પાસે બિન-ખેતી ક્ષેત્રની આવક પેદા કરવા માટે બીઝનેસ પ્લાન જેવા કે મેન્યૂફેક્ચરિંગ, પ્રોસેસિંગ, ટ્રેડિંગ અથવા સર્વિસ સેકટર જેવી પ્રવૃતિઓ છે અને જેને 10 લાખથી ઓછી ક્રેડિટની જરૂર છે. એવા લોકોને PMMY યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. આ યોજનાના અમલીકરણ માટે સરકારે માઇક્રો ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લી. (MUDRA) ની રચના કરી છે. MUDRA લોનને MUDRA LTD. દ્વારા સૂચિત મધ્યસ્થી જેવા કે બેન્કો, NBFC, MFI અને અન્ય નાણાકીય સંસ્થા દ્વારા વિસ્તૃત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
કેન્દ્ર સરકાર દ્વારા નાના પાયાના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલ PM Mudra Loan શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ પ્રકારે આપવામાં આવે છે. આપેલ ત્રણે પ્રકારમાં અલગ-અલગ લોન આપવાની મર્યાદા છે.
PM મુદ્રા લોનના ત્રણ પ્રકાર
લોનનો પ્રકાર પ્રકાર | સહાય |
શિશુ : | રૂ. 50,000 સુધીની લોન |
કિશોર : | રૂ. 50,000 થી રૂ. 6 લાખ સુધીની લોન |
તરુણ : | રૂ. 5 લાખ થી રૂ. 10 લાખ સુધીની લોન |
પ્રધાનમંત્રી મુદ્રા લોન મેળવવા માટેની યોગ્યતા
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) નો લાભ લેવા માટે અરજદાર નીચે મુજબની લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં.
- અરજદાર બેન્ક દ્વારા ડિફોલ્ટર જાહેર થયેલો ન હોવો જોઈએ.
- લોન માટે માંગેલ જરૂરી ડૉક્યુમેન્ટ તેની પાસે હોવા જોઈએ.
PM Mudra Loan લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
પ્રધાનમંત્રી મુદ્રા લોન નો લાભ લેવા માટે જે-તે અરજદાર પાસે બે પાસપોર્ટ સાઇઝના ફોટા (અરજદારના) આધાર કાર્ડ, કાયમી રહેઠાણનો પુરાવો, પાનકાર્ડ, IT રિટર્ન (જરૂરી જોઈ એટલા વર્ષના) અને વ્યવસાય અંગેના જરૂરી પુરાવા હોવા જરૂરી છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોનનો લાભ કેવી રીતે લેશો
PM Mudra Loan નો લાભ લેવા માટે સૌપ્રથમ અરજદારે PMMY ની ઓફિશ્યલ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તમે કયા પ્રકારની લોન લેવા માંગો છો જેમ કે શિશુ, કિશોર કે તરુણ તમે જે પ્રકારની લોન લેવા માંગતા હોવ તેના પર ક્લિક કરી તેનું ફોર્મ જ ડાઉનલોડ કરવું. ત્યાર બાદ તે ફોર્મ સારા અક્ષરે ભરી જરૂરી પુરાવા જોડી તમારી નજીકની બેન્કમાં તેને રજૂ કરવાનું રહેશે અને બેન્ક દ્વારા યોગ્ય કાર્યવાહીના અંતે તમારી માંગણી મુજબ લોન મંજૂર કરવામાં આવશે.
નોંધ : આ યોજના માટે અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની હોતી નથી.
આ પણ વાંચો : બાળકોના પ્રાઈવેટ ટ્યુશન માટે સરકાર દ્વારા Rs. 30,000 સુધીની સહાય
જો તમારે PMMY યોજના સંબધિત કોઈ મુંજવણ છે અને તમારે માહિતી જોઈએ છે તો કેન્દ્ર સરકાર દ્વારા તેના માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર તમે કોલ કરી અમારી સંબધિત મુશ્કેલીનું સમાધાન મેળવી શકો છો.
1800-180-1111
1800-11-0001
PM Mudra Loan યોજના હેઠળ SC, ST અને મહિલાઓને વિશેષ પ્રોત્સાહક વ્યાજ દરે લોન આપવામાં આવે છે. જે પણ સરકારનું કે ઉમદા પગલું છે.
ઓફિશ્યલ વેબસાઇટ : click here