Pradhanmantri kisan samman nidhi yojana : અહીં PM-KISAN (પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના) વિશે જાણકારી આપવામાં આવી છે. જેમાં યોજનાનો ઉદ્દેશ્ય, તેનાથી મળતી સહાયતા, સહાયતા મેળવવા માટેની પાત્રતા, યોજનાનો લાભ લેવા માટેની અરજી કેવી રીતે કરશો તેના સંબધિત જાણકારી અહીં આપવામાં આવી છે.
Table of Contents
Pradhanmantri kisan samman nidhi yojana
યોજનાનું નામ : | PM-KISAN (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) |
ક્ષેત્ર : | ખેતી |
ઉદ્દેશ્ય : | રાજયના ખેડૂતોને રૂ. 6000 સુધીની સહાય કરવી. |
અમલ : | 2018 થી |
અરજી કરવાની રીત : | ઓનલાઇન |
PM-KISAN યોજના શું છે ?
PM-KISAN યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેના અંતર્ગત રાજયના તમામ ખેડૂતોને રૂ. 6000 ની આર્થિક સહાય મળશે. આ સહાય 100% કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં છે. આ યોજનાનો ગુજરાતમાં અમલ વર્ષ 2018થી થયેલો છે. અને વર્તમાનમાં પણ ચાલુ છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
ખેડાળ લાયક જમીન ધરાવતા રાજયના દરકે કુટુંબ આ યોજનાનો લાભ લઈ શકે છે.
પીએમ કિસાન નિધિ યોજનાના ઉદ્દેશ્યો
1). ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા.
2). ખેડૂતોને ખેત સામગ્રીની ખરીદી માટે નાણાકીય જરૂરિયાત પૂરી પાડી શકાય.
3). ખેડૂતોને તેઓના ખેતી ખર્ચ માટે ખાનગી ધિરાણદારોના વિષ ચક્રમાંથી રક્ષણ મળી રહે.
સહાયનું ધોરણ
ખેડૂત કુટુંબને દર વર્ષે કુલ રૂ. 6000/- ત્રણ સરખા હપ્તામાં મળશે. આ સહાય ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (D.B.T) ના ધોરણે ચૂકવવામાં આવશે.
આ ત્રણ હપ્તા દર ચાર માસના અંતરે ચૂકવવામાં આવશે.
PM-KISAN યોજનાનો લાભ મેળવવા માટેની યોગ્યતા
ખેડાણ લાયક જમીન ધરાવતા જમીન ધારક ખેડૂત કુટુંબની પાત્રતા માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવાની રહશે.
- વ્યક્તિગત ખેડૂત તરીકે ખેડાણ લાયક જમીન ધારણ કરેલી હોય.
- લેન્ડ રેકોર્ડમાં એક કરતાં વધુ જમીન ધારક ખેડૂત કુટુંબના નામ હોય અને ખેડાણ લાયક જમીન ધરાવતા હોય તે કિસ્સામાં રેકોર્ડમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને લાભ મળવા પાત્ર રહેશે.
આ ખેડૂતોને સહાય મળવા પાત્ર નથી
1). સંસ્થાકીય જમીનધારકો
2). વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ
3). વર્તમાન અને ભુતપૂર્વ મંત્રીશ્રી/રાજયકક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા/રાજયસભા/વિધાનસભાના સભ્યશ્રી, વર્તમાન અને ભૂતપૂર્વ મહાનગરપાલિકાના મેયરશ્રી, વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી
4). સેવારત અને નિવૃત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકમાં તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજયસરકાર હસ્તકની તમામ સ્વાયત અને સંગલ્ગ સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ/ વર્ગ-4/ ગ્રૂપ-ડી સિવાયના) તમામ અધિકારી કર્મચારી.
5). તમામ વય નિવૃત/ નિવૃત પેન્શનધારકો કે જેઓ પ્રતિ માસ રૂ. 10,000/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય. (મલ્ટી ટાસ્કિંગ/ વર્ગ-4/ ગ્રૂપ-ડી સિવાયના)
6). છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા.
7). વ્યવસાયિકો જેવા કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને આર્કીટેક્ટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય. ગેર પાત્રતા યાદીમાં સમાવેશ થતો નથી એ અંગે અરજી કરતાએ રજૂ કરેલ એકરારનામાને આધારે લાભાર્થી તરીકે પાત્રતા નક્કી કરવાની રહશે.
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી
1). આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી કોઇ પણ ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કેન્દ્ર ઉપરથી કરાવી શકશે.
2). અરજદાર https://www.pmkisan.gov.in પોર્ટલ તેમજ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.
3). અરજીની પ્રિન્ટ લઈ સાથે આધાર કાર્ડ, જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં -૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ ( ખેડૂત તરીકે દાખલ થયાનું હક્ક પત્રક) ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી પાસે જમા કરાવવાના રહેશે
અરજી કેવી રીતે કરવી તેના વિશે ચિત્રો સાથે જાણવા અહીં ક્લિક કરો : Click here
અરજી કરવા માટે જરૂરી પુરાવા
- આધાર કાર્ડ
- 7/12 નો ઉતારો
- જમીનનો 8- અ નો ઉતારો
- બેન્ક પાસબુક
પીએમ કિસાન એપ્લિકેશન
💥 પીએમ કિસાન એપ્લિકેશન યોજના માટે એપ્લિકેશન દ્વારા અરજી કરવા માંગતા હોય તે અહીં ક્લિક કરો : Click here
પીએમ કિસાન સન્માન નિધિ yojana gujarat form
💥 પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરશો : Click here
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf
💥 Pradhanmantri kisan samman nidhi yojana ની સંપૂર્ણ જાણકારીની pdf ડાઉનલોડ અહીંથી તમે કરી શકો છો.
આ યોજનાઓ વિશે પણ જાણો

FAQ
PM-KISAN યોજનાનો લાભ કોણ લઈ શકે ?
આ યોજનાનો લાભ ખેડાણ લાયક જમીન ધરાવતા રાજયના તમામ ખેડૂત કુટુંબ.
ખેડૂત કુટુંબની વ્યાખ્યા શું છે ?
જમીન ધારક ખેડૂત કુટુંબ એટલે “પતિ, પત્ની અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય” તે ગણાશે અને તેમના હસ્તકની સંયુક્ત જમીનને લાભ માટે ગણતરીમાં લેવાની રહશે.
સહાય મેળવાવ માટે જમીન ધારકતાની ગણતરી કઈ રીતે નક્કી કરવાની રહેશે?
યોજનાના લાભ લેવા માટે જમીન ધારકતાની ગણતરી માટે તા. 01/02/2019 ની સ્થિતિની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
અરજી માટે ખેડૂતની કઈ કઈ વિગત જરૂરી રહેશે?
અરજીમાં જમીન ધરાવતા અંગેની વિગતો સહિત નામ, જાતિ, આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતની જરૂર રહેશે.
તમામ વિગતો/દસ્તાવેજો કોને જમા કરાવાના રહેશે?
તમામ વિગતો/દસ્તાવેજો તલાટી ને જમા કરાવાના રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે કોણ અરજી કરી શકે ?
ખેડૂત કુટુંબ પૈકી પતિ અથવા પત્ની જેના નામે વધારે જમીન હોય તે અથવા જે મોટી ઉંમરના હોય તે આ યોજના માટે અરજી કરી શકે છે.
આ યોજનાનો લાભ લેવા માટે અન્ય કોઈ જેવા કે મિત્ર કે સગા ખેડૂત વતી અરજી કરી શકે છે ?
ના
pradhanmantri kisan samman nidhi yojana, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf, પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023, પીએમ કિસાન યોજના 2000,પીએમ કિસાન નિધિ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ yojana gujarat form, પીએમ કિસાન એપ્લિકેશન, PM-KISAN