Join our WhatsApp group : click here

જાણવા જેવુ | પૃથ્વી વિશે સંપૂર્ણ માહિતી | Pruthvi vise mahiti

અહીં પૃથ્વી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેમાં પૃથ્વી સંદભિત મહત્વના તથ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માહિતી તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે, સ્કૂલના વિધાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે પણ ખૂબ ઉપયોગી છે.

પૃથ્વી વિશે સંપૂર્ણ માહિતી

👉 પૃથ્વી સૂર્યમંડળમાં જીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે.  

👉 પૃથ્વી આકારની દ્રષ્ટિએ સૂર્યમંડળમાં 5મો સૌથી મોટો ગ્રહ છે. તથા પાર્થિવ ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે.

👉 પૃથ્વી સૂર્યથી ત્રીજા નંબરે તેમજ શુક્ર અને મંગળ વચ્ચે આવેલો ગ્રહ છે.

👉 પાણીની હાજરીના કારણે તેને ભૂરો ગ્રહ કહેવામા આવે છે.

👉 પૃથ્વી પોતાની ધરી પર 23 ½ નમેલ છે. તે પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ પરિભ્રમણ કરે છે.

👉 પૃથ્વી સૂર્યમંડળનો સૌથી વધુ ઘનત્વ ધરાવતો ગ્રહ છે.

👉 સૂર્યપ્રકાશ અને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લાગે છે.

👉 પૃથ્વીની દૈનિક ગતિને કારણે દિવસ અને રાત જ્યારે પૃથ્વીની વાર્ષિક ગતિને કારણે ઋતુ પરીવર્તન થાય છે.

👉 પૃથ્વીનો વિષુવવૃતિય વ્યાસ લગભગ 12,756 કી.મી, ધ્રુવીય વ્યાજ લગભગ 12,713 કી.મી. છે.

👉 પૃથ્વી વિષુવવૃતિય પાસેથી ફુલેલી તથા ધ્રુવો પાસેથી ચપટી જોવા મળે છે. આમ, પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ છે.

👉 ગેલેલીયાએ પૃથ્વીને નારંગી જેવી કહી હતી.

👉 પૃથ્વીના વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુનું સ્તર અલ્ટ્રા વાયોલેટ કિરણોને રોકે છે. તેથી ગ્રીન હાઉસ અસર તાપમાનને જાળવી રાખે છે. જેનાથી પૃથ્વી ઉપર જીવન શકય છે.

અક્ષાંશ અને રેખાંશ

Pruthvi vise mahiti

અક્ષાંશ : પૃથ્વી ઉપર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. અક્ષાંશોની કુલ સંખ્યા 181 છે. બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કી.મી. છે. અક્ષાંશોનો ઉપયોગ તાપમાન જાણવા માટે થાય છે.

▶️ 23.5અક્ષાંશને ઉત્તર ધ્રુવીયવૃત કહે છે.
▶️ 66.5દ. અક્ષાંશને દક્ષિણ ધ્રુવીયવૃત કહે છે.
▶️ 90ઉત્તર અક્ષાંશને ઉત્તરધ્રુવ કહે છે.
▶️ 90દક્ષિણ અક્ષાંશને દક્ષિણધ્રુવ કહે છે.

રેખાંશ : પૃથ્વીના ગોળા ઉપર દોરવામાંમાં આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ધોરવામાં આવેલી છે. તેમને રેખાંશ કહે છે. રેખાંશની કુલ સંખ્યા 360 છે.  ગ્રીનવિચ ટાઈમ અથવા આંતરરાષ્ટ્રીય સમય રેખા 0રેખાંશ પરથી પસાર થાય છે. આંતરરાષ્ટ્રિય તિથીરેખા 180રેખાંશ પરથી પસાર થાય છે.  

પૃથ્વી પરના અગત્યના દિવસો

મરકસંક્રાંતિ (શીત અયનાંત/Winter Solstice)– 22 ડિસેમ્બર : ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો દિવસ

કર્કસંક્રાંતિ (ગ્રીષ્મ અયનાંત/ Summery Solstice)– 21 જૂન : ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ

પૃથ્વી વિશે સંક્ષિપ્તમાં

ઉંમર4.6 અજબ વર્ષ
ક્ષેત્રફળલગભગ 51 કરોડ ચો.કી.મી
જળ ભાગ71% (લગભગ 36 કરોડ ચો.કીમી.)
જમીન ભાગ29% (લગભગ 15 કરોડ ચો.કિમી)
ધ્રુવીય વ્યાસ12,713 કિમી
વિષુવવૃતિય વ્યાસ12,756 કિમી
ઉપગ્રહ01 (ચંદ્ર)
સૂર્યની મહત્તમ અંતરલગભગ 15.20 કરોડ કી.મી
સૂર્યથી લઘુતમ અંતરલગભગ 14.70 કરોડ કી.મી
સમુદ્રતળથી સ્થળની મહત્તમ ઊંચાઈ8848.86 મીટર (માઉન્ટ એવરેસ્ટ)
સમુદ્રતળથી સ્થળની મહત્તમ ઊંડાઈ11,033 મીટર (મરિયાના ટ્રેંચ)
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર14, 95, 03, 923 કિમી
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર3, 84, 365 કિમી
પરિભ્રમણ ગતિ1670 કી.મી/કલાક
પરિક્રમણ ગતિ1,07,160 કી.મી/કલાક
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર3,84,400 કી.મી
પરિભ્રમન સમય23 કલાક 56 મિનિટ 04 સેકન્ડ
પરિક્રમણ સમય365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડ  

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!