Join our WhatsApp group : click here

જાણવા જેવું ભારત વિશે | Bharat vishe janva jevu in Gujarati

અહીં જાણવા જેવું ભારત વિશે આપવામાં આવ્યું છે. જેમાં ભારત વિશે ક્યારેય નહીં વાંચેલી જાણકારી આપેલ છે. જેમાં ભારતનો ગૌરવવંતો ઇતિહાસ અને ભારતે પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

જાણવા જેવું ભારત વિશે

👉 ભારત દેશ ઉત્તર-પૂર્વે ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે.

👉 ભારતનો વિસ્તાર ઉત્તરમાં કશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી તથા પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં ગુજરાતનાં કચ્છના રણ સુધી ફેલાયેલો છે.

👉 ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઇ 3214 કી.મી અને પૂર્વ-પશ્ચિમ લંબાઇ 2933 કી.મી છે.

👉 ભારતનું કુલ ક્ષેત્રફળ 32, 87, 263 ચો. કિ.મી. છે.

👉 ભારત 6,100 કી.મી. (7,516.6 કી.મી અંદમાન નિકોબાર તથા લક્ષ્યદ્વીપ સાથે) સમગ્ર દરિયાઈ સરહદ ધરાવે છે.

👉 ભારત પોતાના 7 પાડોશી દેશો સાથે આશરે 15,200 કી.મી. લાંબી સરહદ ધરાવે છે.  જેમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તર-પશ્ચિમમાં અફઘાનિસ્તાન, ઉત્તરમાં ચીન, નેપાળ અને ભૂટાન, તથા પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે.

👉 ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત ભારતના 8 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ માંથી પસાર થાય છે.

👉 ભારતનું ગુજરાત રાજય સૌથી લાંબો દરિયાકિનારો જ્યારે ગોવા રાજય સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવે છે.

👉 ઉત્તરપ્રદેશ એકમાત્ર એવું રાજય છે કે જેની સીમા સૌથી વધારે 8 રાજયો સાથે જોડાયેલી છે. (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર)

👉 ત્રિપુરા ભારતનું એકમાત્ર રાજય છે જેની ત્રણ બાજુએ બાંગ્લાદેશની સરહદ આવેલી છે.

👉 રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજય છે. જ્યારે ગોવા સૌથી નાનું રાજય છે.

👉 વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજય ઉત્તરપ્રદેશ છે.

👉 લદ્દાખ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ તથા લક્ષદ્વીપ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

👉 દિલ્હી જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે. જ્યારે લક્ષદ્વીપ સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

👉 ગુજરાતનો કચ્છ જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમો સૌથી મોટો જિલ્લો છે.

👉 ભારતનો સૌથી નાનો જિલ્લો પૂડુચેરીનો માહે જિલ્લો છે.

👉 સંખ્યાની દ્રષ્ટિએ સૌથી બધુ નગર ધરાવતું રાજય ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછા નગર ધરાવતું રાજય મેઘાલય છે.

👉 ભારતનું સૌથી મોટું રણ રાજસ્થાન રાજયમાં આવેલ થારનું રણ છે.

👉 ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર વુલર સરોવર છે, જે જમ્મુ કશ્મીરમાં આવેલું છે.

👉 ભારતનું સૌથી મોટું કુત્રિમ સરોવર ગોવિંદ સાગર (હિમાચલ પ્રદેશ) છે.

👉 ભારત રત્ન ભારતનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે.

👉 ભારતનો સૌથી મોટો કિલ્લો દિલ્હીમાં આવેલ લાલ કિલ્લો છે. જેનું નિર્માણ શાહજહાંએ કરાવ્યુ હતું.

👉 ભારતનું સૌથી મોટું શહેર મુંબઈ (મહારાષ્ટ્ર) છે.

👉 દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા છે.

 👉 અંદમાન નિકોબારના બૈરન દ્વીપ પર ભારતનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી છે.

👉 ભારતમાં સૌથી વધુ જંગલ ધરાવતું રાજય મધ્યપ્રદેશ છે.

👉 ભારતમાં સૌથી વધુ વરસાદ મૌસિનરમ (મેઘાલય) છે.

👉 ભારતનું સૌથી ઊંચું શિખર ગોડવિન ઓસ્ટીન (K2) છે.

👉 ભારત અને વિશ્વની સૌથી ઊંચી મુર્તિ સ્ટેચ્યું ઓફ યુનિટી (ગુજરાત) છે.

👉 ભારતનું સૌથી ઊંચું યુદ્ધ સ્થળ સિયાચીન ગ્લેશિયર છે.

👉 ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક હિક્કામ (હિમાચલ પ્રદેશ) છે.

👉 ભારતમાં સૌથી ઊંચું એરપોર્ટ લેહ (લદ્દાખ) છે.

👉 ભારતમાં સૌથી ઊંચો દરવાજો બુલંદ દરવાજો છે. જે ફતેહપૂર સિક્રી-ઉત્તરપ્રદેશમાં આવેલો છે.

👉 દિલ્હીમાં આવેલ કુતુબમિનાર ભારતનો સૌથી ઊંચો મિનાર છે.

👉 માર્ગ પરનો સૌથી લાંબો પુલ મહાત્મા ગાંધી પુલ (5.5 કી.મી.) છે, જે બિહારના પાટનગર પટનામાં આવેલ છે.

👉 ભારતનો સૌથી લાંબો નેશનલ હાઇવે નં.44 (જૂનો નં -44) છે જે વારાણસી થી કન્યાકુમારી સુધી 2,369 કિમી લાંબો છે.

👉 ભારતની સૌથી લાંબી નહેર રાજસ્થાન રાજયમાં આવેલી ઇન્દિરા ગાંધી નહેર છે.

👉 જમ્મુ કશ્મીરમાં આવેલ પીર પંજાલ ટનલ ભારતની સૌથી લાંબી રેલવે ટનલ છે.

👉 ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે.

👉 ભારતનો સૌથી લાંબો બંધ હીરાકુંડ બંધ છે. જે ઓડિશા રાજયમાં આવેલ મહાનદી પર બંધવામાં આવ્યો છે.

👉 ભારતની સૌથી લાંબા અંતરની મિસાઇલ અગ્નિ-5 છે.

ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

રાષ્ટ્રીય ધ્વજતિરંગા
રાષ્ટ્રીય ચિન્હચાર સિંહની આકૃતિ
રાષ્ટ્રગાનજન ગણ મન….
રાષ્ટ્રગીતવંદે માતરમ
રાષ્ટ્રીય પંચાગશંક સવંત
રાષ્ટ્રીય પ્રાણીવાઘ
રાષ્ટ્રીય પક્ષીમોર
રાષ્ટ્રીય વૃક્ષ  વડ વૃક્ષ
રાષ્ટ્રીય ફળકેરી
રાષ્ટ્રીય ફૂલકમળ
રાષ્ટ્રીય નદીગંગા
રાષ્ટ્રીય જળચર પ્રાણીગંગા નદીની ડોલ્ફિન
રાષ્ટ્રીય વિરાસત પ્રાણીહાથી
રાષ્ટ્રીય રમતહોકી

અહીં આપેલ જાણવા જેવું ભારત વિશે તમને કેવું લાગ્યું તે અમને કમેંટ કરો તમે બીજા જે ટોપીક પર માહિતી જાણવા માંગો છો તે અમને જણાવો અમે જે-તે ટોપીક પર માહિતી તમને ઉપલબ્ધ કરાવિશુ.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!