Join our WhatsApp group : click here

PSI Syllabus Gujarat 2024 | PSI ની નવી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ

PSI Syllabus Gujarat 2024 : અહીં PSI ની પરીક્ષાનો સિલેબસ અને સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર વિશે જાણકારી આપવામાં આવી છે. જેની pdf તમે ડાઉનલોડ કરી શકો છો. PSI Syllabus Gujarat 2024 માં ભારતીના નવા નિયમો, નવા ઉમેરેલા વિષયો અને રદ કરેલા વિષયો અને રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષના મળવાપાત્ર માર્કસ વિશે ચર્ચા કરવામાં આવી છે.

PSI ની નવી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ

1). સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે.

2). પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ.

3). પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.

4). પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર- ૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪ (લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ-૪૦૦ ગુણની MCQ Test હતી.

5). હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર- (GENERAL STUDIES(MCQ)) 03 કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર- २(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું  અને ૧૦૦ ગુણનું રહેશે.

6). પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

7). પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ

8). પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

9). પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે.

10). જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલ છે.

PSI Syllabus Gujarat 2024

PAPER –1 : General Studies (MCQ)

Part-A
SrTopicMark
1.Reasoning and Data Interpretation50
2.Quantitative Aptitude50
Total100
PART-B
Sr.TopicMark
1.Constitution of India and Public Administration25
2.History, Geography, Cultural Heritage25
3.Current Affairs & General Knowledge25
4.Environment, Science & Tech and Economic25
Total100

PAPER-2 GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE

Sr Mark
PART-A (Gujarati Language Skill)
1.Essay (350 Word)30
2.Precis Writing10
3.Comprehension10
4.Report Writing10
5.Letter Writing10
PART-B  (English Language Skill)
6.Precis Writing10
7.Comprehension10
8.Translation (From Gujarati to English)10
Total100
  • પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરતું કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
NFSU અથવા RRU માં કરેલ કોર્ષનો સમયગાળોઆપવાના થતાં વધારાના ગુણ
01 વર્ષ05
02 વર્ષ09
03 વર્ષ12
04 વર્ષ કે તેથી વધુ15
  • આખરી પસંદગી યાદી મુખ્ય પરિક્ષમાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

PSI Syllabus Gujarat 2024 pdf : Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!