Join our WhatsApp group : click here

રાજયની મંત્રી પરિષદ અને મુખ્યમંત્રી

Rajaya ni mantri parishad : અહીં ભારતના બંધારણમાં દર્શાવેલ રાજયની મંત્રી પરિષદ અને મુખ્ય મંત્રી વિશે માહિતી આપેલ છે. જેમાં મંત્રીપરિષદ અને મુખ્યમંત્રીની બંધારણમાં જોગવાઈ તેના કાર્યો, શપથ, પગાર-ભથ્થા વગેરે વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. આ Rajaya ni mantri parishad વિશે આપેલી માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Rajaya ni mantri parishad

>> ભારતના બંધારણના ભાગ : 06માં આર્ટીકલ -152 થી 213 સુધી રાજય સરકાર વિષયક જોગવાયો કરવામાં આવી છે.

>> બંધારણના અનુચ્છેદ : 163 મુજબ રાજયમાં રાજયપાલને સલાહ અથવા મદદ કરવા એક મંત્રીપરિષદ હશે. જેનો વડો મુખ્યમંત્રી હશે.

>> મુખ્યમંત્રી કોઈ મંત્રીને રાજીનામું આપવાનું અથવા રાજયપાલને મંત્રીને બરખાસ્ત કરવાનું પણ કહી શકે છે.

>> બંધારણના અનુચ્છેદ : 164 મુજબ રાજયપાલ રાજયના મંત્રીઓની નિમણૂક કરે છે. આ મંત્રીઓની નિમણૂક રાજયપાલ મુખ્યમંત્રીની સલાહથી કરે છે.

>> 94મો બંધારણીય સુધારો 2006 અનુસાર મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડીસા, છત્તીસગઢ રાજયમાં જનજાતિના કલ્યાણ માટે રાજયપાલ વધારાના મંત્રીની નિમણૂક કરી શકે છે. જે રાજયપાલની મંજૂરી સુધી હોદ્દો ભોગવે છે.

>> 91માં બંધારણીય સુધારો 2003 મુજબ રાજયમાં મંત્રીની સંખ્યા વિધાનસભાના સભ્યની સંખ્યાના 15%થી વધારે રહેશે નહીં. પણ ઓછામાં ઓછા મંત્રીમંડળમાં 12 સભ્યો હોવા જરૂરી છે.

‘મંત્રાલય’ શબ્દ કેન્દ્ર માટે અને ‘વિભાગ’ શબ્દ રાજય માટે વપરાય છે. 

મંત્રીપરિષદની જવાબદારી

1). વ્યક્તિગત જવાબદારી : મંત્રીઓ રાજપાલની ઈચ્છા હોય ત્યાં સુધી પદ ભોગવે છે. એટલે કે મંત્રીઓ વ્યક્તિગત રીતે રાજયપાલને જવાબદાર છે.

2). સામૂહિક જવાબદારી : વિધાનસભામાં જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો બધા મંત્રીઓએ રાજીનામું આપવું પડે એટલે કે મંત્રીપરિષદ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર છે.

શપથ

>> બંધારણની ત્રીજી અનુસૂચિમાં શપથના નમૂના આપેલા છે.

>> રાજયપાલ મંત્રીઓને શપથ લેવડાવે છે. (હોદ્દા અને ગોપનીયતાના)

>> જો કોઈ મંત્રી વિધાનમંડળના એકપણ ગૃહનો સભ્ય ન હોય તો તેને શપથ લીધાના 6 મહિનામાં કોઈપણ એક ગૃહનો સભ્ય બનવું જરૂરી છે.

મંત્રીઓના પગાર ભથ્થા

>> ભારતીય સંવિધાનની બીજી અનુસૂચિ મુજબ મંત્રીઓને પગાર ભથ્થા મળવા પાત્ર છે. જે રાજયનું મંત્રીમંડળ કાયદા દ્વારા વખતો વખત નક્કી કરે છે.

મંત્રીઓના પ્રકાર

કેન્દ્ર અથવા રાજયમાં ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે. 1). કેબિનેટ મંત્રી, 2). રાજ્યકક્ષાના મંત્રી( સ્વતંત્ર હવાલો) 3). રાજય કક્ષાના મંત્રી હોય છે.

1). કેબિનેટ મંત્રી

>> રાજયના મહત્વના વિભાગો કેબિનેટ મંત્રી પાસે હોય છે. તેમની પાસે એક અથવા એકથી વધારે ખાતા હોય છે.

>> સપ્તાહમાં એક વખત કેબિનેટની મિટિંગ મળતી હોય છે. સરકારના કોઈપણ આદેશ, અધ્યાદેશ, કાયદા સંશોધન અથવા નવા કાયદા માટેની ચર્ચા કેબિનેટની બેઠકમાં થાય છે. આ બેઠકમાં ફક્ત કેબિનેટ મંત્રી જ હાજરી આપી શકે છે.

>> તેઓ સરકારના દરેક નિર્ણયોમાં સામેલ હોય છે.

2). રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

>> પોતાના વિભાગનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે.( કેબિનેટ મંત્રીની જેમ) પણ તે કેબિનેટના સદસ્ય હોતા નથી.

>> સ્વતંત્ર હવાલો ધરાવતા રાજય કક્ષાના મંત્રી સીધો મુખ્યમંત્રીને રિપોર્ટ કરે છે.

>> દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠકમાં આ મંત્રીઓ સામેલ થતાં નથી પણ તેના વિભાગના મુદ્દા પર કોઈ નિર્ણય લેવાનો અથવા ચર્ચા કરવાની હોય તો તેવા પ્રસેંગે તેને કેબિનેટની બેઠકમાં બોલાવી શકે છે.

3). રાજયકક્ષાના મંત્રી

>> કેબિનેટ મંત્રીના સહાયક તરીકે કાર્ય કરે છે.

>> તે તેના કાર્યનો રિપોર્ટ પણ કેબિનેટ મંત્રીને કરે છે.

>> એક કેબિનેટ મંત્રી નીચે એકથી વધારે રાજય મંત્રી હોય શકે છે.

રાજયના મુખ્યમંત્રી    

>> મુખ્યમંત્રીની નિમણૂક બંધારણના આર્ટીકલ : 164 મુજબ રાજયપાલ કરે છે.

>> સામાન્ય રીતે રાજયપાલ રાજયના અને મુખ્યમંત્રી સરકારનો વડો હોય છે.

>> ભારતના બંધારણમાં મુખ્યમંત્રીના પદની નિયુક્તિ માટે કોઈ વિશેષ જોગવાઈ નથી પણ રાજયોમાં બહુમતી ધરાવતા પક્ષના નેતાઓને મુખ્યમંત્રી બનાવવા આવે છે.

>> જો રાજયમાં કોઈપણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય તો તે સમયે સૌથી મોટો પક્ષ અથવા ગઠબંધનના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે. જેને વિધાનસભામાં 30 દિવસમાં વિશ્વાસનો મત મેળવવો જરૂરી છે.

>> જયારે રાજયના મુખ્યમંત્રીનું ચાલુ કાર્યકાળે નિધન થાય તો રાજયપાલ સ્વવિવેકથી બીજા મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. જે વિધાનમંડળના કોઈપણ ગૃહનો સભ્ય હોવો જરૂરી છે, ન હોય તો 6 મહિનાની અંદર કોઈપણ ગૃહનો સભ્ય થવું ફરજિયાત છે.

મુખ્યમંત્રીની નિમણૂક

  • આર્ટીકલ :164 અનુસાર મુખ્યમંત્રીની નિમણૂક રાજપાલ કરે છે.

શપથ

  • રાજપાલ મુખ્યમંત્રીને લેવડાવે છે. (હોદ્દાના અને ગોપનીયતાના)

મુખ્યમંત્રીના હોદ્દાની મુદ્દત

>> રાજપાલની ઈચ્છા હોય ત્યાં સુધી તેના હોદ્દા પર રહી શકે છે.

>> સામન્ય રીતે વિધાનસભામાં બહુમત હોય ત્યાં સુધી તે હોદ્દા પર રહે છે.

મુખ્યમંત્રીના પગાર અને ભથ્થા

>> રાજયની વિધાન મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે.

>> તે ઉપરાંત વિધાનસભાના સભ્યને મળતી તમામ સગવડ તેને મળે છે.

મુખ્યમંત્રીની સત્તાઓ

1). મુખ્યમંત્રી વિધાનસભાનો નેતા હોય છે.

2). મુખ્યમંત્રી મંત્રી મંડળની બેઠકની અધ્યક્ષતા પણ કરે છે.

3). તે સરકારનો મુખ્ય પ્રવકતા છે.

4). મુખ્યમંત્રી રાજયપાલને સત્ર બોલાવવા અને સત્ર પૂર્ણ (સત્રાવાસન) કરવાની સલાહ આપી શકે છે.

5). તેઓ રાજય આયોજન પંચના અધ્યક્ષ હોય છે.

6). મંત્રીઓને વિભાગની વહેંચણી, ફેરબદલી કરી શકે છે.

7). વિધાનસભાનું વિસર્જન કરવાની રાજયપાલને સલાહ આપી શકે છે.

8). મુખ્યમંત્રી રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને આંતરરાજય પરિષદના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે.

9). તેઓ કોઈપણ મંત્રીને પદ છોડવા અથવા રાજપાલને મંત્રીને બરખાસ્ત કરવાનું કહી શકે છે.

10). રાજયચૂંટણી પંચ, રાજયના મહાધિવકતા અને લોકસેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરવા રાજયપાલને સલાહ આપે છે.

11). જો મુખ્યમંત્રીનું આકસ્મિક અવસાન થાય અથવા રાજીનામું આપે તો સંપૂર્ણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે.  

સંપૂર્ણ ભારતનું બંધારણ 👉click here
ભારતના બંધારણની ક્વિઝ 👉 click here
Rajaya ni mantri parishad

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!