ગુજરાત સરકારના નાણાં વિભાગ હસ્તકની રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ -3ની જગ્યાઓ પર ઉમેદવાર પસંદ કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પસંદગી પ્રક્રિયા માટે સ્પ્રર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત
1). પરીક્ષા માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી એક્ટ-1956ના સેકશન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાના સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.
2). અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોના 20 વર્ષ પૂરા થયેલા હોય અને નિયત લાયકાતની પદવીના છેલ્લા સેમિસ્ટર/વર્ષની પરીક્ષામાં ઉયપસ્થિત થયા છે અથવા થવાના છે પરંતુ જેનું પરિણામ પ્ર્સિદ્ધ થયેલ ન હોય તેવા ઉમેદવારો પ્રિલિમરી પરીક્ષા માટે અરજી કરી શકશે. પરંતુ તેઓએ જાહેરતમાં દર્શાવતી શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
3). ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમોમાં ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરમાં ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. આ પ્રકારની લાયકાત નહીં ધરાવનાર ઉમેદવાર નિમણૂકને પાત્ર બનશે નહીં.
4). ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પ્રયપ્ત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં.
મૂળ ગુજરાતનાં હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવાર માટે વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
પરીક્ષાની રૂપરેખા
પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે.
ક્રમ | વિષય | ગુણ | સમય |
પ્રશ્નપત્ર-1 | જનરલ સ્ટડીઝ | 200 | 120 મિનિટ |
મુખ્ય પરીક્ષા (લેખિત)(વર્ણાતમ્ક)
ક્રમ | વિષય | ગુણ | સમય |
---|---|---|---|
પ્રશ્નપત્ર-1 | ગુજરાતી | 100 | 120 |
પ્રશ્નપત્ર-2 | અંગ્રેજી | 100 | 120 |
પ્રશ્નપત્ર-3 | જનરલ સ્ટડીઝ-1 | 100 | 120 |
પ્રશ્નપત્ર-4 | જનરલ સ્ટડીઝ-2 | 100 | 120 |
પેપર-1 અને પેપર-2 ના પ્રશ્નપત્રનું સ્તર ધોરણ 12 ઉચ્ચતર કક્ષાનું રહેશે તથા પેપર -3 તથા પેપર-4ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે. સ્ક્રીનિગ ટેસ્ટ(પ્રાથમિક કસોટી)માં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા ભરતી નિયમ, ભરતી પરીક્ષા નિયમ તથા જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાત, વય વગેરે સંતોષતા હશે તેવા જાહેરતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરી વાઈઝ આશરે છ ગણા ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
સ્ક્રીનિગ ટેસ્ટ (પ્રાથમિક કસોટી)માં મેળવેલા ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહિ. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે મુખ્ય લેખિત પરિક્ષાના પેપર-2 (અંગ્રેજી)નું માધ્યમ બધા ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.
નોધ: ઉપરોક્ત માહિતી માત્ર દિશાસૂચન માટે છે. વધુ માહિતી માટે જે તે જગ્યાની માહિતી આવે ત્યારે મળશે.
માહિતી સ્ત્રોત : ગુજરાત સરકાર માહિતી વિભાગ (રોજગાર સમાચાર)