Join our WhatsApp group : click here

Surendranagar District | Surendranagar jillo | સુરેન્દ્રનગર જિલ્લાનો પરિચય

સુરેન્દ્રનગર જિલ્લાની રચના

Gujarat Gk : Surendranagar District

સુરેન્દ્રનગર જિલ્લાની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે 1960ના રોજ થઈ હતી.

Surendranagar District Taluka List

1). વઢવાણ

2). લીંબડી

3). સાયલા

4). ચોટીલા

5). મુળી

6). ચુડા

7). ધ્રાંગધ્રા

8). દસાડા

9). લખતર

10). થાનગઢ

સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ

Surendranagar District Border

ઉત્તરેકચ્છ, પાટણ અને મહેસાણા જિલ્લો
પૂર્વમાંઅમદાવાદ જિલ્લો
દક્ષિણમાંબોટાદ અને રાજકોટ જિલ્લો
પશ્ચિમમાંમોરબી જિલ્લો
Surendranagar District

સુરેન્દ્રનગર જિલ્લા વિશેષ

1). કપાસના વાવેતરમાં સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

2). ગુજરાતમાં સૌથી વધુ ફાયરક્લે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાંથી મળી આવે છે.

3). સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા ખાતે ‘સોડાએશ’નો ઉધોગ વિકસ્યો છે. ધ્રાંગધ્રાને પિંકસિટી તરીકે ઓળખવામાં આવે છે.

4). સુરેન્દ્રનગરના થાનના “પૈડાં”, “સિરામિક ઉધોગ” અને “માટીના રમકડા” વખણાય છે.

5). સુરેન્દ્રનગર ના વઢવાણના “મરચાં” પ્રખ્યાત છે.

6). સુરેન્દ્રનગર જીલ્લાનાં ખારાઘોડા ખાતે ગુજરાતનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે. 

7). સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા છે.

8). આ જીલ્લામાં આવેલ “સાયલા” લાલજી ભગતના ગામ તરીકે જાણીતું છે.ત્યાં લાલજી ભગતનું મંદિર આવેલું છે.

સુરેન્દ્રનગર શહેર

  • ઇ.સ 1947માં રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી નામકરણ કરાયેલ.
  • ભોગાવો નદીના એક કાંઠે જૂનું નગર વઢવાણ અને સામે કાંઠે નવું શહેર સુરેન્દ્રનગર વસેલું છે.
  • અહીં રંગ-રસાયણ અને દવાઓનો ઉધ્યોગ વિકસ્યો છે.
  • આ શહેર સૂતરના વેપારનું મથક છે. રૂના વેપાર માટે સૌપ્રથમ મંડળ અહી સ્થપાયુ છે.

વઢવાણ

  • વઢવાણનું મૂળનામ વર્ધમાનનગર હતું.
  • અહીં મહાવીર સ્વામિના ચરણ પડેલા તેથી તે વર્ધમાનપૂર તરીકે ઓળખાયું.
  • વઢવાણનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. કિલ્લા પાસે “માધાવાવ” આવેલી છે.
  • વાધેશ્વરી માતાનું મંદિર અને સતી રાણકદેવીનું મંદિર અહીં આવેલું છે.
  • રાણકદેવીનું મંદિર મીનળદેવીએ બંધાવેલ છે.
  • સૌપ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ લખનાર કવિ દલપતરામની જન્મભૂમિ વઢવાણ છે.

તરણેતર

  • અહીં ત્રીનેત્રેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
  • અહીં કામદેવની પત્ની રતીએ શિવના ત્રીનેત્ર રૂપી લિંગની સ્થાપના કરી હતી.
  • હાલનુ ત્રીનેત્રેશ્વર મહાદેવનું મંદિર લખપતના રાજા કરણસિંહે તેમની પુત્રી કરણબાની યાદમાં જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
  • લોકવાયકા પ્રમાણે અર્જુને અહી દ્રોપદીના સ્વયંમવરમાં મત્સ્યવેધ કર્યો હતો.
  • ત્રીનેત્રેશ્વર મહાદેવનું મંદિર સોલંકીકાળ પહેલાની નાગરશૈલીનું જણાય છે. 
  • દર વર્ષે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ એ ત્રણ દિવસ દરમ્યાન ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરની પાસે તરણેતરનો મેળો ભરાય છે. જેમાં ભરતકામ કરેલી રંગબેરંગી છત્રીઓ જોવા મળે છે.
  • તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે.
  • તરણેતરના મેળામાં રાજય સરકાર દ્વારા ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન થાય છે.         

થાનગઢ

  • ગુજરાતનું સૌથી મોટું ફાયર ક્લેના ઉધ્યોગ માટેનું કેન્દ્ર આવેલું છે.
  • ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું “પરશુરામ પોટરી” અહીં આવેલું છે.
  • ગુજરાતી સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.

ચોટીલા

  • ગુજરાતમાં આવેલા ચાર શક્તિપીઠ માનું એક ચોટીલા છે, જ્યાં ચાંમુડા માતાનું સ્થાનક છે.
  • માંડવીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. (340 મી.)
  • ચોટીલા પ્રદેશ પંચાલ પ્રદેશ તરીકે ઓળખાય છે.
  • ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ છે.

ધ્રાંગધ્રા

  • ધ્રાંગધ્રા “ગો ધરા” નદીના કિનારે આવેલું છે.
  • ધ્રાંગધ્રાના પથ્થર જાણીતા છે.

ઝાલાવાડ

કચ્છના નાના રણ અને નળસરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ એટલે ઝાલાવાડ.  

સુરેન્દ્રનગર જિલ્લાની નદીઓ

1). વઢવાણ ભોગાવો

2). લીંબડી ભોગાવો

3). ફાલ્કુ

4). બ્રહ્માણી

5). સુકભાદર

નદી વિશેષ :

1). વઢવાણ ભોગાવો :

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા તાલુકાનાં નવાગામ પાસેના ડુંગરમાંથી નીકળી ચોટીલા, સાયલા, મૂડી અને વઢવાણ થઈ નળ સરોવરને મળે છે.

આ નદી પર ગૌતમગઢ પાસે “નાયકા” અને સુરેન્દ્રનગર પાસે “ધોળીધજા” નામના બંધ બંધવામાં આવેલા છે.

2). લીંબડી ભોગાવો :  

ઉદગમ સ્થળ – ચોટીલા તાલુકાનાં ભીમોરના ડુંગરમાંથી

આ નદીના કિનારે થોળીયાળી નામનું શહેર વસેલું છે.

સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતી નદીને મળે છે.   

અભયારણ્ય

1). ઘૂડખર અભયારણ્ય, તા. ધ્રાંગધ્રા

2). નળ સરોવર પક્ષી અભયારણ્ય, તા. લખતર

લોકમેળા

1). અષાઢી બીજનો દૂધરેજનો મેળો, દૂધરેજ

2). તરણેતરનો મેળો : ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ, તરણેતર   

ડેરી

  • સુરેન્દ્રનગર ડેરી

કુંડ

1). ત્રીનેત્ર અને ત્રિદેવકુંડ સુરેન્દ્રનગર

2). ગંગાવો કુંડ – દેદાદરા, વઢવાણ

તળાવ

1). આડોલા તળાવ ધાંધલપૂર, સુરેન્દ્રનગર

2). સમતસર તળાવ – હળવદ, સુરેન્દ્રનગર  

સુરેન્દ્રનગર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here
Gujarat na Jilla 👉click Here
Surendranagar District

Surendranagar District : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!