Join our WhatsApp group : click here

Best Gujarati suvichar | ગુજરાતી સુવિચાર | positive suvichar in gujarati

Gujarati suvichar : સારા વિચારો વાંચવાથી જીવનમાં પોજીટીવ એનર્જી ઉત્પન થાય છે. જેનાથી આપણે આપણાં કામ પ્રત્યે એકાગ્રહતા અને નિયમિતતાનું સંતુલન કરી શકીએ છીએ. સારા વિચારો આપણે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. સાથે સાથે પરિવારમાં એકતા અને સંપ ઊભો કરે છે. મુશ્કેલ સમયમાં આજ suvichar in gujarati મનને સ્થિર રાખવા અને પોઝિટવ રહેવા મદદરૂપ થાય છે.

અહીં આપેલ Gujarati suvichar તમે તમારા પરિવારના સભ્યો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી શકો છો. અહીં આપેલ સુવિચાર school માં ભણતા બાળકો માટે ખૂબ ઉપયોગી છે. કારણ કે સ્કૂલનું બાળક તેની પરીક્ષાના કારણે અવાર-નવાર નેગેટિવ વિચારોથી મૂંઝાય જાય છે. એ માટે આ school suvichar gujarati તેને સતત પોઝિટિવ રાખવામા ઘણા મદદરૂપ સાબિત થશે.

વર્તમાનમાં અહીં 60+ positive suvichar in gujarati આપવામાં આવ્યા છે. જેમાં સમય-સમય અમારા તરફથી સુવિચારો ઉમેરવામાં આવે છે. જેથી તમને નવા-નવા સુવિચારો વાંચવા મળી શકે. નિયમિત gujarati suvichar text સ્વરૂપે વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Best Gujarati suvichar

gujarati suvichar 01

વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધને ઘડીભરમાં વેરવિખેર કરી નાખતું વાવાઝોડું એટલે ગુસ્સો.

જ્યાં સુધી પૂરી વાતની જાણકારી ના હોય ત્યાં સુધી ચૂપ રહો, કેમ કે અધૂરું સત્ય એ અસત્ય કરતાં પણ વધારે જોખમી હોય છે..

ખોટું બોલવામાં કરેલ ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું જીવનમાં ઘણું ગુમાવી દે છે.

સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે.

તમે એકેલા રહેવાથી એટલા દુ:ખી નહીં થાવ, સાહેબ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો.

જીદંગી એટલે…? ભૂતકાળની ચમચીમાં, ભવિષ્ય નું લીંબુ લઈને વર્તમાનમાં દોડવું.. 

સંબધ હોય કે દોરી જો ગાંઠ વળી જાય તો પછી ખૂલવામાં વાર લાગે છે.

વિચારવા દો જેને જે વિચારવું હોય… સાહેબ જરૂરી નહીં કે દરેક માણસ આપણી વાસ્તવિકતા સમજવાને લાયક હોય…

જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી.

મેળવવા કરતાં ટકાવવું એ જ આવડત છે, સાહેબ પછી એ વસ્તુ હોય કે સંબધ.

gujarati suvichar 02

માણસ બધુ ભૂલી શકે છે બસ એ સમય નથી ભૂલતો, જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી ત્યારે એને કોઈએ સાથ ન આપ્યો !!

અહંકાર અને ગેરસમજ આ બે માણસ ને સંબધો થી દૂર કરી દે છે અહંકાર સત્ય જોવા નથી દેતું અને ગેરસમજ સત્ય સાંભળવા નથી દેતું.

કબુલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય, તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે….

ઘોડો જ્યાં સુધી રેસ જીતતો હોય, ત્યાં સુધી માલિકને ચણા મોંઘા નથી લાગતાં.

gujarati suvichar 01

માણસે બંનેની કિંમત ચૂકવવી પડે છે, જરૂર વગર બોલવાની અને ખરેખર જરૂર હોય ત્યાં ન બોલવાની.

પરિવાર સાથે પણ સમય પસાર કરો બાકી ભેગું કરવામાં ક્યારે ગઢપણ આવી જશે ને ખબર પણ નહિ પડે.

બધા કહે એટએ સાચું જ છે એવું કહી શકાય નહીં, કેમ કે સત્યને બહુમતી સાથે કોઈ સંબંધ હોતો નથી…

જિંદગી ની પસંદ નાપસંદ તમારી હોવી જોઈએ સાહેબ બાકી લોકોનાં અભિપ્રાય તો પરિસ્થિતી પ્રમાણે બદલાતા રહેવાના….

જ્યારે ખાબોચિયું પોતાને સમુદ્ર સમજવા લાગે ને ત્યારે સમજવું કે મુશ્કેલીઓનું સર્જન થવાની તૈયારી થઈ ચૂકી છે.

ગુસ્સો આવે ત્યારે રોકતા શીખો, ભૂલ થાય તો નમતા શીખો, સંબંધો ક્યારેય પોતાની મેળે તૂટતાં નથી અહંકાર અજ્ઞાન અને ખોટું વલણ તોડી નાખે છે.

gujarati suvichar 03

આવડત એવી રાખો કે તમને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે.

પરિવાર સંપી ને રહે તો માળો, નહીં તો ફક્ત માણસનો સરવાળો….

જિંદગીની રેસ માં જે લોકો તમને દોડી ને નથી હરાવી શકતા, સાહેબ એજ લોકો તમને તોડીને હરાવવા ની કોશિષ કરશે.

બાપની પાઘડી, બાપની મૂછ અને ઘરનાં સંસ્કાર સાથે જીવી જાણે એનું નામ દીકરી.

પીરસાયેલા ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોય, ત્યારે કેટલાક લોકો સૂકા રોટલા માટે પણ ભગવાનનો આભાર માનતા હોય છે.

અભિમાન માણસને ઈર્ષાળુ, હિંસક, ક્રોધી અને સ્પર્ધાત્મક બનાવે છે. જે માણસને માત્ર દુ:ખ જ આપી શકશે.

ગુજરાતી સુવિચાર 04

પાંદડા જેવી ઉંમર થઈ ગઈ છે સંબંધોની આજે લીલા, કાલે પીળા અને પરમ દિવસે સુકા….

જ્યાં ખોટી સંગત સામે સંસ્કાર હારી જાય છે, ત્યારે હસતાં ખેલતા પરિવારની શાંતિ ડોહળાઇ જાય છે.

હમેશાં ભૂલનો દોષ નાં હોય, અમુક સંબંધો ગેર સમજનાં લીધે સમાપ્ત થઈ જતાં હોય છે…

એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાંય સંબંધ તોડી નાખે છે..

આ કર્મ છે વાલા જેવુ તમે બીજા સ્તહે કરશો એવું જ તમારી સાથે થશે સમજી વિચારી ને કર્મ કરજો…

જીવનમાં બે વસ્તુ માણસને દુ:ખી કરે છે, એક જીદ અને બીજું અભિમાન.

gujarati suvichar 06

Sorry ત્યારે જ કામ લાગે જ્યારે તમે ભૂલ કરી હોય, ત્યારે નહીં જ્યારે તમે કોઈ જોડે દગો કર્યો હોય.

માણસ ઉપરવાળા સામે ત્યારે જ જોવે છે, જ્યારે નીચેવાળા બધા જ સાથ છોડી દે છે.

વટ વેર અને વહેમમાં લીધેલા નિર્ણય એક દિવસ પછતાવાનું કારણ બને છે !!

જિંદગીમાં તમે બીજાનું સાંભળો છો.? તો તમે ક્યારેય પ્રગતિ નહીં કરી શકો…

ઇતિહાસ ગવાહ છે સાહેબ. ગરજ હોય ત્યારે બધા લોકો પ્રેમથી જ વાત કરતાં હોય છે.

માણસ પોતાના જીવનમાં આવતા બધા જ દુ:ખ અને કષ્ટ તો અવશ્ય ભૂલી જતો હોય છે. પણ પોતાની સાથે થયેલું છળ ક્યારેય ભૂલતો નથી.

પૈસા ની ગરમી સૂર્ય કરતાં પણ વધારે ખતરનાખ હોય છે, ભલભલા સંબંધ ને બાળી નાખે છે.

સંબંધ ટકાવી રાખવા એક વાત યાદ રાખજો,  એક બીજાથી ક્યારેય કઈ છુપાવતા નહીં !!

સમય પર નિર્ણય લો પછી ભલે એ ખોટો પડે, કેમકે સમય વીતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઈ કિંમત નથી.

ફેર ફકત લાગણીઓ અને લગાવનો છે, અમુકની સ્મશાનથી પણ આંખો કોરી આવે, અમુકને સ્ટેશનને પણ ચોધાર રડતાં જોયા છે.

gujarati suvichar 06

કોશિશ ત્યાં સુધી કરો જ્યાં સુધી સફળતા નાં મળે..

મૌન સૌથી સારો જવાબ છે. એ લોકો માટે જે તમારા શબ્દને મહત્વ નથી આપતા.

દોડનારને ખબર હોય છે કે ક્યાં જવું છે, ભાગનારો દિશાવિહીન હોય છે.

જીવનમાં સુખી થવું હોય તો સાચી વ્યક્તિનાં કડવાવેણ સહન કરજો ઓન જૂઠી વ્યક્તિનાં મીઠા બોલ નહીં.

જો કોઈ ગેરસમજ હોય તો એકબીજા ને થોડા સવાલો કરી લેજો, કારણ કે ખામોશીમાં સંબંધ હંમેશા મરી જાય છે.

ટૂંકું અને ટચ સારા સંબંધની શરૂઆત બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને અંત કોઈ એકનાં ખોટા નિર્ણયથી.

gujarati suvichar 07

સમયને સમજવો સમજદારી છે. પરતું સમય પર સમજવું એ જવાબદારી છે…

કર્મ કોઈને છોડશે નહીં અને ઉપર કોઈની ઓળખાણ ચાલશે અંહી સમજીને જિંદગી વિતાવજો.

જીવનમાં ક્યારેક ખરાબ દિવસનો અનુભવ થાય ને, તો એટલો જુસ્સો જરૂર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહીં…

અમુક રાતે, તમને ઊંઘ નથી આવતી અને અમુક રાતે, તમે સુવા નથી માંગતા, બસ આજ ફરક છે. વેદના અને આનંદ વચ્ચે…

કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતાં નજીક નાં થવું, આજનો માણસ રોજ સવારે નવી લાગણીઓ સાથે ઉઠે છે…

gujarati suvichar 08

જતું કરનાર ડરપોક નથી હોતો સાહેબ એ તો આવડત છે તેની સંબંધ નિભાવવા ની.

જિંદગી ને જાણવાનું સાચું રહસ્ય, જિંદગીને માણી લેવામાં જ છુપાયેલું છે…

છે તારી જ અંદર આનંદ, જરા શોધ કર, દુનિયાની છોડ ફિકર, જરાક તો મોજ કાર…      

લાગણીઓનાં રોકાણ ખોટી જગ્યાંએ નાં કરતાં, આવકમાં તફલિક સિવાય કઈ નહીં મળે….

જેને આપણે સંબંધનો વ્યવહાર કહેતા કોઈએ છીએ, મોટા ભાગે તે ગણતરીની કિતાબ જ હોય છે…

ઉપકાર ભૂલે એ મૂર્ખ અને ઉપકાર યાદ કરાવે મહામૂર્ખ

સંબંધમાં થોડી ફરિયાદ હોય તો પણ સારું છે, કેમ કે ચાસણીમાં ડૂબેલા સબંધ વફાદાર નથી હોતા…

તાકાત, રૂપિયો અને જવાની ની કઈ પણ સ્થાઈ નથી સાહેબ, દરેકની ‘Expire date’ તો હોય જ છે માટે ક્યારેય પણ ઘમંડ નાં કરવો….!!

ગુજરાતી સુવિચાર

suvichar in gujarati, school suvichar gujarati, suvichar gujarati ma, suvichar in gujarati, positive suvichar in gujarati, sambandh suvichar gujarati, gujarati suvichar text, ગુજરાતી શુભ સવાર સુવિચાર text

અહીં આપેલ Gujarati suvichar તમને કેવા લાગ્યા તે અમને કમેંટ કરીને જણાવી શકો છો. જો સારા લાગ્યા હોય તો તમે આને શેર કરી શકો છો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!